સેફ્ટી કે પછી શક? લગ્ન પહેલા દેશી ગર્લ પ્રિયંકાએ પતિ નિક જોનાસની આ રીતે ફોટો પાડીને કરી હતી જાસૂસી

અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડીને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. આ એક દંપતી એવું છે જે હંમેશાં તેમની કેમેસ્ટ્રીથી લોકોના દિલ જીતે છે, જેની સ્ટાઈલ દરેકનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. પરંતુ આ દંપતી જેને આખી દુનિયા આટલું પરફેક્ટ માને છે, તેના લગ્ન પહેલાંની કહાની પણ કંઈક અલગ જ છે.

image source

પ્રિયંકાએ પોતે કહ્યું છે કે તેણે એક વખત નિક જોનાસની જાસૂસી કરી છે. એક મુલાકાતમાં પ્રિયંકાએ મોટો ખુલાસો કર્યો છે કે એકવાર નિક તેની માતા સાથે બપોરના ભોજન પર ગયો હતો. આ તે સમય હતો જ્યારે પ્રિયંકાએ થોડા મહિના નીક સાથે ડેટિંગ કરી હતી.

image source

તે સમયે નિક પણ પ્રિયંકાના પરિવારને બહુ સારી રીતે જાણતો ન હતો. આવી સ્થિતિમાં, તેની માતાને એકલા ભોજન પર લઈ જવી પ્રિયંકાને ખૂબ ખટકતું હતું. આને કારણે પ્રિયંકાએ પણ નિક પર નજર રાખવા માટે તેના સિક્યુરિટી ગાર્ડને પાછળ રાખ્યો હતો અને ફોટો ક્લિક કરવા માટે આદેશ આપ્યો હતો. પ્રિયંકા જાણવા માંગતી હતી કે બંને શું કરે છે.

image source

હવે પ્રિયંકા માને છે કે તે ખરેખર દરેક વસ્તુને તેના નિયંત્રણમાં રાખવા માંગે છે. તેઓને બધું જાણવાની ઉતાવળ હોય છે, તેથી કોઈપણ પ્રકારનું રહસ્ય અથવા આશ્ચર્ય હંમેશા તેમને ખલેલ પહોંચાડે છે. આ જ ટેવને લીધે લગ્ન પહેલાં નિક પર નજર રાખવા દબાણ કર્યું. હવે તેણે આ વાત નિક જોનાસને પછીથી કહ્યું કે નહીં તેના વિશે અભિનેત્રીએ કંઈ જાહેર કર્યું નહીં.

image source

જો કે, પ્રિયંકા ચોપરાના કેટલાક ન જોઈ શકાય તેવા ફોટા પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. તેણીના નવા પુસ્તકમાંથી કેટલાક ફોટા જાહેર થયા હતા જ્યાં તેણી તેના ઘરે પ્રવેશ કરી રહી હતી. તે ફોટાઓ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડા એક એવી અભિનેત્રી છે, કે જેઓ બોલિવૂડથી માંડીને હોલિવૂડ સુધી ચર્ચામાં રહે છે. ક્વૉંટિકો સીરિઝ હોય કે પછી બેવૉચ, અંગ્રેજી મનોરંજન જગતમાં પણ તેમનો દબદબો કંઈ ઓછો નથી. પ્રિયંકા હાલ તો ભારતમાં જ છે અને ચર્ચાનું કેન્દ્ર પણ છે.

image source

જ્યારે તેના લગ્નનો ઈશારો કર્યો હતો ત્યારથી જો વાત કરવામાં આવે તો બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માંથી ત્યારે નીકળી ગઈ હતી. આ વાત ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ટ્વિટ કરીને આપી હતી.

image source

અલી અબ્બાસે પોતાની ટ્વિટમાં નિક જોનાસનો ઉલ્લેખ કર્યો છે. અલી અબ્બાસે ટ્વિટ કરી હતી, ”હા, હવે પ્રિયંકા ચોપરા ‘ભારત’નો હિસ્સો નથી અને તેનું કારણ ખાસ છે. તેણે કહ્યું હતું કે તે નિકને ટાઈમ આપવા માંગે છે. બસ પછી બન્નેના લગ્ન થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ