કોરોના પછી હનીમુન માટે ભારતની આ જગ્યાઓ બની ખાસ, જાણો અને તમે પણ કરો પ્લાન

મિત્રો, જમ્મુ-કાશ્મીરમા હાલ નવા વર્ષની સાથે સુંદર બરફની વર્ષા પણ શરૂ થઈ રહી છે. આ બરફની ચાદર ઓઢીને બેઠેલુ કાશ્મીર પ્રવર્તમાન સમયમા કોઈ વન્ડરલેન્ડમા ફરેવાઈ ચુક્યુ છે. ખુબ જ વધારે પડતી ભારે બરફ વર્ષાના કારણે થોડી મુશ્કેલીઓ અવશ્યપણે થાય છે પરંતુ, કોરોનાની સમસ્યાના કારને ઠપ્પ પડેલી ટુરીઝમ ઈન્ડ્સ્ટ્રીને તેને ખુબ જ વધારે પડતો ફાયદો મળી રહ્યો છે. પ્રવાસીઓના આગમનથી કાશ્મીરની ઘાટીને એક ખરો રોમાંચ મળી રહ્યો છે.

image source

તેવામા હાલ પ્રવર્તમાન સમયમા જ વિવાહ કરનાર યુગલો કોરોનાની સમસ્યાના કારણે બહાર ના જઈ શકવાને લીધે કાશ્મીર પર પોતાની પહેલી પસંદ ઉતારી રહ્યા છે. તે સામાન્ય લોકો હોય કે બોલિવુડ કલાકારો. દરેક વ્યક્તિ શિયાળાની ઠંડીની મજા માણવા માટે કાશ્મીર તરફ દોટ મૂકી રહ્યા છે.

image source

આ જગ્યાએ વેકેશન પર આવનારા લોકો મોટાભાગના યંગ હનીમૂન કપલ્સ જ હોય છે. દરેક વ્યક્તિ કાશ્મીરના લોકોની મહેમાન નવાઝીથી એકદમ ખુશ છે. તેમા વળી છેલ્લા અમુક દિવસથી બરફ પડવાને લીધે કાશ્મીરની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે, જેને જોઈને લોકો બહાર જવાનુ ભૂલી જાય તેમ છે.

image source

કાશ્મીરમા એવી અનેકવિધ જગ્યાઓ છે, જ્યા યુગલો એકબીજા સાથે સમય પસાર કરી શકે છે. તેમા સૌથી પહેલા નબંરે ગુલમાર્ગ આવે છે અને ત્યારબાદ શ્રીનગરનુ ડાલ સરોવર આવે છે. આ સિવાય પણ આજુબાજુની એવી ઘણી ઓફબીટ જગ્યાઓ છે કે, જ્યા તમે કાશ્મીરની સુંદરતાની ભરપૂર મજા માણી શકો છો.

image source

આ સિવાય હનીમૂન કપલ્સની સાથે અમુક એવા લોકો પણ છે કે, જે લોકો પોતાના લગ્ન પહેલાનુ પ્રિ-વેડિંગ શૂટ અહી કરાવવા માટે આવ્યા છે. આ સિવાય કોવિડ-૧૯ ની સમસ્યાના કારણે છેલ્લા ૮-૧૦ મહિનાથી પોતપોતાના ઘરમા રહેવાને કારણે લોકો પરિવાર સાથે પણ કાશ્મીરની મજા માણવા આવી રહ્યા છે.

image source

જે લોકો આવનાર વર્ષમા એક ફેમિલી ટુરનુ આયોજન કરતા હોય છે એટલે કે, વર્ષ ૨૦૨૦મા કોઈપણ જગ્યાએ ના જઈ શકવાને કારણે વર્ષ ૨૦૨૧ની શરૂઆતમા યુરોપ જેવી જગ્યાએ જવા ઈચ્છતા હશે પરંતુ, તે શક્ય ના હોવાને કારણે લોકો કાશ્મીર અને ઉત્તરાખંડ પર પોતાની પસંદગી ઢોળી રહ્યા છે.

image source

આ કાશ્મીરની મોટાભાગની તમામ હોટેલો કોવિડ-૧૯ ની સમસ્યાના પ્રોટોકોલનો સંપૂર્ણપણે પાલન કરતી જોવા મળે છે. આથી, લોકોએ ટેન્શન લીધા વગર દુનિયાના જન્નતની મજા માણવી જોઈએ. આ જગ્યાનુ સૌન્દર્ય જ એક અલગ છે. જો તમે આ જગ્યાની મુલાકાત ના લીધી હોય અને આવનાર સમયમા તમે હનીમુન માણવા ઈચ્છતા હોવ તો આ જગ્યા ખુબ જ શ્રેષ્ઠ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ