આ લેડી સિંગર બરફમાં સ્નાન કર્યા પછી પી જાય છે યુરિન, પુરાવા તરીકે જોઇ લો VIDEO…

અમેરિકન ૬૧ વર્ષિય ફેમસ સિંગરે રાતે ૩ વાગ્યે કર્યું કંઈક એવું કે તેને જાણીને તમે પણ કહી બેસશો. Omg! અમેરિકન સિંગર રાતે ૩ વાગ્યે પીએ છે પોતાનું જ યુરિન, કારણ જાણીને તમને પણ વિશ્વાસ નહીં આવે…

મેડોના, આ અમેરિકન ૬૧ વર્ષની ખૂબસૂરત સિંગર પોતાનું પેશાબ પીવે છે અને વધુ નવાઈની વાત તો એ છે કે તે શરીર પડના ઘાને મટાડવા માટે સવારે 3 વાગ્યે ઊઠીને બરફના ઠંડા પાણીમાં ડૂબકી લે છે. થોડા સમય પહેલાં એક વીડિયો મૂકીને તેણે તેના ફેન્સને ચોંકાવી મૂક્યા હતા.

image source

તમે એવા લોકો વિશે પણ જાણવું જ જોઇએ કે જેઓ કડકડતી ઠંડીમાં પણ બરફવાળા પાણીમાં સ્નાન કરે છે અને શિયાળા દરમિયાન ગરમ કપડાં પણ પહેરતા નથી. ઉપરાંત, તમે એવું પણ સાંભળ્યું જ હશે કે કેટલાક લોકો એવું પણ જાહેરમાં કહેતા હોય છે કે તમારે પોતાનું પેશાબ પીવું જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે! આ બંને બાબતોને એક સાથે લઈને એક એવી સેલિબ્રિટી આવી છે જેને અમેરિકન પીપલ્સ ખૂબ જ પસંદ કરે છે. આ એક ફેમસ સિંગર છે, જે કહે છે એક બરફના પાણીથી નહાવાથી ઘા અને ઉઝરડા મટી જાય છે અને વહેલી સવારે પોતાનું પેશાબ પીવાથી નિરોગી રહેવાય છે.

અમેરિકન સિંગરે એક માન્યતાને સાબિત કરવા કર્યું કંઈક એવું કે લોકો કહી ઊઠ્યા, omg!

image source

અમેરિકન ગાયક – ગીતકાર મેડોના, જેને પોપ ક્વિન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે થોડા સમય પહેલાં એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે બરફ નાખેલા ટબમાં બેસીને નહાય છે અને ત્યાર બાદ તે પોતાનું જ યુરિન એક સફેદ કલરના મગમાં લઈને પીએ છે. તે આ બધું વહેલી સવારે ૩ વાગ્યે જાગીને કરે છે. તેવું એનું કહેવું છે. તે કહે છે કે આ બંને રીત પોતાના તંદુરસ્ત જીવનશૈલી માટે કરી છે.

અરે વાહ, તો પછી શું કદાચ એજ તેના ૬૧ વર્ષે પણ જળવાઈ રહેલ સારા સ્વાસ્થ્યનું અને સુંદરતાનું રહસ્ય છે, એમ માની શકાય ખરું?

મશહૂર સિંગર મેડોનાએ એક વીડિયો શેર કર્યો અને બની ગઈ ચર્ચાનો વિષય…

image source

મેડોનાએ તાજેતરમાં જ તેના પ્રશંસકો સમક્ષ એક ખાસ ખુલાસો કર્યો હતો કે તે સવારે 3 વાગ્યે બરફથી સ્નાન કરે છે અને ત્યાર બાદ એક કપ જેટલો પોતાનો પેશાબનો પીવે છે. તે તેણીના કેટલાક અસામાન્ય પોસ્ટ પૈકીનું જ એક છે, જે તેના ચાહકો માટે બહુ આશ્ચર્યની વાત ન પણ હોઈ શકે, કારણ કે તે કંઈનું કંઈ રોજિંદી રીતે અનયુઝઅલ પોસ્ટ મૂકે છે. આ વખતે તેણીએ તેના ચાહકોને માટે તે શું કરે છે એવું બતાવવા માટે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિડિઓ શેર કર્યો છે.

વીડિયોમાં તે આઈસ – બાથ ચેલ્લેજ શરૂ કરવાનું કહે છે…

મેડોના, જે ૬૧ વર્ષના છે, હાલમાં મેડમ એક્સની ટૂર પર છે. તેણીએ તેના ૩ એએમના સમયે માનવામાં આવતી ધાર્મિક વિધિના દસ્તાવેજીકરણ મુજબ, તેણીએ લખ્યું, “શું આપણે બરફના સ્નાન પડકારથી શરૂઆત કરીશું? ૪૧ ડિગ્રી છે હાલમાં. આ શરીરની ઇજાઓની સારવાર માટે શ્રેષ્ઠ છે.”

શરીરની ઇજાઓ બતાવે છે, મેડોના તેના વીડિયોમાં…

image source

મેડોનાએ વીડિયોમાં તેના જમણી બાજુના હાથના બાવડા પર પડેલ એક ગોળ ઉઝરડો દેખાડ્યો હતો અને તેના ડાબી બાજુ બીજો એક એવું જ નિશાન છે તે પણ બતાવ્યું હતું, જે તેણે વિડિઓમાં ચાહકોને સ્પસ્ટ રીતે દેખાય તેમ બતાવ્યો હતો. તેણીએ એક મિનિટ માટે બરફવાળા ઠંડા પાણીની અંદર ડૂબકી લીધી અને તેમાંથી બહાર નીકળતી વખતે, તેણીએ તેના ઘાના લાલ ત્વચાના રંગમાં તફાવત દર્શાવવા માટે તેણીએ રબરના મોજાં કાઢી લીધા હતા… તે કહે છે કે મોજા એટલા માટે પહેર્યા હતા કે તમે જાણો છો કે તે કેટલી ઠંડી છે.

પર્ફોર્મર અહલામલીક વિલિયમ્સ સાથે તેઓ હોટેલના રૂમના બાથરૂમમાં જે તે વીડિયો બનાવવાની ક્ષણે તેની સાથે હતા તેમને જોઈ શકાય છે. કહે છે, “મચ મચ રિસ્પેક્ટ…”

બરફના સ્નાન બાદ તે પીએ છે, પોતાનું જ યુરિન…

 

View this post on Instagram

 

A post shared by Madonna (@madonna) on

થોડીવારે, એ એક સફેદ કપમાં કંઈ પીળા રંગનું દ્વવ્ય બતાવે છે અને વીડિયોમાં કહે છે કે બરફવાળા પાણીથી સ્નાન કર્યા બાદ પોતાનું જ યુરિન પીવાથી સ્વાસ્થને ખૂબ ફાયદો થાય છે. તે બરફવાળા પાણીથી સ્નાન કરવાની પ્રક્રિયાને ફ્રોઝન બાથ શબ્દથી સમબોધે છે. તેને તેમના ઇસ્ટા પેઈજમાં વીડિયોમાં પણ ફેન્સ તરફથી મળ્યા છે જોરદાર કોમેન્ટ્સ અને રીસપોન્સ…

પેશાબ પીવાની વાત મેડોનાએ પહેલીવાર નથી કરી…

આપને જાણીને નવાઈ લાગશે કે, મેડોનાએ તબીબી સારવાર માટે પેશાબનો ઉપયોગ કરવાની ખાતરી આપી હોય તેવું આ પહેલીવાર નથી બન્યું. અગાઉ ભૂતકાળમાં પણ, તેણે એક રમતવીરના પગની ઇજાને મટાડવા માટે તેના પોતાના પગ પર પેશાબ કર્યો હતો.

image source

“કોઈ ગંભીરતાથી નહીં, ફુવારોમાં ડોકવું ખરેખર સારું છે, તે, રમતવીરના પગ પર ઇજા સામે સારી લડત આપી શકે છે. હું ગંભીર છું, પેશાબ જેવું બીજું કંઈ નથી, તે એન્ટિસેપ્ટિક જેવું છે, તે બધું તમારા શરીરના ઉત્સેચકો સાથે કરવાનું છે.” આવું તેણીએ અગાઉ પણ કહ્યું હતું.

મેડોનાનું આ રાઝ હવે સૌની સામે આવી ગયું…

image source

30 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે કે મેડોના ગાઈ રહી છે, તે ખૂબ સુંદર રીતે નૃત્ય કરે છે, અભિનય કરે છે અને તેની ખૂબસૂરતી અને અદાઓથી સતત લાઇમલાઇટમાં છવાયેલ રહે છે. તેની ૬૧ જેટલી ઉંમર હોવા છતાં, તે ખૂબ યુવાન અને હંમેશા ચૂસ્ત, સ્ફૂર્તિલી અને તંદુરસ્ત દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ