કોઇ નથી જોઇ અને જાણી શક્યુ આ મહિલાની આ એક વસ્તુ, અંદરની સ્ટોરી વાંચશો તો બે ઘડી આવી જશે જબરી મજા

ધારી-ધારીને જોશો તો પણ તમે આ મહિલાની ઉંમરનો અંદાજો નહીં લગાવી શકો

અમેરિકાના લોસ એંજેલસમાં રહેતી લેસ્લી કાર્લટનને જોઈને કોઈ પણ ન કહી શકે કે તેણી 44 વર્ષના બાળકની માતા છે. પણ હકીકત તો તે જ છે. વાસ્તવમા લેસ્લી એટલી ફીટ છે કે તેને જોતા કોઈ પણ તેને 40ની ઉંમર કરતાં વધારે નહીં કહે, જ્યારે વાસ્તવમાં તેણીની ઉંમર 62 વર્ષ છે. લેસ્લી જણાવે છે કે ઘણીવાર લોકો મારી ઉંમરનો અંદાજો નથી લગાવી શકતા, જ્યારે હું તેમને સાચી ઉંમર જણાવું છું ત્યારે તેઓ હેરાન રહી જાય છે. ધ્યાનથી જોવા છતાં પણ તેણીની સાચી ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.

લેસ્લીનું કેહવું છે, ‘મેં મારો મોટા ભાગનો સમય ઇન્ડોનેશિયા અને લોસ એન્જેલસમાં મારા બાળકો સાથે ઘરમાં રહિને પસાર કર્યો છે. જો કે જ્યારેહું 17 વર્ષની હતી ત્યારે મારા સૌથી મોટા દીકરાનો જન્મ થયો. ત્યાર બાદ 2 વર્ષ બાદ નાનો દીકરો આવ્યો. તે દરમિયાન હું શાળામાં સૌથી યુવાન માતાઓમાંની એક હતી. મારા લગ્ન 16 વર્ષની ઉંમરમાં ત્યારે થયા જ્યારે હું હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન જ હું પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.’

image source

લેસ્લી જણાવે છે કે આજે તેણીના બન્ને બાળકો 40 વર્ષના થઈ ગયા છે અને તેઓ પોતે પણ પિતા બની ગયા છે. પણ કેટલાક લોકો વિચારે છે કે હું તેમની ગર્લફ્રેન્ડ કે પછી પત્ની છું. એટલે સુધી કે ઘણા લોકો તો ક્યારેક ક્યારેક કહે છે કે મારા બાળકો મારા કરતાં પણ મોટા દેખાય છે. ત્યારે હું તેમને સ્મિત કરીને જવાબ આપું છું. એક યુવાન દેખાતી મા હોવાનો મને ગર્વ થાય છે, સાથે સાથે હું મારા દીકરાઓની દીકરીઓ માટે એક સ્ટ્રોન્ગ દાદી પણ છું.

image source

લેસ્લી પોતાના જીવનનો ખુલાસો કરતા જણાવે છે કે મારી કિશોરાવસ્થા એટલે કે 20ના દશકમાં મેં ક્યારેય કોઈ કામ નથી કર્યું કે કોઈ રમત-ગમતમાં પણ ભાગ નથી લીધો. મેં માત્ર એટલુ જ જોયું કે મેં શું ખાધું છે અને સૌભાગ્યથી હું તે કારણે પાતળી રહી છું. 30 વર્ષમાં પ્રવેશીને મેં રમતમાં રસ લીધો. સ્કીઈંગ શરૂ કરી દીધું. એટલુ જ નહીં હું કરાટેમાં બ્લેક બેલ્ટ પણ બની છું. તો વળી વેટલિફ્ટિંગ પણ શરૂ કરી દીધું. લેસ્લીએ ફીટ રહેવા માટે ખૂબ ભોજન અને પુરી ઉંઘ લેવાને મહત્ત્વ આપ્યું છે. તળેલુ ભોજન, લોટ અને ખાંડનું સેવન સિમિત રાખવાની તે સલાહ આપે છે. તેણી કહે છે, ‘હું રવિવવારે બર્ગર તેમજ દારૂનું સેવન કરું છું.’

લેસ્લીએ શેર કર્યું છે કે કિશોરી તરીકે તેણીએ પોતાનો પહેલો મોડલિંગ કોન્ટ્રાક્ટ મેકઅપ બ્રાન્ડ મેક્સ ફેક્ટર માટે કર્યો હતો અને તેણી આજે પણ તે ક્ષેત્રે કામ કરી રહી છે. તેમના પતિ હોલીવૂડના એક્ટર મૈથિયાસ હ્યૂ છે. લેસ્લીની ઉંમરના આ પડાવ પર ફીટ રહેવાના મૂળ મંત્રને જણાવતા કહે છે કે તમારે તમારા પર વિશ્વાસ કરવો જોઈએ, પછી તમે કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ન હોવ. તેમણે કહ્યું કે મારું સ્વપ્ન વિશ્નની બધી જ મહિલાઓની અંદર પોતાના દ્વારા આત્મવિશ્વાસ ઉભો કરવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ