ફિલ્મોના પાત્રમાં કંઇક આવી એક્ટિંગ કરીને ફેમસ થઇ ગઇ આ અભિનેત્રીઓ, જેમાં 3 નંબરની તસવીર જોશો તો વારંવાર થશે જોવાનું મન

આમ તો બોલીવુડમાં એક થી એક ચડિયાતી મહિલા કેન્દ્રિત ફિલ્મો બની રહી છે. આજકાલ તો આવી ફિલ્મોનો તો જાણે ટ્રેન્ડ જ શરૂ થઈ ગયો હોય.

image source

એક સમય એવો પણ હતો જયારે મહિલા કેન્દ્રિત ફિલ્મોને વધારે દર્શકો મળતા ના હતા. પરંતુ સમય હવે બદલાઈ ગયો છે.

બોલીવુડની મહિલા કેન્દ્રિત ફિલ્મ ના ફક્ત ક્રિટિક્સની તારીફ મેળવી રહી છે પણ ભરપૂર દર્શકો પણ મેળવી રહી છે. આ દિવસોમાં સૌથી વધુ ચર્ચામાં છે દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ ‘છપાક’.

image source

આ ફિલ્મમાં દીપિકા એક એસિડ એટેક સર્વાઇવરનું પાત્ર ભજવી રહી છે જેની લડાઈએ દેશને હલાવીને રાખી દીધો છે.

બોલીવુડની કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમણે ફિલ્મમાં ખૂબ સુંદર અભિનય કરીને ફિલ્મ અને તેમના પાત્રને યાદગાર બનાવી દીધી છે. આ લિસ્ટમાં શ્રીદેવી થી લઈને આલિયા ભટ્ટ સુધીની ઘણી અભિનેત્રીઓના નામ સામેલ કરાયાં છે. જે હવે અમે આપને જણાવીશું.

-શ્રીદેવી:

image source

અભિનેત્રી શ્રીદેવી ભલે આ દુનિયાને અલવિદા કહી દીધું છે પણ બૉલીવુડ ફિલ્મોમાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય એવું નથી. શ્રીદેવીએ લગ્ન પછી ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. પરંતુ જ્યારે તે વર્ષો પછી પાછી ફરી તો તેમણે તેમની કમબેક ફિલ્મને યાદગાર બનાવી દીધી હતી.

image source

શ્રીદેવીએ ગૌરી શિંદેના નિર્દેશનમાં બનેલી ‘ઈંગ્લીશ વીંગ્લીશ’ થી કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં શ્રીદેવીએ હાઉસવાઈફ ‘શશિ’ નું પાત્ર નિભાવ્યું હતું. ‘શશિ’ને જોયા પછી આપ તેને ક્યારેય ભૂલી શકશો નહિ.

-અનુષ્કા શર્મા:

image source

આમ તો અનુષ્કા શર્માએ ઘણી બધી ફિલ્મોમાં સારું કામ કર્યું છે. પરંતુ ‘એન એચ ૧૦’માં અનુષ્કાએ જે કર્યું છે તેનાથી તેનું કરિયર એક અલગ જ આયામ પર પહોંચી ગયું છે. આ ફિલ્મમાં અનુષ્કાએ એક સશક્ત મહિલાનું પાત્ર નિભાવ્યું હતું.

જે એકલી જ પોતાના દમ પર હેવાનો સાથે લડીલે છે અને તેમને ખતમ કરીને જ માને છે. આ અનુષ્કાનું સૌથી યાદગાર પાત્ર છે.

-વિદ્યા બાલન:

image source

વિદ્યા બાલનને બોલીવુડમાં મહિલા સશક્તિકરણની મિસાલ માનવામાં આવે છે. વિદ્યા બાલને ઘણી સક્સેસફુલ મહિલા કેન્દ્રિત ફિલ્મો આપી છે. પણ ફિલ્મ ‘કહાની’માં વિદ્યાનો રોલ સૌથી યાદગાર માની શકાય છે.

આ ફિલ્મમાં વિદ્યાએ એક પ્રેગ્નેન્ટ મહિલાનું પાત્ર નિભાવ્યું હતું. જે પોતાના ખોવાયેલા પતિને શોધવા માટે ભટકતી રહે છે. આ મહિલા અંતમાં જે કરે છે તે દર્શકોને વિચારવા માટે મજબૂર કરી દે છે.

-કંગના રનૌત:

image source

અભિનેત્રી કંગના રનૌતએ તો પોતાના દમ પર જ ઇન્ડસ્ટ્રીમાં અલગ અને મજબૂત ઓળખ બનાવી છે. ફિલ્મ ‘કવીન્’માં કંગનાએ એવી કમાલ કરી દીધી કે દર્શકો થી લઈને બોલીવુડના મોટા મોટા સિતારાઓ સુધી દરેકે કંગનાના વખાણ કર્યા હતા.

image source

આ ફિલ્મ કંગનાના કરિયર માટે એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. આ કિરદારને કંગનાનો સૌથી યાદગાર કિરદાર માનવામાં આવે છે.

-નર્ગીસ:

image source

બોલિવુડનું ફિલ્મોના સૌથી દમદાર કિરદારોની વાત થઈ રહી હોય અને ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં અભિનેત્રી નર્ગીસ દ્વારા નિભાવવામાં આવેલ માનો રોલનો ઉલ્લેખ ના થાય તો વાત પુરી નથી થઈ શકતી. આ ફિલ્મમાં એક પત્ની, એક પુત્રી અને એક માંના રોલમાં અભિનેત્રી નર્ગીસે એવું કામ કરી બતાવ્યું કે જેને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી.

-આલિયા ભટ્ટ:

ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી આલિયા ભટ્ટે થોડાક જ વર્ષોમાં સુપરસ્ટારનું ટેગ એમ નેમ જ પ્રાપ્ત નથી કર્યું.

image source

પોતાના કરિયરમાં તેણે ખૂબ જ શાનદાર કામ કર્યું છે પણ ફિલ્મ ‘રાઝી’માં આલિયા ભટ્ટ દ્વારા નિભાવવામાં આવેલ મહિલા જાસૂસનું પાત્ર આલિયાના કરીયરનો બેસ્ટ રોલ માનવામાં આવે છે. આ કિરદાર નિભાવીને આલિયા ભટ્ટે દર્શકોના દિલમાં વસી ગઈ છે.

– પ્રિયંકા ચોપડા:

image source

અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. તેમણે પોતાના કરિયરમાં અઢળક ફિલ્મો કરી છે. પરંતુ ફિલ્મ ‘બર્ફી’માં પ્રિયંકા ચોપડાનો રોલ કોઈ ભૂલી શકે એમ નથી. આ ફિલ્મમાં પ્રિયંકાએ એક સ્પેશિયલ બાળકી ‘ઝીલમિલ’નો રોલ નિભાવ્યો હતો.

આ રોલ નિભાવવા માટે પોતાની બધી મહેનત લગાવી દીધી હતી. આ સિવાય ફિલ્મ ‘મેરી કોમ’માં મેરીની ભૂમિકા નિભાવીને આ ફિલ્મને પણ યાદગાર બનાવી દીધી હતી.

image source

જો કે બૉલીવુડ ફિલ્મોમાં આવા કિરદારોની લિસ્ટ ખૂબ જ લાંબી છે. આ સિવાય પણ બોલીવુડમાં ઘણી બધી એવી અભિનેત્રી છે જેમણે આવા જ યાદગાર કિરદારો નિભાવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ