સુપર બોલ્ડ અવતારમાં મુંબઇના રસ્તા પર જોવા મળી કરિના અને મલાઇકા, તસવીરો જોઇને થઇ જશો પાણી-પાણી

રસ્તા પર હોટનેસની હદો પાર કરતી કરીના કપૂર અને મલાઈકા અરોરા – જુઓ તસ્વીરો

કરીના કપૂર ખાન છેલ્લા વિસ કરતાં પણ વધારે વર્ષોથી બોલીવૂડ પર જાણે રાજ કરી રહી છે. તેની સુંદરતામાં દીવસેને દીવસે વધારો જ થતો જઈ રહ્યો છે તો બોલીવૂડની આઇટમ ક્વીન અને કરીના કપૂરની ખાસ મિત્ર એવી મલાઈકા અરોરા પણ ફિલ્મોમાં નિષ્ફળ જવા છતાં પોતાના હોટ અંદાજ માટે અવારનવાર લાઇમલાઇટમાં આવતી રહે છે.

image source

તાજેતરમાં આ બન્નેની કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેમા તે બન્ને અત્યંત હોટ લાગી રહી છે. જો કે આ કોઈ ફોટો શૂટ નથી પણ તેઓ કેઝ્યુઅલી રસ્તા પર ચાલી રહી છે. અને તે દરમિયાન તેમની તસ્વીર લેવામાં આવી છે.

image source

મલાઈકા અરોરાની વાત કરીએ તો તેણીએ સ્લિમ ફીટ લાઇટ બ્લૂ રિપ્ડ જીન્સ પહેર્યું હતું અને સાથે તેણે લો નેક સ્લિવલેસ બાટીક ટી શર્ટ પહેર્યુ હતું. માલાઈકાનો આ લૂક કોઈ પણ યુવતિને પહેલી જ નજરમાં ગમી જાય તેવો હતો. મલાઈકાએ પોતાના આ લૂકને વધારે આકર્ષક બનાવવા માટે તેમીએ નિયોન ગ્રીન પેપ્સ હિલ પહેરી હતી.

image source

મલાઈકાના હેર-મેકઅપની વાત કરીએ તો તેણે પોતાના વાલને ઉંચા બાંધ્યા હતા અને બ્લેક બીગ સનગ્લાસીસથી પોતાની આંખોને તડકાથી બચાવી હતી. મેકઅપ તેણીએ ખૂબ જ હળવો રાખ્યો હતો.

image source

કરીના કપૂર ખાન ઘણા દિવસો બાદ હોટ અંદાજમાં જોવા મળી છે. આમ તો તેણીનો લૂક સાવજ કેઝ્યુઅલ છે પણ તેનીનું બ્લેક લોનેક ટોપ તેણીના આ લૂકને અત્યંત હોટ બનાવે છે. તેણે એક બેગી જીન્સ પહેર્યું છે જેની સાઇડ પર જીનવ્સના લેબલનો લોગો પ્રિન્ટ થયેલો પણ તમે જોઈ શકો છો. બેગી જીન્સના કારણે અને લો નેક બ્લેક સ્ટ્રેપ ટોપના કારણે તેણી હોટ અને કૂલ બન્ને એક સાથે લાગી રહી છે.

image source

કરિનાની એસેસરીઝની વાત કરીએ તો તેણીએ બ્લેક ટોપને મેચ થતી બ્લેક હેન્ડબેગ સાથે રાખી છે અને નેટવાળી બ્લેક હીલ્સ તેણીએ પહેરી છે. તેણીને થોડા સમય પહેલાં જ શોર્ટ હેર કરાવ્યા છે જે આ લૂક સાથે પર્ફેક્ટ બંધ બેસે છે. અને તેણે હંમેશની જેમ મેકઅપને ન્યૂડ રાખ્યો છે.

image source

થોડા સમય પહેલાં કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પૂમાની એસેસરીઝ તેમજ મર્ચેન્ડાઇઝમાં કેટલીક તસ્વીરો શેર કરી હતી. જે પણ લોકોને ખૂબ પસંદ આવી હતી.

image source

આમ આ બન્ને બહેન પણીઓએ ઉનાળો બેસે તે પહેલાં જ પોતાના હોટ લૂકથી મુંબઈનો પારો હાઈ કરી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ