દુ:ખ કોને કહેવાય એ આ બાળકને જોઈને સમજાય જશે

જેલની જ્યારે વાત આવે ત્યારે આપણે સાબરમતી જેલ, તિહાર જેલ કે યરવડા જેલ જેવાં નામ યાદ આવવા લાગે છે. પણ જેલમાં લોકો છે એમની કહાની અને એના બાળકોની કહાની કંઈક હટકે જ હોય છે.

image soucre

કારણ કે તેની હાલત જોઈને કોઈને પણ દયા આવી જાય એવી પરિસ્થિતી છે. થોડાં દિવસ પહેલાં જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક 10 વર્ષનો બાળક ફૂટપાથ પર કૂતરાની સાથે સૂતો હતો. હાલમાં ઈન્ટરનેટનો જમાનો છે એટલે તેનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો અને પછી પોલીસે બાળક વિશે માહિતી એકઠી કરવાનું શરુ કર્યું.

image soucre

પણ આ તપાસમાં એક ખુબ મોટો ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. આ બાળકનું નામ અંકિત છે. તેના પિતા જેલમાં છે. માતા તેને બે વર્ષ પહેલાં છોડીને ક્યાંક ગઈ હતી. અંકિત ફુગ્ગાઓ વેચીને અથવા ચાની દુકાનમાં કામ કરીને જીવન જીવે છે. ત્યારે હાલમાં માતા પિતા વગર તેનો ડોગી ‘ડેની’ એકમાત્ર સહારો અને ટેકો જે ગણો એ એ જ છે. ખુબ જ ઠંડીમાં પોતાના ડોગી ડેનીને ચાદરમાં લઈને ફૂટપાથ પર સુતેલાં આ અંકિતનો ફોટો હાલમાં પ્રકાશની ગતિએ વાયરલ થઈ લહ્યો છે.

image soucre

જ્યારે આ ફોટો સરકારના લોકો પાસે પણ પહોંચ્યો ત્યારે જિલ્લા વહીવટીતંત્રે બાળક વિશેની સત્યતા જાણવા માટે વચન આપ્યું હતું. અને પોલીસે સોમવારે બાળકને શોધી કાઢ્યું હતું. અંકિત દરરોજ રાત્રે શિવ ચોકના ફુટપાથ પર સૂતો હોય છે. જો એની દિનચર્યા વિશે વાત કરીએ તો તે સવારે ઉઠે છે અને કેટલીક વાર ચાની દુકાન પર કપ પ્લેટો સાફ કરે છે તો ક્યારેક ઠંડી રાત્રે ફુગ્ગાઓ અને રમકડાં વેચે છે. આવા બધા કામ કરીને તે પોતાનું અને તેના સાથી કૂતરા ડેનીનું ભરણપોષણ કરે છે. રાત્રે આ બાળક પેવમેન્ટને પોતાનો પલંગ બનાવીને કૂતરા સાથે સુઈ જાય છે. ઘણા દિવસો પહેલા લીધેલ બાળકની આ તસવીર વાયરલ થયા પછી જિલ્લાના એસએસપી અભિષેક યાદવે બાળકને શોધવા માટે પોલીસ ટીમ ગોઠવી હતી અને મિશન પાર પાડ્યું હતું.

image soucre

જેલની વાત આવી ત્યારે હાલમાં કેટલાક સમય પહેલાં એક જેલની ચર્ચા ખુબ જ કરવામાં આવી રહી હતી. આ જેલ એવી છે કે જે રોજ તમને મોતના દર્શન કરાવે. રોજ તમને ત્રાસ મળતો હોય તો? ગમે ત્યારે જેલના કર્મીઓ મારી નાખશે તેવો ડર સતાવતો હોય તો? તમે શું કરો.

image soucre

સૌથી ખતરનાક જેલની ગણતરીમાં આવે છે લા સબાનેટા જેલ જે વેનેઝુએલામાં આવેલી છે.અહીં કેદીઓની સારવાર એકદમ નહીંવત જ થાય છે.કેદીઓને જમવાનું પણ ખૂબ ઓછું આપવામાં આવે છે.કેદીઓને પહેરવા માટે કપડાં પણ આપવામાં નથી આવતા.આ જેલમાં 1994માં ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 108 કેદીઓના મૃત્યું થયા હતા.આ જેલની ક્ષમતા 15 હજાર કેદીઓનો સમાવેશ કરવાની છે તેમ છતા આ જેલમાં 25 હજાર કેદીઓ રાખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ