વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ લખનઉ એરપોર્ટ પર શરૂ કર્યા ધરણાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી હાલ ચર્ચામાં આવી ગયા છે. આ ચર્ચાનું કારણ છે કે તેઓ યુપીની રાજધાની લખનઉના ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ બહાર ધરણા પર બેઠા હતા.

image source

તેમણે લખનઉ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે તેમના સમર્થકોની અટકાયત કરવામાં આવી છે, અને જ્યાં સુધી તેમને મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી તે એરપોર્ટ છોડશે નહીં અને ધરણા ચાલુ રાખશે. આ હાઇ વોલ્ટેજ ડ્રામા લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો.

image soucre

ઘટના એવી બની હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી કેટલાક કાર્યક્રમમાં ભાગ લેવા ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેઓ પ્રયાગરાજ, જૌનપુર અને સુલતાનપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. અહીં એરપોર્ટ પર તેઓ ઉતર્યા ત્યારે તેના સમર્થકો તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. આ તકે 100 જેટલા કાર્યકર્તાઓ એકત્ર થતાં પોલીસે તેમને એરપોર્ટ પર જતા રોક્યા હતા.

image source

આ વાતની જાણ થતાં પ્રહલાદ મોદી એરપોર્ટ પર જ ધરણા પર બેસી ગયા. આ તકે તેમણે કહ્યું હતું કે તેમનું સ્વાગત કરવા આવનાર 100 કાર્યકર્તાઓની અટકાય કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી તેમને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. તેઓ એરપોર્ટની બહાર જ બેસી ગયા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમના કાર્યકર્તાઓની અટકાયત શા માટે અને કોના આદેશથી કરવામાં આવી તે પણ જણાવવામાં આવે. જો આ કામ પીએમઓના આદેશથી થયું છે તો તે આદેશ પણ તેમને દેખાડવામાં આવે.

image soucre

જો કે આ પહેલીવાર નથી કે પીએમના ભાઈ કોઈ વાત પર ધરણા પર બેઠા હોય. આ પહેલા જ્યારે તેઓ રાજસ્થાનના પ્રવાસે ગયા હતા ત્યારે પણ જયપુરના એક પોલીસ સ્ટેશન બહાર તે ધરણા પર બેઠા હતા. તે સમયે તેમની માંગ હતી કે તેમના સુરક્ષા કર્મચારીઓને અલગ વાહન આપવામાં આવે. આ માંગ સાથે તેઓ એક કલાક સુધી પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેસી ગયા હતા.

image source

જો કે ગુજરાતમાં પણ પ્રહલાદ મોદી ચુંટણીને લઈને ચર્ચામાં રહી ચુક્યા છે. તેમની દીકરી સોનલ મોદીએ ભાજપમાંથી એએમસીની ચુંટણી લડવા માટે ટિકિટ માંગી છે. ત્યારે આ મામલે તેમના પિતાએ પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે તે લોકશાહીમાં જીવે છે તેથી ટિકિટ માંગવા માટે સ્વતંત્ર છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્રભાઈનું કેટલું માન જાળવે છે તે વાતનો ખ્યાલ પણ સોનલને ટિકિટ મળે છે કે નહીં તેના પરથી આવી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ