લોકડાઉન: બે સગર્ભા મહિલા તબીબ ગર્ભમાં ઉછરી રહેલા બાળકની ચિંતા કર્યા વગર બજાવી રહ્યા છે પોતાની ફરજ

કોરોના ફાઈટર્સ

જ્યાં આજે આખી દુનિયામાં નોવેલ કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે, તેમજ ભારતમાં પણ નોવેલ કોરોના વાયરસના દરરોજ કેટલાક નવા કેસો નોધાય રહ્યા છે. તેમજ ગુજરાતમાં પણ નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત કુલ ૫૮ પોઝેટીવ કેસ નોંધવામાં આવ્યા છે ઉપરાંત સારવાર દરમિયાન જ ૪ વ્યક્તિઓના મોત પણ થઈ ગયા છે. નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ વધારે ના ફેલાય તેને ધ્યાનમાં રાખતા આખા દેશમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યાં જ બીજી બાજુ અસંખ્ય રાષ્ટ્ર સેવકો પોતાની ચિંતા કર્યા વગર હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલ વ્યક્તિઓની સંભાળ રાખવા સહિતની કામગીરી કરી રહ્યા છે. આજે અમે આપને આવી જ કેટલીક મહિલાઓ વિષે જણાવીશું જેઓ પોતાની સગર્ભા અવસ્થામાં પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સેવા આપી રહી છે અને આ સાથે જ સાવચેતીના પગલાં ભરીને પોતાનું પણ ધ્યાન રાખી રહી છે અને સંપૂર્ણ નિષ્ઠાથી પોતાની ફરજ પણ નિભાવી રહી છે.

-બે સગર્ભા મહિલા તબીબ પોરબંદરમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.:

image source

પોરબંદરના જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં RBSKમાં કાર્યરત પોરબંદરના ડૉ.ડીમ્પલ બેન પંડ્યા અને ડૉ.મનાલી બેન ભટ્ટ આ બન્ને ડોક્ટર્સ વર્તમાન સમયમાં પ્રેગ્નેન્ટ છે. તેમછતાં આ બન્ને ડોક્ટર્સએ રજા લેવાને બદલે હોમ ક્વોરન્ટાઈન કરાયેલ વ્યક્તિઓની સંભાળ અને તેઓના રીપોર્ટ સહિતના જરૂરી અહેવાલ, વહીવટી કામગીરી અને સેવાકીય ફરજ નિભાવી રહ્યા છે. ડૉ.ડીમ્પલ બેન પંડ્યા જણાવે છે કે, અમે આવી પરિસ્થિતિમાં પણ કામ કરી રહ્યા છીએ. જેથી લોકોએ પણ જાતે સમજીને જ સ્વયં શિસ્તનું પાલન કરીને કોરોના વાયરસના લીધે જે લોકડાઉન પરિસ્થિતિ છે તો આવી પરિસ્થિતિની ગંભીરતા સમજીને ઘરમાં જ રહેવું જોઈએ.

-ડૉ.ડીમ્પલ બેન પંડ્યા અને ડૉ.મનાલી બેન ભટ્ટ ખુબ જ પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે.:

image source

પોરબંદર જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી એ.જી. રાઠોડ ડૉ.ડીમ્પલ બેન પંડ્યા અને ડૉ.મનાલી બેન ભટ્ટ વિષે જણાવતા કહ્યું છે કે, આખા પોરબંદર જીલ્લામાં ડોક્ટર્સ અને કર્મચારીઓ ટીમ વર્ક દ્વારા આવા સમયે એકબીજાને સહયોગ આપીને કામ કરી રહ્યા છે. ડૉ. ડીમ્પલ બેન અને ડૉ.મનાલી બેન પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે એટલા માટે તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે. પોરબંદર જીલ્લાના આરોગ્ય વિભાગનો સ્ટાફ ખડેપગે રહીને જીલ્લામાં વધારેમાં વધારે લોકોને નોવેલ કોરોના વાયરસથી સાવચેત કરી રહ્યા છે અને સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ સાવચેતીના પગલાં રાખીને તેના માટે પોતાની ફરજ બજાવવા માટે કરવામાં આવતી સેવાઓ સંપૂર્ણ સમપર્ણ સાથે કરી રહ્યા છે.

ઉપરોક્ત આરોગ્ય વિભાગમાં જેમ બે મહિલા ડોક્ટર્સ પોતાની પ્રેગ્નેંસી દરમિયાન સેવા આપી રહ્યા છે તેવી જ રીતે રાજકોટની એક મહિલા પોલીસ ઓફિસર પણ પોતાની ૬ મહિનાની પ્રેગ્નેંસી હોવા છતાં પણ એક પોલીસ તરીકે પોતાની ફરજ બજાવી રહી છે. જેના વિષે હવે અમે આપને વિગતવાર જાણકારી આપીશું.

image source

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહેલ નસરીન બહેન બેસીમ, કે જેઓ હાલના સમયમાં ૬ મહિનાની ગર્ભાવસ્થા ધરાવે છે તેમછતાં તેઓ પોતાની એક પોલીસ અધિકારી તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. નોવેલ કોરોના વાયરસ જેવી મહામારીમાં પણ નસરીન બહેન બેસીમ પોતાની ફરજ નિષ્ઠા દર્શાવવા માટે પુરતું છે. ઉપરાંત નસરીન પોતાના બાળકને ગર્ભ સંસ્કાર તરીકે દેશ પ્રત્યેની જવાબદારી શીખવી રહી છે કે, ગમે તેવી પરિસ્થિતિ હોય દેશ પ્રત્યેની નિષ્ઠા અને દેશ પ્રત્યે આપણી ફરજને ક્યારેય ચુકી જવું જોઈએ નહી.

ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રીતે મહિલાઓની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ઉપરાંત ગર્ભાવસ્થા સમયે ગર્ભસ્થ શિશુનું પોષણ અને વિકાસ યોગ્ય રીતે થાય તેના માટે સમયસર ભોજન, પાણી અને દવાઓ પણ લેવાની રહે છે. ઉપરાંત આરામની જરૂરિયાત હોય છે. નસરીન બહેન બેસીમે આ બધી જ રીતે પોતાનું ધ્યાન રાખીને અને ૬ મહિનાની ગર્ભાવસ્થા હોવા છતાં પણ નસરીન નિયમિત પણે પોતાની ફરજ નિભાવવા માટે જવાબદારી પૂર્વક સમયસર પહોચી જાય છે. એક ભારતીય નારી જયારે નક્કી કરી લે છે કે, લડવું જ છે તો જંગના મેદાનમાં હોય ત્યારે આવી નસરીન બેસીમ જેવી મહિલા પોતાની જવાબદારી અને કર્તવ્યને કેટલી હદ સુધી નિભાવવા તૈયાર થઈ જાય છે તે નસરીન બહેન બેસીમની વાત પરથી સમજી શકાય છે.

નસરીન બહેન સાથે ટેલીફોનીક વાત કરતા વધુ જણાવે છે કે, “પહેલા તો મને અને મારા પરિવારને થોડી બીક લાગી કે મારું નહી તો કઈ નહી આવનાર બાળકનું વિચારીને પણ એક અઠવાડિયાની રજા પણ મૂકી દીધી. પરંતુ એમ દિવસો વીતવા લાગ્યા તેમ પરિસ્થિતિ વધારે ગંભીર રૂપ ધારણ કરી રહી હતી. આવા સમયે પી.આઈ. સાહેબ પણ ઘણા મદદરૂપ થયા અને તેમણે કહ્યું કે. આપ ડ્યુટી જોઈન કરી લો આપનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યાર પછી મેં પણ વિચાર્યું કે હું પણ મારી ફરજથી દુર નહી રહી શકું અને આ મારી જવાબદારી છે જેને પૂરી કરવી એ મારી ફરજ છે.”

નસરીન અને બન્ને ડોક્ટર્સ જનતાને અપીલ કરી રહ્યા છે કે,’પરિવારનું મહત્વ સમજવું હોય તો આવામાં સમયમાં પણ કામ કરી રહેલ ડોક્ટર્સ, સફાઈકર્મી, અને પોલીસ સહિત જવાનોને પૂછો. એવું માની લો કે, આપને બધાને ૨૧ દિવસ પરિવાર સાથે રહેવા માટે મળ્યા છે. એટલા માટે નોવેલ કોરોના વાયરસની ગંભીરતા સમજીને ઘરમાં જ રહો અને આ સંકટને ટાળવાનું છે આ એક લડત જ સમજો.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ