ચીનને કરી આવી ચાલાકી, આ તારીખે ટ્રેસ થયો હતો કોરોનાનો પહેલો દર્દી પણ ચીને છુપાવી હકીકત, પૂરી ઘટના વાંચીને તમે પણ કહેશો OMG!

ચીનની ચાલાકી – આ રીતે મુક્યું સમગ્ર વિશ્વને જોખમમાં – 17 નવેમ્બરે ટ્રેસ થયો હતો કોરોનાનો પહેલો દર્દી – લાંબા સમય સુધી છૂપાવી હકીકતો

image source

ચીનના વુહાન શહેરને કોરોના વાયરસનું એપીસેન્ટર ગણવામાં આવે છે. અને ત્યાર બાદ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ વાયુવેગે ફેલાઈ રહ્યો છે જેની ગતિ હજુ સુધી ધીમી પડી નથી. આજે ચીન તો જોખમમાંથી બહાર આવી ગયું છે પણ તેની ચાલાકી કહો કે આડોડાઈ કહો કે મુર્ખામી કહો તેના કારણે સમગ્ર વિશ્વ પરિણામ ભોગવી રહ્યું છે.

તાજેતરમાં ચીનના મિડિયાએ એક દાવો કર્યો છે. આ દાવો ચાઈનીઝ વેબસાઇટ સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે જે તેમણે સરકારી દસ્તાવેજોના આધારે કર્યો છે. તેઓ પોતાના દાવામાં જણાવે છે કે હુબેઈ પ્રાંતમાં ગયા વર્ષે એટલે કે 2019ની 17મી નવેમ્બરે કોરના વાયરસનો પ્રથમ દર્દી ટ્રેસ થયો હતો. તમને જણાવી દઈએ કે વુહાન હુબઈનું પાટનગર છે.

image source

પણ ચીને આ વાત તરત જ WHO ને જણાવવાની જગ્યાએ 21 દિવસ બાદ એટલે કે 8મી ડિસેમ્બર 2019ના રોજ તેની જાણકારી આપી હતી. આ વેબસાઇટ એ પણ દાવો કરે છે કે ડિસેમ્બર સુધીમાં અહીં 266 કોરોના વાયરસના દર્દીઓને ઓળખી લેવામાં આવ્યા હતા. અને પ્રથમ જાન્યુઆરી 2020ના રોજ 381 મામલા પ્રકાશમાં આવ્યા હતા.

આ વેબસાઇટના જણાવ્યા પ્રમાણે 17 નવેમ્બરના રોજ જે પ્રથમ કોરોનાવાયરસના દર્દીની ઓળખ કરવામાં આવી હતી તે 55 વર્ષનો હતો. 17 નવેમ્બર બાદ આવા દિવસના 1થી 5 દર્દીઓના અહેવાલ સામે આવવા લાગ્યા હતા. 15મી ડીસેમ્બર સુધીમાં કોરોના વાયરસગ્રસ્ત દગર્દીઓની સંખ્યા વધીને 27ની થઈ ગઈ હતી. 17 નવેમ્બરના દિવસે 10 કરતાં પણ વધારે કેસો સામે આવ્યા હતા. ત્યાર બાદ 20મી ડિસેમ્બરે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 60 સુધી પહોંચી ગઈ હતી.

image source

27 ડિસેમ્બરના રોજ હુબેઈની એક હોસ્પિટલના ડોક્ટર જેંગ જિક્સિયને જણાવ્યું હતું કે કોરોના નામના વાયરસના કારણે લોકો સંક્રમિત થઈ રહ્યા છે. 27 તારીખ સુધીમાં ચીનમાં 180 લોકો આ વાયરસથી સંક્રમિત થયા હતા. પણ ડોક્ટરોને તે વાયર વિષે કોઈ જ જાણકારી નહોતી.

હજું પણ પ્રથમ કેસની તારીખને લઈને મુંઝવણ છે

image source

WHO ના જણાવ્યા પ્રમણે ચીનમાં કોરોનાવાયરસનો પ્રથમ કેસ 8 ડિસેમ્બરે નોંધવામાં આવ્યો હતો. જો કે મેડિકલ જર્નલ ધ લેંસેટના અહેવાલ પ્રમાણે વુહાનની ઢિંયિંતાન હોસ્પિટલમાં કોરોનાવાયરસનો પ્રથમ કેસ 1લી ડીસેમ્બરે કન્ફર્મ થયો હતો. આ ઉપરાંત એવી પણ શંકા દર્શાવવામાં આવી છે કે સંક્રમણમના કેસ ઘણા પહેલેથી આવ્યા હોય પણ તેને અલગ તારીખે નોંધવામાં આવ્યા હોય.

કોરોનાવાયર કેવી રીતે ફેલાયો તે વિષે હજું પણ ચાલી રહ્યું છે સંશોધન

image source

એક અહેવાલ પ્રમાણે, વૈજ્ઞાનિકો હાલમાં એ દર્દીની માહિતી મેળવવા મથી રહ્યા છે જેને સૌ પ્રથમ આ વાયરસનો ચેપ લાગ્યો હતો. જેથી કરીને કોરોના વાયરસન ક્યાંથી ફેલાયો તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે વિષે જાણકારી મેળવી શકાય. નવેમ્બરમાં આવેલા પ્રથમ કેસમાં 4 પુરુષો અ 5 મહિલાઓનો સમાવેશ થતો હતો. તેમની ઉંમર 39થી 79 વચ્ચેની હતી. જો કે તેમાંથી એક પણ એવી વ્યક્તિ નથી જેમાં પહેલાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હોય.

image source

ચીનની ચાલાકીનો વારંવાર ભારતને તો અનુભવ ભૂતકાળમાં થતો જ રહ્યો છે પણ આ વખતે ચીને પોતાની ચાલાકીથી સમગ્ર વિશ્વને દોડતું કરી મુક્યું છે અને પોતે સુરક્ષિત થઈને બેસી ગયું છે. હાલ તો સમગ્ર વિશ્વ આ મહામારીને અટકાવવામાં રોકાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ