લો બ્લડ પ્રેશર માટે આ ઘરેલુ ઉપાયો છે એકદમ અસરકારક, જાણો તમે પણ…

દુનિયામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને લો બીપીની બીમારીથી પીડાઈ રહ્યા છે. પણ મોટાભાગના લોકોને લો બીપીના લક્ષણો વિશે ખબર હોતી જ નથી. એટલે તેઓ આ બીમારીને અન્ય બીમારી સાથે જોડી દે છે અને પોતાની હેલ્થને નુકસાન પહોંચાડે છે.

image source

બ્લડ પ્રેશર વિશે જ્યારે લોકો વાત કરે છે. ત્યારે તેઓ ફક્ત હાઈ બ્લડપ્રેશરની જ વાત કરે છે. કેમકે તેઓ હાઈ બ્લડપ્રેશરના લક્ષણો વિશે જાણકારી હોય છે. જ્યારે લો બ્લડપ્રેશર વિશે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે. જ્યારે હકીકત એ છે કે દુનિયામાં વધારે લોકો લો બ્લડપ્રેશરની બીમારીથી પીડાઈ રહ્યા છે.

પણ જો કે તેઓને લો બ્લડપ્રેશરના લક્ષણોની જાણકારીના અભાવના કારણે તેઓ ચક્કર આવાને સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દે છે. જો લો બીપીની તકલીફ ગંભીર થઈ જાય તો દિમાગ સુધી પહોંચતા ઓક્સિજન અને અન્ય પોષકતત્વોને રુકાવટ આવે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપને લો બીપીની સમસ્યા તો નથીને? ને જો હોય તો તેને જરાક પણ હળવાશમાં લેવી નહિ.

image source

આ કારણોથી બીપી લો થઈ જાય છે.

-ડિહાઇડ્રેશન:

image source

શરીર સારી રીતે કામ કરે તે માટે ખૂબ જરૂરી છે કે પાણી ખૂબ પીવું જોઈએ. જો આપનું શરીર જલ્દી જ ડીહાઇડ્રેટ થઈ જાય છે તો તમારે આમ ના થાય તેના માટે કોઈ ઉપાય કરવો જોઈએ. જો આપનું મોટાભાગનું કામ તાપમાં કે બહાર જ રહેતું હોય તો આપે આપની પાસે પાણીની બોટલ રાખવી જોઈએ અને લીંબુ પાણી જેવા ઠંડાપીણાંનું સેવન કરવું જોઈએ. જેથી આપને કમજોરી લાગે નહિ.

પ્રેગ્નેન્સી:

image source

જો આપ પ્રેગ્નેન્ટ છો તો આ વાતની સંભાવના વધી જાય છે કે આપનું બ્લડપ્રેશર લો થઈ જાય. આમ તો પ્રેગ્નેન્સી દરમિયાન બીપીનું થોડું લો થવું સામાન્ય વાત છે. પરંતુ જો આવુ વારંવાર થાય તો તરત જ આપે આપનું ચેકઅપ કરાવી લેવું જોઈએ.

હૃદયને લગતી બીમારીઓ:

image source

હૃદયને લગતી બીમારીઓમાં ઘણીવાર એવું થાય છે કે શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર ના થઈ શકે તો બ્લડપ્રેશર લો થઈ જાય છે.

પોષકતત્વોની ખામી:

image source

શરીરમાં કેટલાક જરૂરી પોષકતત્વો જેવા કે, વિટામિન બી-૧૨ કે આયર્નની ખામી થઈ જાય તો વ્યક્તિ અનિમિયાનો શિકાર થઈ જાય છે જેનાથી લો બ્લડપ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે.

ઘરેલુ ઉપચારો:

  • – સામાન્ય રીતે બ્લડપ્રેશરના દર્દીઓને મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે લો બીપીની તકલીફમાં મીઠું આપને મદદ કરી શકે છે. પરંતુ મીઠાનું પ્રમાણ વધારતા કે નમકીન વસ્તુઓ ખાતા પહેલા આપના ફેમિલી ડોકટરની સલાહ જરૂરથી લેવી.
  • – જો આપને સતત ચક્કર આવે છે કે માથું ફરતું હોય તેવું લાગ્યા કરે છે. તો આપે પાણી પીવાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. પાણી એમ પણ શરીરને સારી રીતે કામ કરી શકે તે માટે જરૂરી છે અને વધુ પાણી પીવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે.

    image source
  • – દરરોજ ઓછામાં ઓછું બે વાર કાચા બીટરૂટનો એક કપ રસ પીવો. આ લો બ્લડપ્રેશરનો સૌથી સારો ઘરેલુ ઉપચાર છે.
  • – બ્લડપ્રેશર લો થઈ જાય તો એક કપ કડક કોફી પી શકો છો. આનાથી આપને સારું લાગશે.
  • – આ સિવાય બદામની પેસ્ટ બનાવી લેવી અને તેને હુંફાળા દૂધ સાથે પી જવું. આનાથી પણ લો બ્લડપ્રેશરની તકલીફ દૂર કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ