જાણો ચા બનાવતી વખતે ખાંડ અને દૂધ સાથે ઉકાળવાથી થતા આ અઢળક નુકસાન વિશે..

ચા પીવાથી ફાયદા પણ થઈ શકે છે, આ વાત જાણીને ઘણા લોકોને નવાઈ લાગશે, પણ આ વાત સાચી છે.

image source

ચા ના ફાયદા ઘણા હોઈ શકે છે. પરંતુ ચા થી મળનાર લાભ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેને યોગ્ય રીતે બનાવવામાં આવે અને સપ્રમાણ પીવામાં આવે તો ચા પીવાનો લાભ મળી શકે છે.

ચા પત્તીની પ્રોસેસિંગની પદ્ધતિ પર પણ તેના ફાયદા અને નુકસાનનો આધાર રહેલો છે. બજારમાં મળતી ચા પત્તીનો રંગ પ્રોસેસિંગને કારણે જ કાળો થઈ જાય છે.

image source

કાળી ચા પત્તી અને ગ્રીન ટીની પ્રોસેસિંગમાં ફરક હોવાના કારણે જ તેના ફાયદામાં પણ ખૂબ ફરક પડી જાય છે.

ચા માં ઘણા પ્રકારના ખનીજ અને વિટામિન્સ હોય છે. જે શરીર માટે લાભદાયક તત્ત્વોનું કામ કરે છે. પરંતુ વધારે પ્રમાણમાં ચા પીવાથી નુકસાન પણ થઈ શકે છે.

image source

હવે જાણીશું ચા માં ક્યાં ફાયદાકારક તત્ત્વો રહેલા છે અને ચા પીવાથી ક્યાં લાભ થઈ શકે છે. આ સિવાય ચા પત્તીને દૂધ અને ખાંડ સાથે ઉકાળવી કેમ લાભકારક નથી.

ચા માં ક્યાં પોષકતત્વો રહેલા છે?

image source

ચા માં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, ઝીંક, મેંગેનીઝ જેવા ખનીજ તત્વો ચા માં રહેલા હોય છે.

આ ઉપરાંત ચા માં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે ભરપૂર પ્રમાણમાં રહેલ હોય છે. ચા માં એન્ટી ઑક્સિડન્ટ અને અન્ય લાભદાયક પોષકતત્વો પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે.

ચા પીવાના ફાયદા:

image source

સાચી રીતે બનાવવામાં આવેલ ચા ના ફાયદા મળી શકે છે:

-ચા પીવાથી મળતા વિટામિન બી અને વિટામિન ઇ સ્કિનને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. સ્કિન પર સમય સાથે પડતી ઝુરિયોને દૂર રાખવામાં મદદ કરે છે અને વધતા પ્રદૂષણથી થતા નુકસાનથી પણ સ્કિનને બચાવે છે.

તેમજ ચા પીવાથી તેમાં રહેલા પોષકતત્વો સ્કિન માટે એન્ટી એજિંગ જેવા કામ પણ કરે છે જેનાથી ત્વચા પર ઉંમરનો પ્રભાવ ઓછો કરે છે.

image source

-ચા માં રહેલ પેલીફેનોલ્સ અને કેંટોચીસ સીબમ ભરપૂર પ્રમાણમાં હોવાથી ચહેરા પર થતા ખીલ અને એક્ને વગેરે જેવા રોગને થતા અટકાવે છે.

– આ ધારણા એકદમ ખોટી છે કે ચા પીવાથી સ્કિન ડાર્ક થઈ જાય છે. ચા માં મળી આવતા એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન સી શરીરમાં મેલેનીનનું પ્રમાણ ઘટાડીને સ્કિનને ગોરી રાખવામાં ખૂબ મદદ કરે છે.

image source

-ચા માં ફ્લોરિન હોય છે. જે દાંતને ખરતા અટકાવે છે. ચા માં રહેલ કેટેચિન્સ દાંત પર જામી જતા પ્લાકને રોકે છે. જેનાથી મોંમાં થતા રોગોથી બચી શકાય છે.

– જમવાનું જમી લીધા પછી દાંતમાં ફસાઈ રહેતું ભોજન મોમાં દુર્ગંધનું કારણ બને છે. ચા માં રહેલ પોલી-ફેનોલ્સ મોમાં થતી બદબુને રોકવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે.

image source

-ચા માં મળી આવતું એન્ટી ઑક્સિડન્ટ શરીરના મેટાબોલિઝમને સુધારે છે. મેટાબોલીઝમ સારું હોવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર યથાવત રાખવામાં ખૂબ મદદ કરે છે અને ટાઈપ ૨ ડાયાબિટીસથી બચાવે છે.

-ચા માં કેફીન હોય છે જે ફેટને બાળીને વજન ઓછું કરવામાં ખૂબ મદદ કરે છે. તેમજ એક્સરસાઇઝનો પ્રભાવ વધારવામાં મદદ કરે છે.

image source

-ચા તણાવ ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. ચા માં મળી આવતા એમિનો એસિડ દિમાગમાં સેરોટોનિન અને ડોપામાઇનનો સ્ત્રાવ વધારી દે છે જે દિમાગમાં તણાવ ઓછું કરે છે.

-ચા પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હૃદયને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. ચા માં મળી આવતું કેટેચીન નામનું તત્વ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. આ તત્વ લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે અને ક્લોટિંગ થતા બચાવે છે. તેમજ રકત શિરાઓમાં કોલેસ્ટ્રોલને એકઠું થવા દેતું નથી.

image source

-ચા માં કોફીની તુલનામાં કેફીનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

ઉપરોક્ત ફાયદાઓનો મતલબ એ બિલકુલ પણ નથી કે આપ અતિશય ચા પીવી જોઈએ. યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે બનાવાયેલી ચા નુકસાનકારક હોતી નથી, પરંતુ વધારે અને ખોટી રીતે બનાવાયેલી ચાના નુકસાનકારક સાબિત થાય છે. જે અહીં આપને જણાવીશું.

વધારે ચા પીવાના નુકસાન:

image source

-કડક ચા વધારે પીવાથી નર્વસ સિસ્ટમ અને હૃદય પર ખરાબ અસર કરી શકે છે. હૃદય રોગથી પીડીત વ્યક્તિઓમાં કડક ધડકન વધી જાય કે અવ્યવસ્થિત થવાનું કારણ બની શકે છે.

-ચા માં કેફીન હોય છે જે પેટમાં એસિડનો સ્ત્રાવ વધારી શકે છે. એટલે જો આપને અલ્સર કે એસીડીટીથી પીડાતા હોવ તો ચા પીવી જોઈએ નહીં. ચા પીવાથી આપની તકલીફ વધી શકે છે.

image source

-ઊંઘ ના આવવાની તકલીફ હોય કે શારીરિક કે માનસિક રીતે નબળાઈનો અનુભવ થતો હોય તો રાતના સમયે ચા પીવી જોઈએ નહીં.

-વિશેષજ્ઞો મુજબ ચાર કપથી વધારે ચા પીવાથી રુમેટોઇડ અર્થરાઈટીસ થવાની શકયતા ખૂબ વધી જાય છે.

-અતિશય ચા પીવાથી અવરોધ ઉતપન્ન થઈ શકે છે. તેમજ હૃદયની ધડકન અનિયમિત થઈ શકે છે.

image source

-ચા માં કેફીન હોવાના કારણે ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકોને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ચા ઓછી કરી દેવી જોઈએ. ગ્રીન ટીમાં પણ કેફીન હોય છે એટલે તે પણ પીવી જોઈએ નહીં.

ચાને દૂધ અને ખાંડ સાથે ઉકાળવાથી થતા નુકસાન:

-મોટાભાગના લોકો કાળી ચા પત્તીને દૂધ અને ખાંડ સાથે ઉકાળીને કડક ચા પીવાનું પસંદ કરે છે. આ ચા પીવામાં તો ખૂબ સારી લાગે છે અને પીવાથી આંનદ પણ મળે છે. પરંતુ આ ચા લાભદાયક હોતી નથી.

image source

-જ્યારે ચા પત્તીને દૂધ અને ખાંડ સાથે ઉકાળવામાં આવે તો તેના લાભદાયક તત્વો ને ખાસ કરીને કેંટેચીસ વગેરે નષ્ટ થઈ જાય છે. કેંટેચીસ ખૂબ લાભદાયક એન્ટી ઑક્સિડન્ટ છે જેનાથી શરીરને ઘણા પ્રકારના લાભ મળી શકે છે. આ સિવાય દૂધ અને ખાંડની સાથે ચા ઉકાળીને પીવાથી આપણે વધારે કેલરી ગ્રહણ કરી લઈએ છીએ.

ફાયદાકારક ચા કેવી રીતે બનાવવી?

image source

-ચા પત્તીને પાણીમાં ઉકાળવી જોઈએ નહીં. પરંતુ ચા પત્તીને ફક્ત ગરમ પાણીમાં નાખીને થોડાક સમય રાખી મુકવી પછી તેને ગાળી લેવી જોઈએ.

ત્યારપછી તેમાં મધ, ઈલાયચી પાવડર, ફુદીનો, તુલસી, લીંબુનો રસ, આદુનો રસ, દાલચીની પાવડર વગેરે જે પણ પસંદ હોય તે ભેળવીને પી શકો છો. સ્વાદ માટે થોડું દૂધ પણ ઉમેરી શકો છો.

image source

આ પ્રકારે બનાવેલી ચા પણ જો રોજ ૨ કપથી વધુ પીવી જોઈએ નહીં. તો આ ચા સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આવી ચા પણ વધારે પ્રમાણમાં પીવી તે શરીર માટે લાભદાયક નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !