શરૂઆતથી જ રાખો તમારા બાળકનુ આ ધ્યાન, નહિં આવે એક પણ દાંત આડાઅવળા

તમારા બાળકોના આડાઅવળા દાંતથી પરેશાન છો ? તો જાણો તે પાછળનું કારણ અને નિરાકરણ

image source

કોઈ પણ વ્યક્તિ સ્મિત કરે એટલે તેની ચહેરા પર સુંદરતામાં એક બીજી પરત ઉમેરાય છે પણ સાથે સાથે તેમના દાંત પણ જજ કરવામાં આવે છે. કેટલાક લોકોના દાંત સીધા હોય છે તો કેટલાકના આડાઅવળા હોય છે.

મોટે ભાગે બાળકોના દૂધિયા દાંત હંમેશા સીધા અને સમેટ્રીવાળા હોય છે પણ જ્યારે તે પડતાં જાય અને તેની પાછળ બીજા દાંત આવતા જાય ત્યારે તેમાં તેટલી સિમેટ્રી નથી હોતી અને તે આડાઅવળા ઉગતા હોય છે.

image source

અને માટે જ ઘણાબધા માતાપિતા બાળકોના દાંત પર નાનપણથી જ ધ્યાન આપવા લાગે છે કારણ કે જો ત્યારે ધ્યાન ન આપવામાં આવે તો મોટા થતાં તેમના દાંત આડાઅવળા જ રહે છે.

તમને ઘણીવાર એ જાણવાની ઉત્સુકતા થતી હશે કે બાળકોના બીજીવારના દાંત શા માટે આડાઅવળા ઉગતા હોય છે.

image source

જેની પાછળ કેટલાક ભ્રમ પણ છે અને કેટલીક હકીકતો પણ છે પણ આપણે આજે કેટલીક હકીકતોની વાત કરીશું.

શા માટે બાળકોના દાંત આડાઅવળા ઉગે છે?

નાનપણની બેદરકારીના કારણે ઘણીવાર બાળકોના દાંત આડાઅવળા રહી જતા હોય છે તો વળી મોટે ભાગે તેની પાછળ કોઈ કૂદરતી કારણ જ જવાબદાર હોય છે.

image source

કેટલાક કિસ્સામાં આડાઅવળા દાંત વારસાગત પણ હોઈ શકે છે જેમ કે ઘરમાં માતા પિતા કે દાદા,દાદી કે નાના-નાનીના એવા દાંત હોય.

ચાલો તે પાછળના બીજા કારણો વિષે જાણીએ.

– બાળકને શાંત પાડવા માટે તેમજ તે અંગૂઠો ના ચૂસે તે માટે તેને પેસિફાયર એટલે કે ચૂસણી આપવામાં આવે છે. જેને ત્રણ વર્ષ બાદ ન આપવી જોઈએ. તેને એક ધારું મોઢામાં રાખવાથી પણ દાંત વાંકાચૂંકા આવે છે.

image source

– બાળકોને નાનપણમાં અંગૂઠો ચૂસવાની આદત હોય છે. તેના કારણે પણ નવા દાંત વાંકા ચૂકા આવી શકે છે. તેને ઓવરબાઈટ પણ કહે છે. જેમાં દાંત જડબા અને મોઢાથી બહાર નીકળે છે. આવું થવાથી જડબાનો આકાર બદલાય છે અને તેના કારણે દાંત વાંકાચૂંકા ઉગે છે.

– દૂંધના દાંત કુદરતી રીતે નહીં પણ વાગવા કરવાથી ટૂટી જાય તો પણ બીજા દાંત આડાઅવળા આવી શકે છે.

image source

– બાળકને લાંબા સમય સુધી દૂધની બોટલમાં દૂધ આપવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.

– જો બાળક મોઢાથી શ્વાસ લેતું હોય અથવા તો તેને કાકડા થયા હોય તેમજ કોઈ એલર્જી હોય તો પણ દાંત આડાઅવળા આવી શકે છે.

image source

– નાનપણમાં બાળકને ગંભીર રીતે વાગ્યું હોય અને તેના કારણે તેના જડબાનો આકાર બગડ્યો હોય તો તેવા સંજોગોમાં પણ તેના દાંત આડાઅવળા આવી શકે છે.

બાળકના બીજા દાંત વાંકાચૂંકા ન આવે તેના માટે આ ઉપાય અજમાવો

image source

– ઉપર જણાવ્યું તે પ્રમાણે બાળકોને ત્રણ વર્ષની ઉંમર બાદ ચૂસણી આપવાનું બંધ કરી દેવું.

– બાળકોને બને તેટલી જલદી બોટલમાંથી દૂધ પીવાનું છોડાવી દો અને વાટકી કે કપમાં દૂધ પીવા આપો.

image source

– બાળકનાં દાંતને બ્રશ કરી સ્વચ્છ રાખો તેમજ તેમને પણ તેમ કરતાં શીખવો.

– બાળકની અંગૂઠો ચૂસવાની આદત પણ બંધ કરાવવી જોઈએ.

image source

– ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકના દૂધના દાંત ટૂટે તે પહેલાં તો નવા દાંત ઉગી નીકળે છે માટે બાળકના દાંતની તપાસ કરાવતા રહેવી જોઈએ.

નાનપણમાં બાળકો પર માતાપિતાએ થોડું વધારે ધ્યાન આપવું. તેમની આદતો તેમના ખોરાક વિગેરેમાં માતાપિતાનો ફાળો મહત્ત્વનો છે માટે તેમને સુઆદતો શીખવો.

image source

જો બાળપણથી જ બાળકોના દાંતની કેર કરવામાં આવે તો તેઓ ભવિષ્યમાં દાંતની વિવિધ સમસ્યાઓથી બચી શકે છે.

પણ સામાન્ય રીતે માતાપિતા તેના પર ખાસ ધ્યાન નથી આપતા અને પછી તે નાની એવી બાબત મોટી સમસ્યા બની જાય છે. માટે તેના પર ધ્યાન આપવું અને જરૂર પડ્યે ડોક્ટરની સલાહ પણ લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ