PM મોદી આ વખતે પોતાનો જન્મદિવસ ઉજવશે આધ્યાત્મિક રીતે, 69માં બર્થડે પર 69 મંદિરે 69 દિપ જગવશે

નરેન્દ્ર મોદી પોતાની સાદગી માટે સમગ્ર દેશમાં જાણિતા છે. તાજેતરમાં રશિયા ખાતેની મુલાકાતમાં તેમણે સોફા પર નહીં બેસતાં પોતાના માટે ખુરશીની માંગ કરી હતી. તે દેશના વડા પ્રધાન તો છે જ પણ સાથે સાથે દેશની સૌથી લોકપ્રિય વ્યક્તિ છે.

તેમણે બીજી વાર ભારતની સત્તામાં આવીને એક ઐતિહાસિક રેકોર્ડ સર્જી લીધો હતો. અને ત્યાર બાદ એક પછી એક નિર્ણયો લઈને લોકોને ચકિત કરી દીધા હતા. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવીને તેમણે લોકોના દિલ જીતી લીધા છે અને જે લોકો તેમની વિરુદ્ધમાં હતાં તેમને પણ સમ્માન આપવા મજબુર કર્યા છે.

આવનારી 17 સપ્ટેમ્બરે તેમનો 69મો જન્મ દિવસ છે જેને તેઓ આધ્યાત્મિકે રીતે ઉજવવા માગે છે. મળેલા અહેવાલ પ્રમાણે આ વર્ષે તેઓ પોતાના મતવિસ્તારમાં દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે.

અને તેમનો આ મતવિસ્તાર છે પવિત્ર નગરી વારાણસી. તેમના આ પ્રોગ્રામને જોતાં તંત્રએ ધામધૂમથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આખાએ શહેરને શણગારવામાં આવશે. વડાપ્રધાન તેમના જન્મ દિવસ નિમિતે વારાણસીના 69 મંદિરેમાં ભજન સંધ્યાનું આયોજન થશે અને 69 જગ્યાઓ પર દીવડાઓનું દાન કરશે.

સેલિબ્રેશનનું થીમ હશે ફિટ ઇન્ડિયા

આ પ્રસંગે વડાપ્રધાન મોદી 17 સપ્ટેમ્બરના દિવસે વારાણસી ખાતે દિવ્યાંગ બાળકો સાથે પસાર કરશે. આ ઉપરાંત એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ પણ લગાવવામાં આવશે.

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે બીજેપી કાર્યકર્તાઓનું પણ એક મોટું આયોજન છે જેમાં તેઓ જન્મદિવસના આ સપ્તાહને ‘સેવા સપ્તાહ’ તરીકે ઉજવવા જઈ રહ્યા છે. બીજેપીના એક સિનિયર લિડરના જણાવ્યા પ્રમાણે તેઓ તારીખ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બરના દિવસના અઠવાડિયા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય તેમજ તેમના લાંબા જીવન માટે સમગ્ર દેશમાં પ્રાર્થનાનું આયોજન કરશે.

આ આયોજનમાં બીજેપીનાં હજારો કાર્યકર્તાઓ હાજર રહેશે.

આ ઉપરાંત આ સેવા સપ્તાહ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ એક-એક ટીમ બનાવીને ગામડા સુધી પહોંચવા માગે છે અને ઘરે-ઘરે જઈ લોકોની સમસ્યાઓ જાણવા માગે છે અને તેને સરકાર સમક્ષ લાવવા તેમજ તેનું નિરાકરણ લાવવા માગે છે.

તાજેતરમાં સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા કેમ્પેઇન પણ લોન્ચ કરવામાં આવ્યો છે જેના સપોર્ટમાં જાણીતી હસ્તીઓ મેદાનમાં આવી છે. બની શકે કે પોતાના જન્મદિવસના પ્રસંગે તેઓ તે વિષે બે-ચાર શબ્દો કહીને ભારતીય જનતાને ફિટનેસ પ્રત્યે પ્રોત્સાહિત કરે.

મળેલા અહેવાલ પ્રમાણે સૌ પ્રથમ પી.એમ મોદી પોતાના જન્મ દિવસે ગુજરાત ખાતે પોતાની માતાના આશિર્વાદ લેશે ત્યાર બાદ વારાણસી માટે રવાના થશે. અહીં તેઓ વરાણસિના વિકાસ હેતુસર કેટલીક યોજનાઓની પણ જાહેરાત કરશે.

આ બીજીવાર પી.એમ મોદી પોતાનો બર્થડે વારાણસી ખાતે ઉજવવા જઈ રહ્યા છે. ગયા વર્ષે પોતાના 68માં જન્મ દિવસ નિમિતે તેમણે વારાણસી ખાતે જ ત્યાંની શાળાઓના બાળકો સાથે સમય પસાર કર્યો હતો.

તાજેતરમાં નરેન્દ્ર મોદીએ રશિયાનો પ્રવાસ કર્યો છે જેના ઘણા સારા પરિણામ આવે તેવી આશા છે. આ ઉપરાંત પાકિસ્તાનને પણ વડાપ્રધાનના પ્રવાસ દ્વારા પોતાની દુનિયામાં શું સ્થિતિ છે તે સમજાઈ ગયું હશે તેવી આશા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ