પ્રિયંકાના ફેન્સ માટે ખુશખબર, જાણો કયા મામલે શાહરુખ-સલમાન કરતા નિકળી ગઇ આગળ…

આજે બોલીવુડની દેશી ગર્લ એટલે કે પ્રિંયકા ચોપરા જોનાસ. જે હવે દુનિયામાં સૌથી વધુ સર્ચ થનારી ભારતીય સેલિબ્રિટી બની ગઈ છે.

image source

બૉલીવુડ થી હોલીવુડ સુધી પોતાનો જલવા વિખેરવા વાળી ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જોનાસને ચાહવા વાળા ફક્ત ભારતમાં જ નહીં, પણ વિદેશોમાં પણ કરોડો ફેન્સ છે. તાજેતરમાં થયેલ એક સર્વેમાં એ વાત સામે આવી છે કે પ્રિયંકા દુનિયાભરમાં સૌથી વધુ સર્ચ કરાયેલ ભારતીય સેલિબ્રિટી બની ગઈ છે.

image source

આ નાયાબ બુલંદીને પ્રાપ્ત કરવા માટે પ્રિયંકાએ બોલીવુડના નામી સિતારાઓ શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન સુધી બધાને પાછળ છોડી દીધા છે. તાજેતરના એક સર્વે મુજબ બોલીવુડની દેશીંગર્લને ઓક્ટોબર, ૨૦૧૯ માં ૨.૭૪ મિલિયન વખત ઓનલાઈન સર્ચ કરવામાં આવી છે. આ લિસ્ટમાં પ્રિયંકા પછી સલમાન ખાનનું નામ સામેલ છે.

image source

સેમરુષે હાલમાં જ એક સર્વે કર્યો છે, જેમાં એ વાત સામે આવી છે કે કઈ ભારતીય અભિનેત્રીએ દુનિયાભરના લોકો પર સૌથી વધુ પ્રભાવ પડ્યો છે. આ સર્વેમાં પ્રિયંકા ચોપરા જોનાસનું નામ સૌથી ઉપર છે. આ સર્વે ઓક્ટોબર, ૨૦૧૮ થી ઓક્ટોબર, ૨૦૧૯ સુધીનો છે.

image source

વર્ષ ૨૦૧૯માં પ્રિયંકાને ૨.૭૪ મિલિયન વખત સર્ચ કરાઈ હતી. આ સર્વેમાં એક વાતનો ખુલાસો કરાયો છે કે પ્રિયંકાને દર મહિને ૪.૨ મિલિયન લોકો સર્ચ કરે છે.

image source

આ લિસ્ટમાં અન્ય બૉલીવુડ સિતારાઓ પણ સામેલ છે. તો જાણીએ ક્યાં સ્થાન પર ક્યાં સિતારા સામેલ છે. સલમાન ખાન, શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનને પણ પાછળ રાખીને પ્રિયંકા ચોપરા જોનાસ મોખરાનું સ્થાન ધરાવે છે.

image source

પ્રિયંકા પછી દીપિકા પાદુકોણ બીજું સ્થાન અને સની લિયોની ત્રીજું સ્થાન ધરાવે છે. આ લિસ્ટમાં સદીના મહાનાયક એવાં અમિતાભ બચ્ચન સાતમું સ્થાન ધરાવે છે. આ લિસ્ટમાં ભારતીય અભિનેતાઓમાં સલમાન ખાન મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યાર બાદ અમરીશ પુરી અને શાહરૂખ ખાન સ્થાન ધરાવે છે.

image source

પ્રિયંકા ચોપરા જોનાસના વર્તમાન કામની વાત કરીએ તો હાલમાં જ તે ધ સ્કાય ઇઝ પિંકમાં ફરહાન અખ્તર સાથે જોવા મળી હતી. પ્રિયંકા જલ્દી જ હવે અભિનેતા રાજકુમાર રાવ સાથે નેટફિલક્ષ સિરીઝમાં જોવા મળશે.

આ ફિલ્મ અરવિંદ અડીગાની ‘ મેન બુકર પુરસ્કાર વિજેતા’ ઉપન્યાસ ‘ધ વ્હાઇટ ટાઇગર’ પર આધારિત છે. વ્હાઇટ ટાઇગર ફિલ્મનું નિર્દેશન રામિન બહરાની કરી રહ્યા છે. આ સિવાય પ્રિયંકા નેટફ્લિક્સની સુપર હીરો ફિલ્મ ‘વી કેન બી હીરોઝ’ માં પણ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ