ભારતીય સંસ્કૃતિ: કોરોના વાયરસની મહામારી વચ્ચે તમને ખરેખર ગર્વ થશે આપણી સંસ્કૃતિ પર, વાંચો શું છે એવુ તો ખાસ

કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારતીય સંસ્કૃતિની આ ખાસિયતો તમને ચોક્કસ તમારી સંસ્કૃતિ પર ગર્વ કરાવશે – જો તમને પણ આપણી સંસ્કૃતિ પર ગર્વ હોય તો આ પોસ્ટ ચોક્કસ શેર કરો

image source

આજે જ્યારે લોકો કોરોના વાયરસના ભયના કારણે અનાજ – કરિયાણાનો બે-ત્રણ મહિનાનો સ્ટોક ઘરમાં ભરી રહ્યા છે ત્યારે ઘરના વડીલો તેમને જોઈને આશ્ચર્ય પામ્યા છે અને પોતાની આખું વર્ષ અનાજ – તેલ – ઘી – મસાલા ભરી રાખવાની જે જૂની રીત હતી તેના પર ગર્વ કરતાં કરતાં મલકાઈ રહ્યા છે.

તેઓ મલકાઈ રહ્યા છે પોતાના વડવાઓની દીર્ઘદ્રષ્ટિ પર કે કેવા તેઓ અગમચેતી વાપરીને ભવિષ્યમાં ધરબાયેલા કપરા સંજોગો દરમિયાન પરિવારને ભૂખ્યા ન રહેવું પડે કે મુશ્કેલીમાં ન મુકાવું પડે તે માટે આખાએ વર્ષના અનાજ-કરિયાણા ભરી લેતા હતા ! ગમે તેવી મહામારી આવે તો પણ એક વર્ષ તો હસતાં રમતાં ભરપેટ પસાર થઈ જાય તેવી તે વખતની વ્યવસ્થા હતી.

image source

વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિનો સમાવેશ થાય છે. લીલા શાકભાજી વગર પણ પૌષ્ટિક ભોજન મેળવીને આપણે સ્વસ્થ રહેવા માટે સક્ષમ છીએ. માત્ર ખીચડી અને કઠોળથી પણ દેશના લાખો ગરીબો આરામથી પોષણયુક્ત ખોરાક મેળવી શકે તેવો આપણો વારસો છે. અને આપણા ભારતની અથાણા પરંપરા તો બધા જાણીએ જ છે કે રાંધેલા શાકની કમી અથાણા સારી રીતે પૂરી જાણે છે.

અથાણાની પણ એક નહી બે નહીં પણ અગણિત વેરાયટી, જેમ કે કેરીનું અથાણું, ગુંદા, ગરમર, ખારેક, મરચાના અથાણા આપણે બનાવી રાખીએ છે. સ્વાદમાં પણ અઢળક વેરાયટી. ક્યારેક તો રોટલી સાથે ખાલી અથાણા ખાવામાં પણ જલસો પડી જાય છે. આજે પણ ભારતના ગણ્યાગાંઠ્યા પરિવારોમાં આ સુટેવ જળવાયેલી છે. જો કે ઘણા લોકો તૈયાર અથાણું લાવીને ખાવા ટેવાઈ ગયા છે.

image source

બીજી બાજુ વિદેશી સંસ્કૃતિમાં બારેમાસનું અનાજ ભરવાની કોઈ પરંપરા જ નથી અહીં તો અઠવાડિયું કમાવો અને અઠવાડિયાના અંતે બધું વાપરી નાખવાની સંસ્કૃતિ છે. તો અથાણાની તો વાત જ ક્યાં કરવી. અને આધુનિક ભારત ઘણા અંશે આ વિદેશી રીત અનુસરી રહ્યું છે અને મહિને મહિને કરિયાણું ભરવાનો હવે ચીલો બની ગયો છે.

ભારતીય સંસ્કૃતિ અને પાકકળા એવા સમૃદ્ધ છે કે તેમના માટે ઘઉં-બાજરા પણ પૂરતા પડી રહે છે. આપણે વિદેશની જેમ આથો લાવીને બ્રેડ બનાવવાની જરૂર નથી આપણે તો તાજા જ લોટમાંથી કૂણી રોટલી બનાવવા અને ખાવા ટેવાયેલા છે. છેવટે કંઈ ન હોય તો દૂધ રોટલી કે તીખારી રોટલી પણ ખાઈને સંતોષ પામીએ છે. અરે આપણો ખેડૂત તો રોટલો અને ડૂંગળી ખાઈને પણ આખુંએ ખેતર ખેડી નાખવાની સક્ષમતા ધરાવે છે. અને ઉનાળામાં તો માત્ર રસ રોટલી જ રાજભોગની ખોટ પૂરી કરી દે છે.

image source

રોટલી પર ઘી અને સાકર અથવા તો મરચૂ મીઠુ અને તેલ ચોપડીને પણ મજાથી સાંજના નાશ્તામાં ખાઈ લેતા હતા. અરે ઘરે બનાવેલું માખણ અને રોટલાની તો મજાજ અનોખી હોય છે. દૂધના રસિયાઓ તો સીધી મલાઈ જ રોટલી પર ચોપડી દેતા હતા. અને આ બધી જ વાનગીઓ આધુનિક બ્રેડ બટર કરતાં ક્યાંય વધારે પોષણ આપનારી છે. જૂના સમયમાં તો આપણા માટે રોટલી માખણ કે ઘી જ બ્રેડ બટર હતા.

image source

અને જો બપોરે જમતા રોટલી ભાખરી વધ્યા હોય તો તો તેમાં ઘી અને ગોળ ઉમેરીને સરસમજાનું ચૂરમું બનાવવામાં આવતું અને બાળકો સંતોષથી તેને ખાતા.આ લોકડાઉન દરમિયાન આપણી નવી પેઢીને સમજાઈ રહ્યું છે કે આપણી સંસ્કૃતિ આપણને કપરા સમય તેમજ સંજોગોમાં પણ સ્વસ્થ રીતે જીવાડવાની સક્ષમતા ધરાવે છે. તમે આજે ઇન્ટરનેટ પર ઘણા બધા વાયરલ વિડિયો જોતા હશો જેમાં યુ.એસ તેમજ યુરોપના કેટલાક દેશોમાં લોકો ગાંડા થઈને અનાજ, સાબુ, અરે પાણી તેમજ વિવિધ ખાધ્યસામગ્રીનો સંગ્રહ કરવા લાગ્યા છે અને જાણે સમજવા વિચારવાની ક્ષમતા જ ગુમાવી બેઠા છે.

image source

પણ આપણી સંસ્કૃતિ આ મહામારીને એક નવા જ દ્રષ્ટિકોણથી જોવા પ્રેરે છે. જો તમને ખ્યાલ હશે તો અમેરિકા તેમજ યુરોપમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા લોકોમાં વૃદ્ધોની સંખ્યા 80% જેટલી છે. આમાંથી મોટા ભાગના વૃદ્ધો એવા છે જેઓ વૃદ્ધાશ્રમમાં કે ઓલ્ડ એજ કેર સેન્ટરમાં એકલા રહેતા હતા. પણ તેની સામે આપણા સંસ્કાર અને સંસ્કૃતિ એવા છે કે વૃદ્ધ માતાપિતા પોતાના બાળકો સાથે જ રહે છે અને ધંધારોજગારના કારણે જો દૂર રહેવાનું પણ હોય તો કપરા સંજોગોમાં તો એકબીજા સાથે જ હોય છે. અને માઇલો દૂર રહેવા છતાં તેમની વચ્ચેનો પ્રેમ અકબંધ રહે છે.

image source

આજે આ કપરા સમયમાં તમને ધાર્મિક સંસ્થાઓ, તબીબી સંસ્થાઓ, પાડોશીઓ અને એક સામાન્ય નાગરીકમાં પણ ભારોભાર મિનવિયતા જોવા મળી રહે છે તેઓ એકબીજાને મદદ કરવા આતૂર છે. કોરોનાવાયરસ ચોક્કસ આપણા શરીરના આંતરિક તંત્રને નુકસાન પહોંચાડે પણ આપણી ભારતીય સંસ્કૃતિ તેની સામે એક રક્ષાકવચ બનીને આપણું રક્ષણ કરી શકે છે અને કરી રહી છે.

image source

ભારતની નવી પેઢીએ ફરી એકવાર પોતાની જૂની પેઢીની આ સંસ્કૃતિને સંપૂર્ણપણે અપનાવવાની પહેલ કરવી જોઈએ અને પોતાની આવનારી પેઢીને પણ જૂની સંસ્કૃતિના રંગમાં રગવા જોઈએ નહીં કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરવું જોઈએ. કારણકે આ સમયમાં તમને કોઈ પિઝા બર્ગર નહીં જીવાડે પણ એ સીધું સાદુ ભારતીય ભોજન જ બચાવી રાખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ