જાણો કેવીરીતે પ્રાણાયામ આપના જીવનકાર્યને સંતુલિત કરે છે?

દુનિયાભરમાં યોગ અલગ અલગ પ્રકારે અને પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. ખરેખર, આ બધામાં એક ક્રિયા સમાન હોય છે જે છે પ્રાણાયામ – ઊંડો શ્વાસ લેવાની એક પદ્ધતિ.
યોગ એક મસ્તિષ્ક અને શરીરનો એ અભ્યાસ છે જેમાં શારીરિક આસન, નિયંત્રિત શ્વાસ અને ધ્યાન કરવું અથવા વિશ્રાન્તિનો સમાવેશ થાય છે. દુનિયાભરમાં યોગને ઘણી બધી અલગ અલગ પધ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. ખરેખરમાં આ બધામાં એક ક્રિયા સમાન હોય છે જે છે પ્રાણાયામ – ઊંડો શ્વાસ લેવાની તકનીક.
પ્રાણાયામ એટલે શું? પ્રાણનો મતલબ છે જીવન શક્તિ અને આયામનો મતલબ છે વધારવું. પ્રાણાયામ કરતી વખતે શ્વાસ લેવા પર શરીરમાં તાજો ઓક્સિજન અંદર જાય છે અને શ્વાસ છોડવા પર શરીરની અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે.

આ ક્રિયાથી શરીરના લોહીની સાથે સાથે મસ્તિષ્ક પણ શુદ્ધ થાય છે.
તણાવ આજે આપણી જિંદગીનો એક ભાગ બની ગયો છે, અને ક્યારેક, આ આપણી આંતરિક શક્તિમાં દખલગિરી અને આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે પ્રભાવિત પણ કરે છે. કાર્યસ્થળની ચિંતાઓ અને તણાવ સતત વધતા જઇ રહ્યા છે એક પછી એક મીટીંગ, પ્રોજેકટની અંતિમ સમય – સીમાઓ અને પ્રદર્શન સમીક્ષાઓ આપણા શરીર અને દિમાગને પ્રભાવિત કરી રહ્યા છે. એવાંમાં પ્રાણાયામની ઊંડા શ્વાસ લેવાની તકનીક, આપણને ફરી સંતુલન મેળવવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

પ્રાણાયામ કરવાના ફાયદા:
૧. ઊંડો શ્વાસ અંદર લેવાથી આપણા ફેફસામાં વધારે ઓક્સિજન ભરાય છે જે આપણા તણાવને કાઢી નાખે છે સાથે આપણા દિમાગ અને તંત્રીકાઓને આરામ મળે છે.
૨. આપણા નાસિકા સંબંધી માર્ગોને પણ સાફ કરવામાં મદદ મળે છે.
૩. રક્તચાપને નીચે/સ્થિર લાવવામાં મદદ કરે છે.
૪. ઊર્જા સ્તર વધારે છે.
૫. ફેફસાનો વિસ્તાર કરે છે અને તેની ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

પ્રાણાયામ તણાવ કેવીરીતે દૂર કરે છે?

નીચે બતાવવામાં આવેલ પદ્ધતિથી દિમાગને શાંતિ મળે છે અને શરીર સ્વસ્થ બનવવામાં કારગત નીવડે છે.
પેટ સંબંધી શ્વાસ ક્રિયા:
આ પદ્ધતિથી રોજ ફક્ત ૧૦ મિનિટ કરવાથી આપના શારીરિક તંત્રમાં અદભુત બદલાવ જોવા મળશે. જમીન પર કોઈપણ આરામદાયક સ્થિતિમાં બેસી જવું અને પેટને ધીરે ધીરે ફુલાવતા ઊંડો શ્વાસ લેવો. ત્યારપછી શ્વાસ છોડતા સમયે, ધીરે ધીરે પેટને પાછું અંદર લેવું અને અંતમાં ધીરેથી ફેફસામાંના બચેલા શ્વાસને બહાર કાઢવો. આમ કરવાથી વધેલો રક્તચાપ અને હૃદયની ગતિ સામાન્ય થઈ જાય છે. જો તમે કાર્યસ્થળ પર એક ખરાબ દિવસમાંથી પસાર થઈ રહ્યા હોવ તો આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી આપને રાહત મળશે.

અલગ અલગ નાસિકા છિદ્રથી શ્વાસ ક્રિયા: જ્યારે પણ આપ ચિંતિત હોવ કે બેચેની મહેસુસ કરો, તો અલગ અલગ નાસિકા છિદ્ર શ્વાસ ક્રિયા, અથવા જેને નાડી શોધન પણ કહે છે. આ તરત આપને શાંત કરી દેશે. ડાબા નાસિકા છિદ્ર પર ડાબા હાથનો અંગૂઠો દબાવો અને જમણા નાકથી ઊંડો શ્વાસ લેવો પછી જમણા નાકને બંધ કરી ડાબા નાકથી શ્વાસ બહાર છોડવો. આ પુરી પ્રક્રિયાને જમણા નાક પર પણ કરવી અને અલગ અલગ બદલીને કરવી. આ આસનથી દિમાગના બંને ભાગ એકબીજા સાથે જોડાય છે અને શરીર સંતુલિત રહે છે.

આવી ઘણી બધી શ્વાસની ક્રિયાઓ છે જે દિમાગ અને શરીરને સંતુલિત કરે છે. પ્રાણાયામ આપણે રોજ કરવું જોઈએ, ભલે શરૂઆત ફક્ત ૧૦ મિનિટથી થાય. જ્યારે આપ આપના શ્વાસ પર ધ્યાન લાગવા લાગશે તો કેટલાય પ્રકારના તણાવ, ચિંતાઓ અને ક્રોધ દૂર થઈ જાય છે. આપ પહેલાથી વધારે શાંતિવાન અને દિવસભરમાં કોઈપણ તકલીફનો સામનો કરવા વધારે ઊર્જાવાન મહેસુસ કરશો. યોગનો અભ્યાસ કરવાથી દિમાગ અને શરીરને અગણિત ફાયદા મળે છે. તેમજ આની સાથે ખોરાકને જોડી દેવામાં આ તમારું જીવન બદલી શકે છે. એટલેજ આ પધ્ધતિઓને અપનાવી ને અને કાર્યસ્થળ પર કોઈપણ ખરાબ દિવસને પાછળ છોડીને અને ફરીથી ઊર્જા મેળવીને આગળ વધવા પ્રેરિત કરે છે.