ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં પ્રિયંકા-નીક સહિત અનેક સેલેબ્સ જોવા મળ્યા કલરફુલ વસ્ત્રોમાં,PICS

અંબાણીએ આપી ભવ્ય હોળી પાર્ટી – પ્રિયંકા લઈને આવી નીક જોનાસને – જુઓ અંબાણી હોળી પાર્ટીની ભવ્યતા

પ્રિયંકા ચોપરા નિક જોનાસ આપણને અવારનવાર કપલ વચ્ચેના બોન્ડીંગને વધારવા માટે કોઈ નહીને કોઈ નુસખા પોતાની પોસ્ટ તેમજ વિડિયોઝ દ્વારા દર્શાવતા રહે છે. હાલ પ્રિયંકા અને નિકની હોળીની ઉજવણીની કેટલીક તસ્વીરો તેમજ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

image source

અંબાણી ગ્રન્ડ પાર્ટીઓ યોજવા માટે સમગ્ર બોલીવૂડ તેમજ ભારતમાં જાણીતા છે. તેઓ ગણેશોત્સવની પણ ભવ્ય ઉજવણી કરે છે અને આ વખતે તેમણે ભવ્ય હોળી પાર્ટી પણ પોતાના મિત્રોને આપી છે જેમાં બોલીવૂડની જાણીતી સેલેબ્રીટીઝ પણ જોવા મળી હતી.

image source

આંતરરાષ્ટ્રિય કપલ એવા પ્રિયંકા-નીકે પણ યુ.એસથી આવીને આ પાર્ટીમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટ માટે પ્રિયંકા અને નિકે ભારતીય પરંપરાગત વસ્ત્રો પહેરવાનું પસંદ કર્યુ હતું. પ્રિયંકા સુંદર ઓફ વ્હાઇટ એમ્બ્રોઇડરીવાળી મલ્ટીકલરની અંબ્રેલા કૂર્તિમાં જોવા મળી હતી. તેણીએ સ્ટ્રેપી હીલ્સ પહેરી હતી તો નીકે પણ સુંદર કુર્તા પાયજમા પહેર્યા હતા અને તેના કૂર્તાની બોર્ડર પર પણ નિયોન એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by NP LEGACY (@nplegacy1) on

હવે આ હોળી પાર્ટીની વિડિયોઝ અને તસ્વીરોની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે આપણું આ આંતરરાષ્ટ્રિય કપલના શરીર લગભગ બધા જ રંગોથી ઢંકાઈ ગયા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ હોળી પાર્ટીની તસ્વીરો પ્રિયંકાએ નહીં પણ નિકજોનાસે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી અને તેના કેપ્શનમાં તેણે કંઈક આમ લખ્યું હતું, ‘મારી પ્રથમ હોળી! (પાંચ દિવસ વહેલી) મારા બીજા ઘર એવા ભારતમાં મેં ખુબ જ અદ્બુત લોકો સાથે ખૂબ બધી મસ્તી કરી.’

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

નિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસ્વીરો અને એક વિડિયો શેર કરી છે. જેમાંથી પહેલી તસ્વીરમાં પ્રિયંકા તેને ભેટી રહી છે જ્યારે બીજી તસ્વીરમાં નિક પ્રિયંકા અને કેટરીના ખુશખુશહાલ મૂડમાં જોઈ શકાય છે. જ્યારે ત્રીજી વિડિયોમાં નિક પાર્ટીનો નઝારો બતાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

She makes me smile a lot. #holi

A post shared by Nick Jonas (@nickjonas) on

ઇન્સ્ટાગ્રામના બીજા અકાઉન્ટ પરથી કેટલીક વિડિયો શેર કરવામાં આવી છે જેમાં પ્રિયંકા મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકા મેહતા અંબાણી પર પીચકારીથી પાણી નાખી રહી છે. તો બીજી કેટલીક વિડિયોમાં પાર્ટીની ઝલક બતાવવામાં આવી છે. જેમાં ગેસ્ટ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે બેકગ્રાઉન્ડમાં ડી જે વાગી રહ્યું છે અને સાથે સાથે ઢોલી પણ ભાંગડા વગાડી રહ્યા છે. પાર્ટીમાં એક મોટો સ્વિમિંગ પૂલ પણ મૂકવામાં આવ્યો છે જે તમે આ વિડિયોમાં જોઈ શકો છો.

આજ પેજ પર એટલે કે NP Legacy ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બીજી પણ ઘણી બધી વિડિયો શેર કરવામાં આવી છે જેમાં તમે પ્રિયંકાને ટ્રેમ્પોલીન પર જંપ કરતા જોઈ શકો છો. આ ઉપરાંત તેમની પાર્ટીમાં પ્રવેશતી વિડિયો પણ તમે જોઈ શકો છો.

image source

આ પાર્ટીમાં કેટરિના ઉપરાંત વિકી કૌશલ, હુમા કુરેશી, જેક્લીન ફર્નાન્ડીઝ અને અન્ય જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. આ પાર્ટીમાં સૌથી વધારે મજા કોઈએ કરી હોય તો તે હતા નિક અને પ્રિયંકા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ