આ 7 સંકેતો પરથી જાણી લો તમે પ્રેગનન્ટ છો કે નહિં?

પ્રેગ્નેસી ટેસ્ટ સિવાય પણ આ ૭ લક્ષણોથી સમજી શકાય છે કે ‘ગુડ ન્યુઝ’ના સંકેત છે….

image source

ફક્ત પ્રેગ્નેસી ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ જ ગુડ ન્યુઝને કનફર્મ કરવાની બેસ્ટ રીત છે. આ વાત આપણે બધા જાણીએ જ છીએ.

પરંતુ જો ક્યારેક કોઈ પરિસ્થિતિ દરમિયાન પ્રેગ્નેસી ટેસ્ટ કે અલ્ટ્રાસાઉન્ડ કરાવવું શક્ય ના હોય તો એવા પણ બીજા લક્ષણો પણ છે જેનાથી આ વાત કનફર્મ કરી શકાય છે કે આપ માં બનવા જઈ રહી છો…

image source

શરીર સાથે સહજ હોવું….

જે મહિલાઓ પોતાના શરીરને ખૂબ સારી રીતે સમજતી હોય છે, તેવી મહિલાઓ માટે આ જાણવું બિલકુલ મુશ્કેલ નથી કે તે પ્રેગ્નેન્ટ છે કે નહીં. પરંતુ જરૂરી નથી કે દરેક છોકરી કે મહિલા પોતાના શરીર માટે એટલી સાવધ કે કમ્ફર્ટેબલ હોય.

image source

આવામાં દર વખતે બદલાતા મેન્સ્ટ્રુઅલ લક્ષણોને કારણે પણ થઈ શકે છે. એટલે જ પ્રેગ્નેસીના કેટલાક લક્ષણોને સારી રીતે સમજી લેવા જ વધારે સારું રહેશે.

એમનોરિયા:

image source

એમનોરિયા એવી સ્થિતિને કહેવામાં આવે છે જ્યારે પ્રેગ્નેસીના કારણે કોઈ મહિલાને પીરિયડ્સ આવવાના બંધ થઈ જાય છે. આ એક ખૂબ જ સામાન્ય લક્ષણ છે. પરંતુ આ પણ એક દગાવાળું લક્ષણ હોઈ શકે છે.

કેમકે પીરિયડ્સ કેટલાક અન્ય કારણોના લીધે પણ બંધ થઈ શકે છે. આવું વજાઇનલ સિક્રેશન દરમિયાન પણ થઈ શકે છે. જ્યારે પ્રેગ્નેસીના ત્રીજા મહિના દરમિયાન અચાનક પેટમાં ક્રેપ્સની સાથે બ્લીડીંગ શરૂ થઈ જાય છે.

image source

સિક્રેશન અને મેન્સ્ટ્રુઅલ વચ્ચે મુખ્ય ફરક એ જ છે કે સિક્રેશન દરમિયાન મેન્સ્ટ્રુઅલથી ઓછું બ્લીડીંગ થતું હોય છે.

મોર્નિંગ સિકનેસ:

image source

મોર્નિંગ સિકનેસ એટલે કે સવારના સમયે લાગતી નબળાઈ, વોમિટિંગ અને મૂડ સ્વિન્ગસ જેવી તકલીફો એકસાથે જ થાય. એવામાં પ્રેગ્નેસીનું બીજું અઠવાડિયું શરૂ થઈ જાય છે. કોઈ મહિલાને આ લક્ષણો સવારના થોડા કલાક માટે રહે છે.

image source

જ્યારે કેટલીક મહિલાઓને આ લક્ષણોનો સામનો આખો દિવસ કરવો પડે છે. આ ખુબજ સામાન્ય લક્ષણ છે પ્રેગ્નેસીના. પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જેમને આ લક્ષણોનો સામનો આખી પ્રેગ્નેસી એકવાર પણ સામનો કરવો પડતો નથી.

બ્રેસ્ટ સેન્સેટીવીટી:

image source

પ્રેગ્નેસીના સમયે મહિલાને બ્રેસ્ટમાં કેટલાક પ્રકારના બદલાવ થયા હોવાનું મહેસુસ કરી શકે છે.

જેમાં બ્રેસ્ટ સાઈઝ વધી ગઈ હોય તેવું મહેસુસ થાય, બ્રેસ્ટમાં વધારે સંવેદનશીલતા થતી હોય તેવું મહેસુસ થવું, નિપલ્સની ચારે બાજુની ત્વચાનો રંગ વધારે ઘાટો થઈ જવો અને નિપલ્સ પહેલાની સરખામણી વધારે સોફ્ટ થઈ જવા કન્સીવ કર્યાના શરૂઆતના બે અઠવાડિયામાં પણ આ બદલાવ મહિલાઓને મહેસુસ થવા લાગે છે.

થાક જેવું લાગ્યા કરવું:

image source

ગર્ભધારણમાં પ્રોજેસ્ટોરેન હોર્મોન વધવા લાગે છે અને આ પ્રક્રિયા ગર્ભધારણના પુરા નવ મહિના સુધી ચાલે છે. આ કારણે મહિલાઓને જલ્દી થાક લાગે છે. પુરી ગર્ભાવસ્થા દરમિયાન નજર આવવાની સાથે જ આ લક્ષણ ગર્ભધારણના પ્રારંભિક લક્ષણોમાંનું એક લક્ષણ પણ છે.

અવર્ષણ(ધૃણા):

image source

કોઈ ખાસ ખાદ્યપદાર્થની સુગંધથી ધૃણા થઈ જવી આ ફક્ત નોઝીજનું લક્ષણ નથી. આવું અચાનક એવી વસ્તુઓ સાથે પણ થાય છે જે આપને ત્યાં સુધી ખૂબ પસંદ હતી. આવી સ્થિતિ પ્રેગ્નેસીની પ્રારંભિક અવસ્થામાં, શરીરમાં થતા હોર્મોનલ બદલાવને કારણે થઈ જાય છે. પ્રેગ્નેસીનું આ ખૂબ જ સામાન્ય લક્ષણ માનવામાં આવે છે.

સેક્સની ઈચ્છા ઓછી થઈ જવી:

image source

સેક્સ ડ્રાઇવ એટલે કે સેક્સ કરવાની ઈચ્છા ઓછી થઈ જવી કે ખતમ થઈ જવી એ પણ એક પ્રેગ્નેસીનું લક્ષણ હોઈ શકે છે. આવા બદલાવને કારણે મહિલાઓમાં મૂડ સ્વિન્ગસ અને મોર્નિંગ સિકનેસ જેવા લક્ષણો વધવા લાગે છે.

ત્યાં જ કેટલીક મહિલાઓને એવું લાગે છે કે પ્રેગ્નેસી દરમિયાન તેમની સેક્સ ડ્રાઇવ વધી ગઈ છે. હવે આપની લિબીડો જે પણ હોય પ્રેગ્નેસીના બીજા અઠવાડિયામાં તેમાં બદલાવ જોવા મળે છે.

બ્લોટિંગ અને કબજિયાત:

image source

કેટલીક મહિલાઓમાં બ્લોટિંગ થવું અને કબજિયાતની તકલીફ સ્વરૂપે પણ પ્રેગ્નેસીના લક્ષણો સામે આવે છે. આવું પ્રેગ્નેસી દરમિયાન શરીરમાં વધતા પ્રોજેસ્ટોરેન હોર્મોનના કારણે થાય છે.

image source

એના કારણે બોડીના મસલ ટીશ્યુસ ખૂબ સ્મૂધ થઈને રિલેક્સિનગ મોડમાં આવી જાય છે. ગર્ભાવસ્થા દરમીયાન થતા લક્ષણો માંથી આ એક ખૂબ જ સામાન્ય લક્ષણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !