નાસા એ પેશ કર્યુ પાવરફુલ લીથીયમ બેટરીથી સજ્જ આ અદભુત ઈલેક્ટ્રીક વિમાન…

આજકાલ દરેક જગ્યાએ ફરજિયાતપણે પ્રદુષણનો દુષ્પ્રભાવ જોવા અને અનુભવવા મળી રહ્યો છે. જેના કારણે મનુષ્યનું જીવન હાલ બેહાલ છે. સંપૂર્ણ રીતે નહીં તો આંશિક રીતે પરંતુ પ્રદુષણથી માણસ પરેશાન થઈ જ રહ્યો છે જે નિર્વિવાદ બાબત છે.

image source

લગભગ કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં પ્રદુષણ ન પહોંચ્યું હોય. જમીન, આકાશ કે દરિયો પ્રદૂષણનો વિકરાળ પંજો બધે ફરી વળ્યો છે. હા, અલગ-અલગ જગ્યાએ પ્રદૂષણનું સ્તર વધારે ઓછું હોય શકે પણ પ્રદુષણ રહિત વાતાવરણની અપેક્ષા રાખવી લગભગ બેકાર છે.

અને આ માટે આપણે પોતે જ જવાબદાર છીએ. જમીન, હવા અને પાણી જેવા અમૂલ્ય સ્ત્રોતોને માણસે પોતાના સ્વાર્થ ખાતર દૂષિત કરી મુક્યા છે.

image source

પરંતુ આજે અહીં આપણે વાતાવરણમાં પ્રદુષણ ઘટાડવા થયેલા એક પ્રયાસ અંગે વાત કરવાના છીએ. જે આવકારદાયક છે. આ વાત જોડાયેલી છે ઈન્ટરનેશનલ સ્પેસ સંસ્થા નાસાએ કરેલી તાજેતરની શોધખોળ સાથે. તો શું છે તે વાત અને શું છે તેની નવીન શોધ આવો જાણીએ.

image source

જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં સૌથી વધુ પ્રદુષણ ફેલાવનાર યાત્રી વાહન એટલે વિમાન. વિમાન ભલે સરહદો ઉપરથી ઉડીને માણસને એક જ દિવસમાં દુનિયાના એક છેડેથી બીજા છેડે લઈ જઈ શકતું હોય પણ તેનું પરિણામ પર્યાવરણને ભોગવવું પડે છે. યુરોપની પર્યાવરણ એજન્સી EEA ના રિપોર્ટ મુજબ વિમાન પ્રતિ કિલોમીટર એક નાની કારથી 6 ગણું વધુ પ્રદુષણ ઓકે છે.

image source

વિમાનથી ફેલાતા આ પ્રદૂષણને ઓછું કરવા નાસાએ પોતાનું પહેલું ઈલેક્ટ્રીક એરોપ્લેન રજૂ કર્યું છે. લગભગ 20 વર્ષની મહેનત બાદ તૈયાર થયેલ આ વિમાન 4 લોકોની મુસાફરી માટે સક્ષમ છે.

image source

નાસાની આર્મસ્ટ્રોંગ ફ્લાઈંગ રિસર્ચ સેન્ટર નામની પોતાની સ્પેસ એજન્સીએ આ વિમાનનું ટેક્નિકલ પરીક્ષણ કર્યું હતું. સંસ્થાએ વિમાનનું નામ એક્સ-57 મેક્સવેલ રાખવામાં આવ્યું છે. આ વિમાનની ખૂબી એ છે કે તે કાર્બનનું ઉત્સર્જન નથી કરતું જે પર્યાવરણ સુધારવા માટે એક અગત્યની અને આવકારદાયક પહેલ કહી શકાય.

image source

14 ઈલેક્ટ્રીક મોટર વડે ચાલતા આ વિમાનમાં શક્તિશાળી લીથીયમ બેટરીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જો કે આ વિમાનને સામાન્ય ચલણમાં આવતા હજુ થોડી રાહ જોવી પડશે. કારણ કે આ પ્લેન પોતાની પ્રથમ ફ્લાઇટ લગભગ 2020 માં ભરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ