ઉધરસ ગમે એટલી જૂની હશે તેને મૂળમાંથી હટાવવી હોય તો કરો આમાંથી કોઈપણ ઉપાય…

બદલાતા સમય અને વાતાવરણમાં આવતા પરિવર્તનને કારણે ઘણા લોકોને ઉધરસની સમસ્યા થતી હોય છે. લાંબા સમયથી જો કોઈ વ્યક્તિને ઉધરસ હોય છે તો એ મુસીબત શિયાળા દરમિયાન વ્યક્તિને બહુ હેરાન કરતી હોય છે. આવામાં જેટલું જલદી થઈ શકે એ વ્યક્તિએ પોતાની આ પરેશાનીથી બહાર આવવા માટે પ્રયત્ન કરતો હોય છે. આની માટે તેઓ અનેક પ્રયત્ન કરે છે પણ છતાં બહુ ફેર પડતો નથી. ઘણા એવા પણ વ્યક્તિ હશે જેમને કોઈને કોઈ નાની મોટી એલર્જીના લીધે પણ ઉધરસ થતી હોય છે. પણ આ એલર્જીના કારણે થયેલ ઉધરસ થોડા સમયમાં મટી જાય છે પણ જે લોકોને બહુ જૂની ઉધરસ હોય છે તેમના માટે અહિયાં જણાવેલ ફાયદાકારક છે. આ ઉધરસને કાળી ઉધરસ અથવા તો સૂકી ઉધરસ પણ કહેવામાં આવે છે.
જે લોકોને બહુ જૂની ઉધરસ છે તેમને શ્વાસ ચઢવો, ગળામાં કફ આવવો, મોઢું સુકાઈ જવું, થાક લાગવો જેવા અનેક લક્ષણ હોય છે, આવા લોકોએ દરરોજ ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આજે અમે તમને આવા લોકો જેમને બહુ જૂની ઉધરસ હોય છે તે કેવીરીતે છુટકારો પામશે એ જણાવીશું.

જૂનામાં જૂની ઉધરસ માટે દાડમની છાલ એ બહુ ફાયદાકારક છે. સૌથી પહેલાં છાલને તાપમાં સંપૂર્ણ સુકવી દો, સુકાઈ જાય પછી તેનો પાઉડર બનાવો. દરરોજ સવારમાં આ પાવડરને ચા સાથે ઉકાળો અને તેને પીવો. થોડા દિવસો સુધી નિયમિત આ ઉપાય કરવાથી તમારી જૂની ઉધરસ મટી જશે અને તેનો ફરક તમે જાતે જ જોઈ શકશો.
હળદર એ એક જુનો ઉપાય છે ઉધરસ માટે આ એક ઔષધી છે જેણે અનેક લોકોની ઉધરસને દૂર કરી છે. હળદરમાં આવેલ પ્રાકૃતિક ગુણો એ તમારી અનેક સમસ્યા દૂર કરશે, આમ ઉધરસ મટાડવા માટે હળદરને એક સારો ઉપાય માનવામાં આવે છે. એટલા માટે હળદરને દૂધમાં ઉમેરીને પણ પીવામાં આવે છે. જો કોઈને દૂધ સાથે હળદર પસંદ ના હોય તો તેઓ હળદરને ફાંકીની જેમ પણ ઉપયોગમાં લઈ શકે છે.
જૂની ઉધરસ મટાડવા માટે આદુ અને મરીયાનો ઉકાળો પણ બહુ ફાયદાકારક હોય છે. આમ જો તમે પણ ઈચ્છો છો અને તમને ભાવે તો આ ઉકાળો પણ તમે ઉપયોગમાં લઈ શકો છો.