વાત અમેરિકાના એક રાષ્ટ્રપતિની, જેની હત્યાનું રહસ્ય આજે પણ છે અકબંધ

અત્યાર સુધીના ઇતિહાસમાં અમેરિકામાં 45 રાષ્ટ્રપતિઓ બન્યા છે જેમાંથી અમુક રાષ્ટ્રપતિ પોતાનો કાર્યકાળ પૂરો પણ ન કરી શકયા જ્યારે અમુક રાષ્ટ્રપતિની હત્યા કરી દેવામાં આવી હતી.

image source

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક અમેરિકન રાષ્ટ્રપતિ વિશે જણાવવાના છીએ જેની હત્યા કરી દેવામાં આવી હતી પરંતુ તેની હત્યાનું રહસ્ય આજની તારીખે પણ અકબંધ છે.

આ અમેરિકન રાષ્ટ્રપતિનું નામ છે જોન એફ. કેનેડી. વર્ષ 1963 ની 22 મી નવેમ્બરે ટેક્સાસ રાજ્યમાં તેની જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. સમય પસાર થવાની સાથે સાથે તેમની હત્યા અંગે વિવિધ પ્રકારની અફવાઓ અને ખુલાસાઓ સામે આવતા રહ્યા પરંતુ તેમની હત્યા કરવા પાછળનું વાસ્તવિક કારણ ક્યારેય બહાર ન આવ્યું.

image source

જોન એફ. કેનેડીની હત્યા અંગે લી હાર્વિ ઓસવાલ્ડ નામના વ્યક્તિ પર આરોપ મુકવામાં આવ્યો હતો. અમેરિકાની ટોચની તપાસ સંસ્થા એફબીઆઈ, વોરેન કમિશન અને હાઉસ સિલેક્ટ કમિટી ઓન અસેશીએશને પણ લી હાર્વિ ઓસવાલ્ડને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ કેનેડીની હત્યા માટે જવાબદાર ઠેરવ્યો હતો. પરંતુ તેની સામેનો કેસ ચાલે એ પહેલાં જ આરોપ લાગ્યાના બે દિવસ બાદ જેક રુબી નામના વ્યક્તિએ તેની ગોળી મારી હત્યા કરી દીધી.

image source

એ સમયે અમુક લોકો એવું પણ માનતા હતા કે રાષ્ટ્રપતિ કેનેડીની હત્યાના તાર ક્યુબા સાથે જોડાયેલા છે અને લી હાર્વિ ઓસવાલ્ડે ક્યુબાના તે સમયના પ્રધાનમંત્રી ફિદેલ કાસ્ત્રોને ખુશ કરવા જ કેનેડીની હત્યા કરી હતી. જ્યારે અમુક લોકો કેનેડીની હત્યા માટે રશિયાની જાસૂસી સંસ્થાને જવાબદાર માનતા હતા.

image source

બીજી એક રોચક વાત એ હતી કે જે દિવસે કેનેડીની હત્યા થઈ હતી તે સ્થળે અને સમયે ત્યાં ” દ દ બબુશકા લેડી ” તરીકે ઓળખાતી એક મહિલા પણ નજરે પડી હતી. તેના વિશે એવું કહેવાય છે કે જે સમયે રાષ્ટ્રપતિ કેનેડીને ગોળી વાગી ત્યારે આ મહિલાના હાથમાં કેમેરાના આકારની પિસ્તોલ હતી.

image source

જો કે આ મહિલા કોણ હતી ? તે એકલી જ હતી કે તેની સાથે કોઈ અન્ય વ્યક્તિ પણ હતી ? અને વાસ્તવમાં તેના હાથમાં રહેલી વસ્તુ કેમેરો હતી કે પિસ્તોલ એ ક્યારેય જાણી ન શકાયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ