જો તમે પણ આ રીતે પહેરશો નીલમનો રત્ન, તો થશે અઢળક લાભ

શનિનો રત્ન છે નીલમ, જાણો ધારણ કરવાથી શું થાય છે લાભ

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રત્નોનો ખાસ પ્રભાવ હોય છે જે તેને ધારણ કરનારના જીવન પર પડે છે. દરેક ગ્રહ માટે ખાસ રત્ન હોય છે.

આ રત્ન તેને સંબંધીત ગ્રહના કારણે નડતી બાધાને દૂર કરવામાં જાતકને મદદ કરે છે. રત્ન ધારણ કરવાથી નબળા ગ્રહ અને અશુભ પ્રભાવ પાડતા ગ્રહને મજબૂત કરી શકાય છે. આ કારણે રત્નોનું મહત્વ વધી જાય છે.

image source

જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર તમામ નવ ગ્રહમાંથી સૌથી વધારે દિવસો સુધી શનિ ગ્રહનો પ્રકોપ જાતક પર રહે છે.

શનિના પ્રકોપથી બચવા માટે જ્યોતિષમાં નીલમ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ રત્ન ધારણ કરવાથી જાતકને શનિગ્રહના કારણે થતી પીડામાંથી મુક્તિ મળે છે.

image source

નીલમને શનિવારના દિવસે મધ્યમા આંગળીમાં ધારણ કરવાનો હોય છે. તેને વિશેષ વિધિ બાદ પહેરવાનો હોય છે.

જ્યારે પણ નીલમ ધારણ કરવાનો હોય ત્યારે તેના પર સરસવનું તેલ લગાવો, ત્યારબાદ શનિદેવના શનિ સ્તોત્રનો પાઠ કરો અને પછી રત્નને પાણીથી શુદ્ધ કરો.

સ્તોત્ર વાંચ્યા પછી કાળા કે ઘાટા બ્લૂ જેવા રંગના કપડામાં નીલમને બાંધી લો. તેમાંથી કપડાને એવી રીતે કાપો કે તે શરીરને સ્પર્શ કરી શકે. હવે આ કપડાને શનિવારએ જમણા હાથ પર બાંધી લો.

image source

નીલમને આ વિધિ કરી હાથમાં બાંધવો ન હોય તો પોતાની સાથે પણ રાખી શકો છો.

નીલમને એક સપ્તાહ સુધી પોતાના શરીરને સ્પર્શ થાય તે રીતે રાખવો. આ સમય દરમિયાન જીવનમાં કોઈ સકારાત્મક ફેરફાર થાય છે, બધું જ બરાબર ચાલે છે કે નહીં અને માનસિક શાંતિ જણાય છે કે નહીં તે બાબતો પર ધ્યાન આપો.

image source

જો આ ફેરફારો જીવનમાં અનુભવાય તો નીલમને ગળામાં અથવા વીંટી બનાવી હાથમાં ધારણ કરી લેવો. કહેવાય છે કે નીલમ ધારણ કરવાથી હાથમાંથી ખોવાયેલી સંપત્તિ પણ પરત મળી જાય છે. જો કે નીલમ ધારણ કરતાં પહેલા તેને અભિમંત્રિત અચૂક કરાવવો.

નીલમનો રત્ન માત્ર જીવનની સમસ્યાઓ જ દૂર કરે છે તેવું નથી. નીલમનો રત્ન ધારણ કરવાથી વ્યક્તિને દુશ્મનોની ચાલથી બચવાની સતર્કતા પણ પ્રાપ્ત થાય છે. વ્યક્તિ પોતાના દુશ્મનની દરેક ચાલથી સાવધાન રહેવા લાગે છે.

image source

કહેવાય છે કે નીલમના રત્ન તેનો રંગ ઘેરો અને આછો કરી આ અંગે ચેતવણી આપે છે. જેને સમજનાર વ્યક્તિ ભવિષ્યમાં આવનાર સંકટથી બચી જાય છે.

નીલમનો રત્ન જાતક પર થતા જાદૂ અને ટોટકાથી પણ તેનું રક્ષણ કરે છે. આવા ટોટકાની અસરને તે નષ્ટ કરી દે છે. આ ઉપરાંત નીલમ શરીરને રોગોથી મુક્ત પણ કરે છે.

 

image source

જાતકને જો માનસિક સમસ્યા હોય કે શરીરમાં કોઈ તકલીફ હોય તો તે પણ નીલમ ધારણ કરવાથી દૂર થાય છે.

શરીરના કષ્ટ જેવા કે બેસુદ્ધિ, આંચકી, બાવાસીર જેવી બીમારીઓમાં પણ નીલમ ધારણ કરવાથી રાહત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ