કપૂર સાથે જોડાયેલા આ 7 ઉપાય અજમાવવાથી મળે છે ભાગ્યનો સાથ, સાથે દૂર થાય છે વાસ્તુદોષ, પિતૃદોષ અને નજરદોષ પણ

કપૂર સાથે જોડાયેલા આ 7 ઉપાય અજમાવવાથી મળે છે ભાગ્યનો સાથ, દૂર થાય છે વાસ્તુદોષ, પિતૃદોષ અને નજરદોષ.

હિન્દૂ ધર્મમાં કોઈપણ પૂજા કે અનુષ્ઠાન કપૂર વગર અધૂરું માનવામાં આવે છે પૂજા સિવાય કપૂર ઘણા બધા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને પણ દૂર કરવાના કામમાં આવે છે. એના નિયમિત પ્રયોગથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં પણ એનું મહત્વ અને ઉપયોગ જણાવવામાં આવ્યા છે.

image source

બગડેલા કામ બનાવે.

વાસ્તુ અનુસાર તમારા ઘણા પ્રયત્નો પછી પણ કોઇ કામ ન થતું હોય, કામ થતા થતા અટકી જતું હોય તો એક ચાંદીની વાટકીમાં નિયમિત રીતે લવિંગ અને કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવો. આવું કરવાથી જીવનમાં આવનારી બાધાઓ દૂર થશે અને બગડેલા કામ પણ બનવા લાગશે.

image source

નકારાત્મક ઉર્જા દૂર થશે.

ઘરમાં વાસ્તુદોષ હોવાના કારણે ઘરની સુખ શાંતિનો ભંગ થાય છે જેના કારણે કલેશનું વાતાવરણ રહે છે. દુકાનમાં વાસ્તુદોષ હોય તો દુકાનમાં હમેશા નુકશાન જ થતું રહે છે. ઘર કે દુકાનમાં વાસ્તુદોષ તેમજ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કપૂરની ગોળીઓ રાખો. આવુ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ધન લાભ પણ થશે.

image source

વાતાવરણ થાય છે શુદ્ધ.

ઘરમાં પૂજા પાઠના સમયે કપૂર સદગાવવાથી એનો સુગંધિત ધુમાડો વાતાવરણમાં ફેલાય છે . જેના લીધે વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જાય છે અને હવા શુદ્ધ બને છે. ઠંડીના દિવસોમાં કપૂરનો પ્રયોગ ઉનના કપડાને કીડી મકોડા વગેરેથી સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે.

image source

સ્વાસ્થ્યમાં લાભદાયી.

કપૂરની સુગંધ શરીર અને દિમાગ બંનેને સારું રાખે છે. જો અનિંદ્રાની સમસ્યા તમને હેરાન કરતી હોય તો કપૂરના તેલની સુગંધ મગજને શાંત રાખવામાં અને સારી ઊંઘ લાવવામાં અસરદાર છે. એ માટે કપૂરના તેલના થોડા ટીપાં સૂતી વખતે તમારા ઓશિકા પર લગાવો. આવું કરવાથી મગજને તાજગી મળશે અને ઊંઘ પણ સારી આવશે.

image source

બંધ નાક અને ખંજવાડમાં મદદગાર.

ઠંડીમાં નાક, શ્વાસ લેવામાં તકલીફ અને છીંક આવવા જેવી સમસ્યાઓ હેરાન કરે છે. કપૂર આ સમસ્યાઓમાંથી છુટકારો અપાવવા માટે નો ઉત્તમ વિકલ્પ છે. ગરમ પાણીમાં કપૂર નાખીને નાસ લેવાથી એનાથી છુટકારો મળે છે. તેલમાં કપૂર ભેળવીને લગાવવાથી માથામાં રક્ત પ્રવાહ વધે છે, વાળને મજબૂતી મળે છે. જો દાદ, ખાજ, ખંજવાળની સમસ્યા હોય તો કપૂરની ગોળીને તેલમાં ભેળવી ચામડી પર લગાવવાથી લાભ થાય છે.

image source

ધન લાભના અવસર મળશે.

જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા હોય કે કમાણી કરતા વધુ ખર્ચ થઈ રહ્યો હોય તો લાલ ગુલાબના ફુલમાં કપૂરનો એક ટુકડો મુકો અને કપૂરને સળગાવીને ફૂલને દેવી દુર્ગાને અર્પણ કરો, ધન લાભ થશે. તમને લાગતું હોય કે નકામા ખર્ચ થઈ રહ્યા છે તો સાંજના સમયે કપૂરનો દીવો સળગાવો અને આખા ઘરમાં ફેરવો. અંતમાં માતા લક્ષ્મીની આરતી કરતા કરતા મંદિરમાં સ્થાપિત કરી દો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા થશે.

image source

પિતૃદોષ થશે દૂર.

જ્યોતિષ અનુસાર પિતૃદોષ કે રાહુ કેતુના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે રોજ ઘરમાં કપૂર સળગાવો. આકસ્મિક દુર્ઘટનાથી બચવા માટે સાંજે પૂજા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો અને એ પછી કપુરમાં લવિંગ નાખીને આરતી કરો. જો ભાગ્ય સાથ ન આપી રહ્યું હોય તો તમારી કિસ્મતને ચમકાવવા માટે નહાતી વખતે પાણીમાં કપૂરના તેલના થોડા ટીપાં નાખીને નહાવું. આવું કરવાથી શરીરમાં સકારાત્મક ઊર્જા મળવાની સાથે સાથે તમારું ભાગ્ય પણ ખુલી જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ