ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં પ્રિયંકા-નીક સહિત અનેક સેલેબ્સ જોવા મળ્યા કલરફુલ વસ્ત્રોમાં,PICS

ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં – શ્લોકા મેહતા અંબાણી સહીત પ્રિયંકા – નિક – કેટરીના જોવા મળ્યા કલરફૂલ વસ્ત્રોમાં – જુઓ તસ્વીરો, આવનારા હોળીના તહેવારમાં બધાથી વિશેષ દેખાવા ફોલો કરો અંબાણી ગર્લ્સનો આ હોલીલૂક

image source

એશિયાના સૌથી મોટા બિઝનેસ ટાઇકન મુકેશ અંબાણીની એકની એક દીકરી ઇશા અંબાણી પિરામલે આભી ભવ્ય હોળી પાર્ટી. તેણીએ આ પ્રટી પોતાના વર્લી ખાતે આવેલા કરુણા સિદ્ધુ ઘર ખાતે આયોજીત કરી હતી. પાર્ટીમાં આવ્યા નજીકના મિત્રો અને બોલીવૂડની જાણીતી હસ્તીઓ જેવાં કે નિક જોનાસ, પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ, વિકિ કૌશલ, રાજકુમાર રાઓ, જેકલીન ફર્નાન્ડીઝ, હુમા કુરેશી, ડાયના પેન્ટિ વિગેરેનો સમાવેશ થાય છે. ઇશા અંબાણી પોતાની હોળી પાર્ટી દરમિયાન ખૂબ જ ઉત્સાહિત જોવા મળી હતી.

હોળી પાર્ટીનો ડ્રેસકોડ કંઈ આવો કલરફૂલ હતો

image source

ઇશા અંબાણી પિરામલ

ઇશાએ પોતાની હોળી પાર્ટીના ડ્રેસનું થીમ કલરફૂલ રાખ્યું હતું. થીમ હેતું વ્હાઇટ બેઝ પર કલરફૂલ પ્રિન્ટનું. તેણીએ પણ પોતાના આ થિમને ફોલો કર્યું હતું. તેણીએ સુંદર લોંગ વ્હાઇટ બેસવાળી મેક્સિ પહેરી હતી. જેના પર પિંક એન્ડ યેલો રંગનું બાટીક વર્ક કરવામાં આવ્યું હતું.

image source

તેના હેર એન્ડે મેકઅપની વાત કરીએ તો તેણીએ પોતાના વાળને હાફ ટાઇ કર્યા હતાં અને મેકઅપ કાયમની જેમ બીલકુલ લાઈટ હતો. તેણી આ લૂકમાં બિલકૂલ બબલી લાગતી હતી.

શ્લોકા મેહતા અંબાણી

તો તેની ભાભી શ્લોકા મેહતા અંબાણીની વાત કરીએ તો તેણીએ કેઝ્યુઅલ લૂક પસંદ કર્યો હતો. શ્લોકાએ ક્રોપટોપ અને પેટન્સ પહેર્યા હતા. જેને બેઝ વ્હાઇટ હતો પણ તેના પર સ્પેક્ટ્રમ રંગોથી એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી જે હોલી પાર્ટી માટે એક આઇડીયલ ડ્રેસ કહરી શકાય.

image source

તેણીએ આ લૂક સાથે અનુરુપ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણીની એસેસરીઝની વાત કરીએ તો તેણીએ ઓપન ટો સેન્ડલ્સ પહેર્યા હતા. આ વખતે શ્લોકાએ મેકઅપ ફ્રી રેહવાનું નક્કી કર્યું હતું.

નીતા અંબાણી

image source

નીતા બાણીની વાત કરીએ તો તેમણે થીમથી હટકે ટ્રેડીશ્નલ ઇન્ડિયન આઉટફીટ પસંદ કર્યું હતું. તેમણે બ્રાઉન રંગ પસંદ કર્યો હતો. તો વળી નીતા અંબાણીનો મોટો દીકરો આકાશ અંબાણી બાટીક પ્રિન્ટ ટીશર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો.

પ્રિયંકા – નિક

image source

નિક જોનાસ એટલે કે પ્રિયંકાના પતિની આ પહેલી હોળી હતી જે તેણે ખૂબ જ મસ્તી સાથે એન્જોય કરી હતી. આ કપલે એકબીજાને મેચ કરતાં ઇન્ડિયન આઉટફીટ પહેર્યા હતા. પ્રિયંકા સુંદર ઓફ વ્હાઇટ એમ્બ્રોઇડરીવાળી મલ્ટીકલરની અંબ્રેલા કૂર્તિમાં જોવા મળી હતી. તેણીએ સ્ટ્રેપી હીલ્સ પહેરી હતી તો નીકે પણ સુંદર કુર્તા પાયજમા પહેર્યા હતા અને તેના કૂર્તાની બોર્ડર પર પણ નિયોન એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી.

કેટરીના કૈફ

image source

આ પાર્ટીમાં કેટરીના કૈફ પણ સુંદર વ્હાઇટ વસ્ત્રોમાં જોવા મળી હતી. તેણીએ વ્હાઇટ ચણિયાચોળી પહેર્યા હતા. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને હોળી પાર્ટી માટે ઘણી ઉત્સાહી પણ લાગી રહી હતી.

જેકલીન ફર્નાન્ડીઝ

image source

જેકલીન ફર્નાન્ડીઝ પણ ફ્લોરલ અમ્બ્રેલા સ્કર્ટ અને ટોપમાં જોવા મળી હતી. તેણીનો આ લૂક ખૂબ જ આકર્ષક હતો. જેકલીન ઉપરાંત અરમાન જૈન પણ પોતાની પત્ની અનિસા મલ્હોત્રાએ પણ હાજરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ