પપૈયાને જો ખાશો આ સમયે, તો અનેક બીમારીઓ થઇ જશે ચપટીમાં દૂર…

પપૈયું સૌથી ગુણકારી ફળમાનું એક છે.

image source

પપૈયાને આપણે ફળ તરીકે, સ્મૂધી, મિલ્કશેક અથવા શાકની રીતે ઉપયોગમાં લેતા હોઇએ છીએ.

પપૈયુ તેમાં રહેલા વધારે પોષક તત્વો અને ઔષધિય ગુણો માટે જાણીતુ છે. પપૈયાથી સ્વાસ્થયને અનેક રીતે ફાયદા થાય છે. જો તમે રેગ્યુલરલી પપૈયાનો આ રીતે ઉપયોગ કરો છો તો તેનાથી તમને અનેક ઘણા ફાયદાઓ થાય છે.

image source

તો આજે અમે તમને જણાવીશું કે પપૈયાથી સ્વાસ્થ્યને શું થાય છે ફાયદા…

વજન ઘટાડે

image source

પપૈયું વજન ઘટાડવામાં સૌથી વધુ ઉપયોગી છે. પપૈયામાં રહેલા તત્વો શરીરને અંદરથી સાફ કરવાનુ કામ કરે છે. આ એક અદ્ભૃત ફળ છે જે એન્ટિઓક્સિડન્ટ, ફાઇબરથી ભરેલું અને ઓછી કેલેરી વાળું ,(100ગ્રામ માં 43કેલેરી )અને વિટામિન ,કેલ્સિયમ ,મેગ્નેશિયમ તેમજ પોટેસીયમથી ભરેલું છે.

પાચનને વધારે છે

image source

પપૈયું પાચન ક્રિયા વધારે છે. જો તમને પેટ સાફ ના થતુ હોય અને કબજીયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમારે રોજ એક ડીશ પપૈયુ ખાવુ જોઇએ. જો તમે રેગ્યુલરલી પપૈયુ ખાશો તો તમને કબજીયાતની સમસ્યા દૂર થઇ જશે.

કેન્સર રોકવામાં મદદરૂપ

image source

યૂનિવર્સિટી ઓફ ફ્લોરિડા ધ્વારા કરેલા સર્વે મુજબ સૂકા પપૈયાના પાન ટ્યુમરની સામે એન્ટિકરસીનો જેનિક પ્રભાવ ઉત્પન્ન કરે છે. જે ટ્યુમરના વિકાસને ધીમો કરી દે છે.

સ્વસ્થ ત્વચા

image source

પપૈયાનો ઉપયોગ ઘણા બધા સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે થાય છે. તે ત્વચાની મૃત કોશિકાને દૂર કરી ત્વચાને શુદ્ધ કરે છે. સનબર્નથી ત્વચાને રક્ષણ આપે છે. પપૈયાની છાલમાં ભરપૂર એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે નેચરલ સ્ક્રબ તરીકે વપરાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

image source

જાપાનના એક રિસર્ચમાં સાબિત થયું છે કે, પપૈયામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપિયોગી છે.આના પાનના ફુલ અને થડ પીળિયો, શ્વાસનળીનો સોજો, શૂળ કે બીજી ઘણી બીમારી સામે લડવામાં ખૂબજ ઉપયોગી છે.

આંખો માટે પણ ખૂબ ઉપયોગી છે.

image source

પપૈયામાં બીટા-કેરોટિન નામનું એન્ટિઓક્સિડન્ટ રહેલું હોવાથી તે મેકયુલર ડીજેનેરેશન (આંખો ની એક પ્રકાર ની બીમારી) આંખોની રોશની સારી રહે છે .

લીવર મજબૂત બને

image source

પપૈયાનું સેવન કરવાના કારણે તમારું લીવર વધુ મજબૂત બને છે.અને લીવરમાં કોઈપણ જાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે.

કૃમિ દૂર થાય

 

image source

પપૈયા ના બીજ ને વાટી અને તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર કોઈપણ જાતના કૃમિ અથવા તો પેટ માં કોઈપણ જાતના કૃમિ થયા હોય તો તે દૂર થઈ જાય છે. અને નાના બાળકોને કૃમિની સમસ્યા માંથી છુટકારો મળે છે.

ખીલના ડાઘા દૂર થાય

image source

પપૈયાનો છુંદો કરી અને તેના દ્વારા તમારા ચહેરાને સાફ કરવામાં આવે તો તેના કારણે તમારા ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ચમકદાર બની જાય છે.

પપૈયુ ખાવાનો સમય

સામાન્ય રીતે કોઈ પણ સમયે પપૈયુ ખાઈ શકાય છે, પણ જો સવારના સમયે ખાવામાં આવે તો એ ખૂબ જ ફાયદાકારક છે.

image source

જો તમે પપૈયું સવારે નાસ્તાના સમયે ખાઓ છો તો પાચનત્રંત સારું રહે છે અને મૂડ સારો રહે છે. પપૈયાના સેવન પછી એક કલાક સુધી બીજું કઈ પણ ના લેવુ હિતાવહ છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ