ફ્રિજમાં રાખવામાં આવતી આ વસ્તુઓ ખરાબ થતા બગડે તમારુ સ્વાસ્થ્ય, જાણો અને ચેતો આજથી જ

ફ્રીઝમાં રાખવા છતાં પણ કેટલીક વસ્તુઓ એવી છે જે ખરાબ થઈ શકે છે, સ્વાસ્થય ને ખરાબ અસર કરે છે આવી જમવાની વસ્તુઓ.

આજકાલની વ્યસ્ત અને ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો કેટલીક ખાવાપીવાને લઈને બધા પ્રકારની લાપરવાહી કરી બેસે છે. આપણે એ વાતનું પણ ધ્યાન નથી આપતા કે ફ્રીઝમાં રાખેલી વસ્તુઓ ક્યાંક ખરાબ તો નથી થઈ ગઈ ને?

image source

કેટલાક લોકો જાણી જોઈને વધારે જમવાનું બનાવે છે જેથી આગળના સમયે તે ઉપયોગમાં લઈ શકે ત્યાંજ કેટલાક લોકો વધેલું જમવાનું ફ્રીઝમાં મૂકી દે છે જેથી બીજા દિવસે ખાઈ શકાય.

image source

આ બસ ખાલી એક ભ્રમ છે કે આપણે ફ્રીઝમાં મુકેલી વસ્તુ બગડશે નહિ અને તેને ગમે ત્યારે ખાઈ શકાશે. એવી કેટલીક ખાવાની વસ્તુઓ છે જે ફ્રીઝમાં રાખવા છતાં પણ બગડી જાય છે. તો આજે જાણીશું એવી કેટલી વસ્તુઓ છે જે ફ્રીઝમાં હોવા છતાં બગડી જાય છે અને એકવાર ફ્રીઝમાંથી કાઢ્યા પછી તેને ફરીથી ફ્રીઝમાં મૂકી શકતી નથી.

મેયોનિઝ:

image source

મેયોનિઝમાં ખૂબ વધારે પ્રમાણમાં કેલેરી મળી આવે છે. મેયોનિઝમાં વિનેગર, તેલ, પાઉડર સુગર સહિત ઘણી વસ્તુઓ મેળવીને બનાવવામાં આવે છે. જો આપે મેયોનિઝને એકવાર ફ્રીઝમાંથી કાઢ્યા બાદ ૮ કલાકથી વધુ સમય બહાર રાખો છો તો પછી આ મેયોનિઝનો ઉપયોગ કરવો નહીં. એક નિશ્ચિત તાપમાનથી બહાર રાખ્યા પછી મેયોનિઝ ખરાબ થઈ જાય છે.

માખણ:

image source

માખણને ફ્રીઝમાં ૧૫ દિવસથી વધુ રાખવું જોઈએ નહીં. જો આપની પાસે સારી ગુણવત્તાનું પ્લાસ્ટિક છે તો તેમાં વીંટીને થોડા વધારે દિવસ સુધી રાખી શકાય છે. માખણનો ઉપયોગ કરતા પહેલા ૧૫ મિનિટ ફ્રીઝની બહાર રાખવું.

દૂધ:

image source

દૂધને ફ્રીઝમાંથી કાઢ્યા પછી તરત જ ઉપયોગ કરીને પાછું ફ્રીઝમાં મૂકી દેવું. દૂધમાં બેક્ટેરિયા ખૂબ ઝડપથી વધે છે. જો આપ દૂધને ફ્રીઝમાંથી કાઢ્યાંના બે કલાક સુધી બહાર રાખો છો તો તે દૂધનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

નોનવેજ:

નોનવેજના શોખીન લોકો મોટાભાગે એમ જ કરે છે કે એકવાર નોનવેજ બનાવ્યા પછી તેને ફ્રીઝમાં રાખીને ઘણા દિવસો સુધી ખાય છે. જો આપ પણ ફ્રીઝમાં રાંધેલું માંસ રાખો છો તો તેને બે દિવસમાં જ ખતમ કરી દેવું નહિતર તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ફ્રીઝમાં કાચું માંસ પણ વધારે દિવસ સુધી રાખવું જોઈએ નહીં.

ઈંડા:

image source

ઈંડા ફ્રીઝની બહાર પણ સારા રહે છે તેમજ તેને ફ્રીઝની બહાર પણ રાખીને ખાઈ શકાય છે. ફ્રીઝમાં ઈંડાને ૫ અઠવાડિયાથી વધુ રાખવા જોઈએ નહીં.

ફળ અને શાકભાજી:

image source

એક સમય મર્યાદા પછી ફળ અને શાકભાજી પણ ખરાબ થવા લાગે છે પછી તે ફ્રીઝમાં જ કેમના રાખી હોય. પાંદડા વાળી શાકભાજી બે દિવસમાં જ પુરી કરી દેવી. બાકીની શાકભાજી પણ ચાર દિવસથી વધારે ચલાવવી જોઈએ નહીં. જો એમાંથી વાસ આવવા લાગે તો તેને તરત જ ફેંકી દેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ