લતા મંગેશકરને મોદી સરકાર આપશે અનેરુ સમ્માન ! તેમનો 90મો જન્મદિવસ બનશે યાદગાર

સ્વર સામ્રાજ્ઞી કે જેમની કોઈ જ સરખામણી કોઈ પણ ગાયિકા સાથે ન થઈ શકે તેવા “હિન્દુસ્તાનની કોયલ” ગણાતા લતા મંગેશકરને તેમના 90માં જન્મ દિવસ પર આપવામાં આવશે યુગો સુધી યાદ રહે તેવું સમ્માન.

તાજેતરમાં લતામંગેશ્કર ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી રાનુ મંડલના લતા મંગેશ્કર જેવા સ્વરના કારણે ચર્ચામાં આવ્યા છે. લતા મંગેશ્કરનું એક ગીત ગાઈને રાનુ મંડલે લોકોના દિલ જીતી લીધા છે અને રાતો રાત તેના પર પ્લેબેક સિંગિંગ માટે ઓફરો આવવા લાગી છે. પણ આપણે વાત કરી રહ્યા છીએ લતા મંગેશ્કરની તેમને ભારતીય સંગતીમાં સાત-સાત દાયકાઓથી જે યોગદાન આપ્યું છે તેના બદલામાં મસમોટું સમ્માન આપવામાં આવી રહ્યું છે ! અને આ સમ્માન છે ‘ડૉટર ઓફ ધી નેશન’ એટલે કે ‘દેશની દિકરી’ . કેન્દ્ર સરકાર લતા મંગેશકરના જન્મ દિવસે એટલે કે 28 સપ્ટેમ્બરે તેમને આ સમ્માન આપવાની છે.

મળેલા અહેવાલ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતાજીના અવાજના પહેલેથી જ પ્રસંશક રહ્યા છે તેમના મતે તેણી દેશના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમનું સમ્માન કરવું એટલે દેશની દીકરીનું સમ્માન કરવા બરાબર છે. તો પછી હવે તેમને અધિકૃત રીતે ‘દેશની દીકરી’નું સમ્માન મળવું જ જોઈએ.

લતા મંગેશ્કરે આ મુકામ હાંસલ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. ચાલો તેમના વિષે થોડું જાણી લઈએ. તેમનો જન્મ 1929ની 28 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના ઇંદોરમાં એક મધ્યમવર્ગીય મરાઠી કુટુંબમાં થયો હતો. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશ્કર એક મરાઠી મ્યુઝિશિયન હતા પણ એક ગુજરાતી તરીકે તમને એ જાણીને અભિમાન થશે કે તેણીના માતા એક ગુજરાતી હતા.

તેમને અત્યાર સુધીમાં દેશના અનેક સમ્માનથી નવાજવામાં આવ્યા છે. તેમને 2001માં દેશ માટેના તેમના ફાળાને સમ્માન આપવા માટે દેશનું સર્વોચ્ચ સમ્માન એવો ભારત રત્ન અવોર્ડ આપવામાં આવ્યો આ ક્ષેત્રે માત્ર બે જ વ્યક્તિને આ સમ્માન મળ્યું છે.

હજારો ફિલ્મોમાં પ્લેબેક કર્યું છે

તેમણે અત્યાર સુધીમાં એક હજાર કરતાં પણ વધારે હિન્દી ફિલ્મોમાં પાર્શ્વ ગાયિકા તરીકે પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત તેમણે 36 કરતાં પણ વધારે પ્રાંતિય ભાષા તેમજ વિદેશી ભાષામાં ગીતો ગાયા છે.

તેમને અગણિત નેશનલ અવોર્ડ મળી ચુક્યા છે, આ ઉપરાંત તેમને 15 જેટલા બંગાળી ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન અવોર્ડ્સ પણ મળી ચુક્યા છે. ચાર ફિલ્મ ફેર ફોર બેસ્ટ પ્લેબેક અવોર્ડ મેળવ્યા અને ત્યાર બાદ તેમણે જાતે જ અવોર્ડ લેવાનું બંધ કરી દીધું હતું જેથી કરીને નવી પ્રતિભાઓને અવોર્ડ આપવામાં આવે અને પ્રોત્સાહિત કરવામાં આવે.

વિદેશમાં પણ ¬¬¬¬તેમનું સમ્માન કરવામાં આવ્યું છે

ફ્રાન્સની સરકારે 2007માં તેમને તેમનું સર્વોચ્ચ નાગરિક સમ્માન ‘ઓફિસર ઓફ ધી લિજિયન ઓફ ઓનર’ આપ્યું હતું. આ ઉપરાંત સાઉથ અમેરિકાના ધી રિપબ્લીક ઓફ સુરિનમની ઓનરરી સિટીઝનશીપ આપવામાં આવી છે. તેમજ તેમણે કેનેડાના ટોરોન્ટો, ઓન્ટારિયોમાં જે દિવસે હાજરી આપી હતી તે 9મી જુનના દિવસને એશિયા દિવસ તરીકે જાહેર કરી તેમને સમ્માન આપવામાં આવ્યું હતું.

અનેક પેઢીના સંગિતકારો સાથે કામ કર્યું છે

તેમણે એસડી બર્મન અને તેમના દીકરા આર.ડી બર્મન સાથે આમ સતત બે પેઢી સાથે કામ કર્યું છે આ ઉપરાંત તેમણે વિતેલા જમાનાના અવ્વલ સંગિતકારો શંકર જયકિશન, હેમન્ત કુમાર, સી. રામચંદ્ર, મદનમોહન, સલિલ ચૌધરી વિગેરેની માનિતા ગાયિકા પણ રહી ચુક્યા છે. તો વળી ઓસ્કર એવોર્ડ વિજેતા એ.આર રહેમાન સાથે પણ કામ કર્યું છે.

તાજેતરમાં રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી રાનુ મંડલની લોકપ્રિયતા વિષે તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે રાનુને ચેતવણી આપી હતી કે ‘નકલ ક્યારેય લાંબી ટકતી નથી.’ જેની કેટલાક લોકોએ નિંદા કરી હતી. જો કે તેમના આટલા વર્ષના અનુભવે તેમને આ નિવેદન આપવા પ્રેર્યા હશે જેમાં કશું જ ખોટું નથી. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ઓરિજનલ એ ઓરિજનલ હોય છે અને નકલ એ નકલ હોય છે. લતા મંગેશ્કર માટે આપણે શુભેચ્છા આપીએ છીએ કે તેઓ હંમેશા સ્વસ્થ રહે અને 100 વર્ષ પુરા કરે !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ