કોરોનાની હુંડી
ચીનના વુહાન શહેર માંથી નીકળીને કોરોના વાયરસે આખી દુનિયામાં ભયનું વાતાવરણ ઉભું કરી દીધું છે. આ કોરોના વાયરસના લીધે અત્યાર સુધીમાં આખી દુનિયાના ૭ હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી દીધો છે. તેમજ કોરોના વાયરસ હવે ભારતમાં ધીરે ધીરે પોતાનો આતંક વધારી રહ્યો છે, આજ સુધી ભારતમાં કોરોના વાયરસના લીધે ૩ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવી દીધા છે.

કોરોના વાયરસ સામે સાવધાનીના ભાગના રૂપમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેટલાક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના લીધે બોલીવુડ સહિત ગુજરાતી કલાકારોને પણ પોતાના કાર્યક્રમો રદ્દ કરવાની ફરજ પડી રહી છે, આવા સમયે જીવલેણ કોરોના વાયરસથી બચાવ માટેના પગલાં લીધા છે. કોરોના વાયરસથી સાવચેતીના પગલાને ગુજરાતી લોક ગાયક કીર્તીદાન ગઢવીએ એક શાનદાર ગીત બનાવ્યું છે.

મળેલ માહિતી મુજબ, વર્ષોપૂર્વે રચવામાં આવેલ નરસિંહ મેહતાની હુંડીની થીમ પર હાલમાં કીર્તીદાન ગઢવીએ ‘કોરોના ઝટ ભાગે’ ગીતની રચના કરીને જીવલેણ કોરોના વાયરસ સામે સાવચેતીની અને લડત આપવાની શિખામણ આપવામાં આવી છે. કીર્તિદાન ગઢવીના આ ગીતના બોલમાં કોરોના વાયરસથી કેવી રીતે બચી શકાય છે? તે માટેના ઉપાયો જણાવ્યા છે.

આપને જણાવીએ કે કોરોના વાયરસના લીધે આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસના કીર્તિદાન ગઢવીને પોતાના સુનિશ્ચિત પ્રોગ્રામ્સને રદ્દ કરી દેવાની ફરજ પડી છે. આવા સમયે કીર્તિદાન ગઢવીએ કોરોના વાયરસની ગંભીરતાને સમજતા લોકો સામે પોતાના એક આગવા અંદાજમાં ‘કોરોનાની હુંડી’ રૂપમાં એક જોરદાર ગીતની પ્રસ્તુત કર્યું છે.
કીર્તિદાન ગઢવી પોતે પણ આ ગીત દ્વારા દરેક વ્યક્તિને અપીલ કરી રહ્યા છે કે, આ ગીત આપ સાંભળો, સમજો અને વધુમાં વધુ શેર કરો. જેથી કરીને વધારેમાં વધારે લોકોને કોરોના વાયરસથી પોતાના બચાવ માટે સજાગ કરી શકાય.
આખી દુનિયામાં જ્યાં કોરોના વાયરસનો ભય ફેલાઈ રહ્યો છે ત્યારે કીર્તિદાન ગઢવીનું આ ગીત આપને સાવચેતીના પગલાની સાથે સાથે આપને થોડાક સમય માટે મોજનું વાતાવરણ ઉભું કરવા સક્ષમ છે. ‘કોરોના હુંડી’ એકવાર જરૂર સાંભળવી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ