પ્રસુતિ સમયના ડિપ્રેશનને આ રીતે કરી દો દૂર…

પ્રસુતિ પહેલાની નિરાશા એટલે કે બાળકને જન્મ આપ્યા પહેલાની નિરાશાને સમજો અને તેને આ રીતે કરો દૂર

image source

પ્રતુતિ પહેલાં એટલેકે ગર્ભાવસ્થા દરમિયાન અને ખાસ કરીને ગર્ભાવસ્થાના છેલ્લા પડાવ પર ઘણી બધી સ્ત્રીઓને નિરાશા આવી જાય છે એટલે કે હળવું ડીપ્રેશન આવી જાય છે જેની અસર તેમના સ્વાસ્થ્ય પણ પર થઈ શકે છે.

અને જો તેની સંભાળ લેવામાં ન આવે તો પ્રસુતિ બાદ પણ તેની અસર રહે છે. જેને તે પોતે પણ નથી સમજી શકતી.

શું જે પ્રસુતિ પહેલાનું ડીપ્રેશન ?

image source

ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી સ્ત્રીની આસપાસ રહેતા લોકો તેને સતત ખુશ રાખવા પ્રયાસ કરતા હોય છે. અને તેઓ પણ અપેક્ષા રાખતા હોય છે કે ગર્ભવતી મહિલા ખુશ રહે ખીલેલી રહે સ્વસ્થ રહે.

આખરે તેણી એક નવા જીવને જન્મ આપવાની છે જેનાથી સુંદર અને શુભ ક્ષણ આ જગતમાં બીજી કોઈ જ ન હોઈ શકે.

image source

પણ તેની સાથે સાથે જ ગર્ભાવસ્થા દરમિયાન તેના શરીરમાં ઘણા બધા મોટા ફેરફારો થઈ રહ્યા હોય છે જેની સાથે બની શકે કે તેણી કન્ફર્ટેબલ ન પણ હોય અથવા તો એવું પણ બની શકે કે તેને પોતાને આવનારા બાળકના સ્વાસ્થ્ય, સંભાળ બાબતે પણ ચિંતા રહ્યા કરે.

રોજ ઉઠીને ગર્ભવતી સ્ત્રીને એક નવી જ ચિંતા સતાવવા લાગે. અને છેવટે આ બધી જ ચિંતાઓ તેને નિરાશ કરી મુકે તમને ડીપ્રેસ કરી મુકે. આ સ્થિતિને કહેવાય પ્રસુતિ પહેલાંનું ડીપ્રેશન.

image source

ગર્ભાવસ્થાના છેલ્લા સમયગાળાનું ડીપ્રેશન ધ્યાન ન રાખવાથી જોખમી પણ બની શકે છે

નાની-નાની ચિંતાઓ તમને થોડી ઘણી થયે રાખે તો તે નોર્મલ કહેવાય પણ રોજ તમે તે જ ચિંતામાં ગરકાવર રહો અથવા તો દિવસનો મોટો ભાગ તમે તેની ચિંતામાં પસાર કરો તે ધીમે ધીમે તમને જોખમમાં મુકી શકે છે.બની શકે કે વારંવાર તમારો મુડ બદલાય તો તે હોર્મોનલ હોઈ શકે.

image source

પણ જ્યારે તમે તમારી નિરાશાને કાબુમાં ન રાખી શકો અથવા ચિંતા વધતી જ જાય તમે વારંવાર નિરાશ રહેતા હોવ ત્યારે તમારે ચેતી જવું જોઈએ અને સ્થિતિને કાબુમાં લાવવાનોપ્રયાસ કરવો જોઈએ.

ડોક્ટરોના કહેવા પ્રમાણે પ્રિનાટલ ડીપ્રેશન જેને પીડીપી કહેવાય છે તેનાથી 20 ટકા માતાઓને અસર થાય છે જે આગળ જતાં પ્રસ્તુતિ બાદ મેટરનલ ડીપ્રેશનમાં ફેરવાય છે. માટે તેના લક્ષણોને જાણીને તરત જ તેને દૂર કરવું જોઈએ.

image source

પ્રિનાટલ ડીપ્રેશનને કેવી રીતે ઓળખવું ?

પ્રેગ્નન્સી દરમિયાન સામાન્ય રીતે તમારો મૂડ બદલાતો રહે છે. ક્યારેક કોઈ વસ્તુ ગમે તો ક્યારેક કોઈ વસ્તુ ન ગમે કયારેક ખુશ રહો તો ક્યારેક નીરસ રહો તો ક્યારેક ઉદાસ રહો તો ક્યારેક ચીડાયેલા રહો.

image source

આ દરમિયાન તમને બધા ખુશ રાખવાનો પણ પ્રયાસ કરે છે અને લોકો અપેક્ષા પણ રાખે છે કે તમે ગર્ભાવસ્થા દરમિયાન ખુશ રહો પ્રસન્ન રહો. પણ તમારામાં થતાં શારીરિક ફેરફારના કારણે તમે માનસિક તાણ પણ અનુભવતા હોવ છો.

અને તેના કારણે તમે અવારનવાર સારા ખરાબ મૂડમાંથી પસાર થાઓ છો. તેના કારણે ગર્ભવતિ સ્ત્રી ડીપ્રેશનના લક્ષણનોને સમજી નથી શકતી.

image source

જો તમારો મુડ થોડો સમય સારો અને થોડો સમય ખરાબ થાય તો તે સામાન્ય ગણાય પણ જો તમે સતત ઉદાસ રહેતા હોવ, સતત નિરસ રહેતા હોવ, સતત ચિંતિત રહેતા હોવ તો તે અસામાન્ય છે.

અને તેની તમારે ખાસ નોંધ લેવી જોઈએ. અને તમારે એક થેરાપિસ્ટની પણ મદદ લેવી જોઈએ.પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીને સપોર્ટ, સંભાળ, પ્રેમની જરૂર હોય છે.

image source

પ્રિનાટલ ડીપ્રેશનના લક્ષણો જાણી ચેતી જાઓ અને તમારા તેમજ તમારા બાળકના સ્વાસ્થ્યનું રક્ષણ કરો.

સતત થાકેલા અને સુસ્ત રહેવું

પ્રેગ્નન્સીના શરૂઆતના મહિનાઓમાં બની શકે કે તમને થાક લાગે અને તમને આ સ્થિતિમાં એડજસ્ટ થતાં થોડી વાર લાગે. પણ પછી બધું નોર્મલ થઈ જતું હોય છે. પણ તેમ છતાં તમને સતત પથારીમા પડ્યા રહેવાનું મન થાય નાના-નાના કામથી થાક લાગી જાય, સુસ્ત રહ્યા કરો તો તે યોગ્ય લક્ષણ નથી.

image source

આ ઉપરાંત તમને સતત તમારા મનમાં બાળકના ઉછેર, તેના સ્વાસ્થ્ય તેની કેવી રીતે કેર કરવી વિગેરેની ચિંતા રહ્યા કરે અને તે દૂર ન થાય અને તેના કારણે તમે રાતોની રાતો ઉંઘી ન શકો તો તમારે તમારી આ માનસિકતા પર ધ્યાન આપવું જોઈએ કારણ કે તે પણ પ્રસુતિ પહેલાના ડીપ્રેશન તરફ નિર્દેસ કરે છે.

સતત નકારાત્મકે વિચારોથી ઘેરાયેલા રહેવું

image source

જ્યારે તમારા મનમાં સતત ચિંતા ચાલ્યા કરતી હોય ત્યારે તમારું મન ઓર વધારે નકારાત્મક વિચારોને આમંત્રણ આપે છે. અને તમે ધીમે ધીમે અજાણતા જ ડીપ્રેશનમાં સરી પડો છો. આમ થવાથી તમે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાનું ઓછુ કરી દો છો. જેની સીધી જ અસર તમારા પેટમાં ઉછરી રહેલા બાળક પર પણ થાય છે.

આ બધું ગર્ભાવસ્થા દરમિયાન જરા પણ સામાન્ય નથી. તમારે સમજી લેવું કે તમારે મદદની જરૂર છે. તેના માટે તમે તમારા જીવનસાથી તેમજ ઘરના નજીકના સભ્યોનો પણ સહારો લઈ શકો છો. અને સિમ્પલ યોગા, વોકિંગ તેમજ હળવા વ્યાયામથી પણ તમે તમારા મનને બીજી તરફ ડાઇવર્ટ કરી શકો છો અને રિલેક્સ પણ કરી શકો છો.

image source

સતત નિરસ રહેવું

ઉપર જણાવ્યું તે પ્રમાણે પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓ હજાર પ્રકારના મૂડમાંથી પસાર થાય છે. ક્યારેક અત્યંત પ્રસન્ન રહે છે તો ક્યારેક અચાનક ગુસ્સે થઈ જાય છે તો ક્યારેક ચિડાઈ જાય છે અને ક્યારેક ક્યારેક તેનો કોઈ કોઈ બાબતે રસ પણ ઓછો થઈ જાયછે. પણ જો તે સતત નિરસ રહ્યા કરે તો તે ચિંતાનો વિશય છે. તમે નિયમિત જે પ્રવૃત્તિમાં રસ લેતા હોવ તેમાં તમને રસ ન લાગે.

image source

જેમ કે તમને ટીવી જોવું ગમતું હોય પણ અચાનક તમને તેમાંથી પણ રસ ઉડી જાય, તમારો ખોરાક પણ બદલાઈ જાય ! તો તે યોગ્ય નથી તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તેના કારણે ગર્ભમાં રહેલા બાળકનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે.

પ્રિનાટલ ડિપ્રેશનના આ ખાસ લક્ષણો છે. જેની નોંધ લેવી જોઈએ અને સાથે સાથે તેની સંભાળ પણ કરવી જોઈએ અને તેના માટે મદદ મળેવવા સંકોચ પણ ન કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ