આ વાયરલ વિડીયોમાં પ્રિયંકા-નીક જોવા મળ્યા બોલ્ડ, અધધધ..લોકોએ જોઇ લીધો આ વિડીયો અને તમે?

પ્રિયંકા – નીકે નવા વર્ષનું સ્વાગત લીપલોક સાથે કર્યું તે પણ સેંકડો ઓડિયન્સની સામે

પ્રિયંકા છેલ્લું આખું અઠવાડિયું ક્રીસ્મસ અને નવાનર્ષના સેલિબ્રેશનના મૂડમાં રહી છે. તેણે પતિ નીક સાથે બરફીલા પહાડોમાં મસ્તી પણ કરી છે તો વળી દરિયા કાંઠે રોમેંટિક સાંજ પણ પસાર કરી છે. પણ 2020ના આગમનની શરૂઆત તેણે અત્યંત રોમેંટિક રીતે કરી છે.

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA | FC (@priyankaonline) on

હાલમાં પ્રિયંકા અને નીક જોનાસનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ નવા વર્ષનું સ્વાગત એકબીજાને લીપ કીસ કરીને કરતા જોઈ શકાય છે. માત્ર નિક અને પ્રિયંકા જ નહીં પણ નીકનો બીજો ભાઈ જો જોનાસ અને હોલીવૂડની જાણીતી અભિનેત્રી સોફી ટર્નરે પણ એકબીજાને આવા જ રોમેંટિક અંદાજમાં હેપી ન્યૂ યર કહ્યું હતું.

પ્રિયંકા નિકનો આ વિડિયો તેમજ ફોટોઝ તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે અને તેઓ તેમને રિએક્શન પણ આપી રહ્યા છે. આ વિડિયોમાં પ્રિયંકાએ બેકલેસ પિંક મેક્સી પહેરી છે જ્યારે નિક જેનાસ બ્લેક બ્લેઝરમાં હેન્ડસમ લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA | FC (@priyankaonline) on

આ ઉપરાંત પણ નવા વર્ષના સેલિબ્રેશનની ઘણી બધી તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં જોનાસ બ્રધર્સ અને તેમની પત્નીઓ હાથમા શેમ્પેઇનના ગ્લાસ લઈને એકબીજાને ચીયર્સ કરી રહ્યા છે. અને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે.

તો બીજી એક તસ્વીરમાં પ્રિયંકા હોલીવૂડ એક્ટ્રેસ સોફી ટર્નર અને જો જોનાસની પત્ની એટલે કે પોતાની જેઠાણીને નવા વર્ષની શુભકામનાઓ આપતી ભેટી રહી છે.

વાસ્તવમાં આ વિડિયો તેમજ તસ્વીરો જોનાસ બ્રધર્સની લાઇવ કોન્સર્ટ દરમિયાન લેવામાં આવી હતી. આ કોન્સર્ટ અમેરિકાના ફ્લોરિડામાં આયોજિત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA | FC (@priyankaonline) on

પ્રિયંકાના પ્રોજેક્ટની વાત કરીએ તો તેણી છેલ્લે ધ સ્કાઇ ઇઝ પિંકમાં જોવા મળી હતી. તેની સાથે તેમાં ફરહાન અખ્તર તેમજ ઝાયરા વસિમ પણ હતા. આ ફિલ્મમાં પ્રિયંકા બોલીવૂડમાં ત્રણ વર્ષ બાદ જોવા મળી હતી. ત્યાર બાદ તેણીએ ફ્રોઝન 2ના હીન્દી વર્ઝનમાં બહને પરિણિતી ચોપરા સાથે ડબીંગ પણ કર્યુ હતું. હાલ તેણી નેટફ્લિક્સની બે ફિલ્મો કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ