આંખ મારવાની અદાથી ફેમસ થનારી પ્રિયા પ્રકાશની આ ફિલ્મથી જીતી લેશે બધાનું દિલ, જાણો કઇ છે આ ફિલ્મ

ફિલ્મ ‘Check’ માં જોવા મળશે ‘વિંક ગર્લ’ પ્રિયા પ્રકાશ વારિયર, Twitter પર થઈ છે ટ્રેંડ.

પ્રિયા પ્રિયા પ્રકાશ વારિયરની અપકમિંગ ફિલ્મ ‘ચેક’ આવનાર ફેબ્રુઆરી ,મહિનામાં ૧૯ તારીખના રોજ રીલીઝ થવા માટે પૂરી રીતે તૈયાર છે. ત્યાં જ આ ફિલ્મમાં તેલુગુ સ્ટાર નીતિન અને રકુલ પ્રીત સિંહ પણ મુખ્ય પાત્રમાં જોવા મળી શકે છે.

તેલુગુ સ્ટાર નીતિન અને અભિનેત્રી રકુલ પ્રીત સિંહની અપકમિંગ ફિલ્મ ‘ચેક’ ઘણા લાંબા સમય સુધી રાહ જોયા પછી હવે જલ્દી જ રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ ‘ચેક’ને તા. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ રીલીઝ કરવામાં આવશે. આની પહેલા આ ફિલ્મ ‘ચેક’ને વર્ષ ૨૦૨૦માં ઉનાળાની ગરમીઓમાં રીલીઝ કરવામાં આવવાની હતી,

જેને કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે પોસ્ટપોન કરી દેવામાં આવી હતી. રસપ્રદ વાત આ છે કે, આ ફિલ્મમાં ‘વિંક ગર્લ’ના નામથી પ્રસિદ્ધ થયેલ પ્રિયા પ્રકાશ વારિયર પણ જોવા મળી શકે છે. ફિલ્મ ‘ચેક’ની રીલીઝ ડેટની જાહેરાત થયા પછીથી પ્રિયા પ્રકાશ વારિયર ટ્વીટર પર ટ્રેંડ કરી રહી છે.

ફેબ્રુઆરી, ૨૦૨૧માં રીલીઝ થશે ફિલ્મ ‘ચેક’.

ફિલ્મ ‘ચેક’ની રીલીઝ ડેટ એનાઉન્સ કરતા ફિલ્મ ‘ચેક’ના મુખ્ય પાત્ર નિભાવી રહેલ અભિનેતા નીતિનએ ટ્વીટર પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે, એમની અપકમિંગ ફિલ્મ ‘ચેક’ તા. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ રીલીઝ કરી દેવામાં આવશે. આ ફિલ્મ ‘ચેક’માં વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે.

ફિલ્મ ‘ચેક’ની ડેટ એનાઉન્સ થતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રિયા પ્રકાશ વારિયર એક વાર ફરીથી ટ્રેંડ કરી રહી છે. આની પહેલા તે પોતાની ફિલ્મ ‘ઓરુ અડાર લવ’માં આંખ મારવાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાઈ ગઈ હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરીથી છવાઈ ગઈ પ્રિયા પ્રકાશ વારિયર.

અપકમિંગ ફિલ્મ ‘ચેક’ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેની સ્ટોરી એક જેલ અને કેદીઓની આસપાસ ફરતી રહે છે. કેટલાક મીડિયા રીપોર્ટ મુજબ અભિનેતા નીતિન ફિલ્મમાં એક કેડીનો રોલ નિભાવી રહ્યા છે.

ફિલ્મ ;ચેક’માં અભિનેત્રી રકુલ પ્રીત સિંહએ એક અપરાધિક વકીલની ભૂમિકા નિભાવી છે, ત્યાં જ પ્રિયા પ્રકાશ વારિયર નીતિનની પ્રેમિકાનું પાત્ર નિભાવતી જોવા મળશે. ફિલ્મ ‘ચેક’નું નિર્દેશન ચંદ્રશેખર યેલેટી દ્વારા કરવામાં આવ્યું છે.

image source

ફિલ્મ ‘ચેક’ને લઈને ‘વિંક ગર્લ’ પ્રિયા પ્રકાશ વારિયર ટ્વીટર પર ખુબ જ ટ્રેંડ કરી રહી છે. તેને લઈને તેમના ફેંસ ઘણા રીએક્શન આપી રહ્યા છે. તેમજ પ્રિયા પ્રકાશ વારિયરના ફેંસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #PriyaPrakashVarrier ની સાથે ટ્વીટ પણ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત