વ્હીલચેર પર બેસીને સ્કૂબા ડાઈવિંગ સહિત અનેક સાહસિક કાર્યો કરીને સર્જ્યા અનેક વર્ડ રેકોર્ડ. કરવા માંગે છે જીવનમાં અનોખા કામ…

નવીન ગુલિયા કરમવીર એપિસોડ ગેસ્ટ, વ્હીલચેર પર બેસીને ક્સુબા ડાઈવિંગ સહિત અનેક સાહસિક કાર્યો કરીને જીતા વર્ડ રેકોર્ડ. વંચિત દીકરીઓને માટે બનાવવા ઇચ્છે છે ખાસ શાળા… કેબીસી સીઝન – ૧૧ના સપ્ટેમ્બર ૬ના કરમવીર એપિસોડમાં ‘અપની દુનિયા અપના અશિયાના’ ના સ્થાપક નવીન ગુલિયા વિશે જાણો…


કરમવીર એપિસોડ દર શુક્રવારે કેબીસીમાં પ્રસારિત થાય છે. જેમાં સમાજ સાથે જોડાઈને કોઈ ઉત્કૃષ્ઠ કાર્ય કરનાર કોઈ વ્યક્તિને સન્માનિત કરવા અને તેમણે જીતેલી ધનરાશિને તેઓ જે પણ સામાજિક સારા કાર્યોમાં માટે, ઉપયોગમાં લઈ શકે. આ વખતના શોમાં નવીન ગુલિયા અને દીપા ગોવેકર કર્મવીર તરીકે આમંત્રિત છે. નવીન ગુલિયા ‘અપની દુનિયા અપના અશિયાના’ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક છે જે સામાજિક રીતે વંચિત બાળકોના કલ્યાણ તરફ કામ કરે છે અને તેમની પત્ની દીપા ગોવેકર તેમને ટ્રસ્ટનું સંચાલન કરવામાં મદદ કરે છે. તેઓ બાળકીઓ પ્રત્યેના ભેદભાવના નિવારણ માટે હરિયાણાના બરહાણા ગામમાં કામ કરે છે અને તેનો સખાવતી ટ્રસ્ટ તેમના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દીપા વિવિધ એનજીઓમાં ‘આદિવાસી ચિત્રો’ દોરવાની કળા શીખવે છે.

અમિતાભ બચ્ચને આપ્યો કર્મવીરનો પરિચય…


જેઓ પોતાના નાકામીયાબીથી લડત કરીને જીવનમાં સકારાત્મક રીતે આગલ વધવા માટે કાર્ય કરે છે, જેઓ પોતાની તકલીફને સાહસપૂર્વક સામનો કરીને પોતાનું અને અન્ય લોકોનું જીવન સુધારવા માટે પણ સંઘર્ષ કરતાં હોય છે. એવી જ એક વ્યક્તિ આજે આ મંચ ઉપર આવી રહી છે. જેઓ પોતે પણ આર્મીમાં હતા અને એક હાદસાને કારણે તેઓ વ્હીલચેર પર આવી ગયા. પરંતુ તેઓ એક એવી સંસ્થા ચલાવે છે જે ગામડાંના બાળકો અને ખાસ કરીને દીકરીઓના ભણતર માટે કાર્યરત છે. આજે આપણી વચ્ચે આવે નવીન ગુલિયા જી અને તેમની પત્ની દીપા ગોવેકર જી.

નવીન ગુલિયાને મળ્યો છે રાષ્ટ્રપતિ એવોર્ડ…


લિમ્કા રેઓકોર્ડ ઓફ બુક, આર્મી એવોર્ડ અને સ્વર્ગીય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે વર્ષ ૨૦૦૫માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. એમણે આર્મી ઓફિસર તરીકે તેમણે ટ્રેનિંગ લીધી હતી. તેમણે એક ટ્રેનિંગના ટાસ્ક દરમિયાન ટીમના કેપ્ટન હતા. એ સમયે એક જમ્પ કરતી વખતે એમની ગરદન પાસેની કરોડરજ્જુનું હાડકું ટૂટી ગયું. એ સમયે એમનો જીવ તો બચી ગયો પણ શરીર પેરેલાઈઝ થઈ ગયું. બે વર્ષ એક તપસ્યાના રૂપમાં તેમણે હોસ્પીટલમાં વીતાવવા પડ્યા હતા. માતાપિતાને પણ અનેક પ્રયત્નો કર્યા તેમની સારવાર કરવા માટે.


નવીન પોતે કહે છે એ સમયે મારી નિયતિ કોઈ જુદી જંગ કરવા માટે નિશ્ચિત થઈ હશે ત્યારે આ બાળકોની સાથેનું કામ શરૂ કરવાનું મારા નસીબમાં હશે. પોતે જ બનાવેલ ગાડીને તેમણે નવી દિલ્હીથી ૧૮૬૩૨ સડક વિનાના પહાડ ઉપરથી ૫૫ કિ.મી ચલાવીને તેમણે વર્ડ રોકોર્ડ કર્યો હતો. એમણે તે ગાડી પોતે એટલા માટે બનાવી છે કે કોઈ જ ડિસેબલ વ્યક્તિ તેને ચલાવી શકે. જે પગ વિનાના વ્યક્તિ ચલાવી શકે છે. તેમને રોલ મોડલ એવોર્ડ મળેલ છે. જેનો વીડિયો પણ બતાવ્યો હતો શોમાં… તેમના પિતાએ કહ્યું કે તેઓ જ્યારે સાજા સારા હતા ત્યારે મોટર સાયકલ પણ નહોતા ચલાવતા પરંતુ વાગ્યા પછી બધું જ શીખવાની ધગશ વધી છે.

આ શોમાંથી જીતેલ રાશી જશે દીકરીઓના ભણતર પાછળ…


દિલ્હીના ગુડગાંવના રહેવાસી નવીન, એકવાર શિયાળાની રાતે એક સડક કિનારે બેઠેલ ભીખારીઓના ટોળામાંથી દીકરીને ટાઢમાં ઠરતી જોઈએ. એ ભીખારીઓનું ટોળું તો ત્યાંથી પસાર થઈ ગયું પરંતુ તેમના મનમાં એક છબી અંકિત થઈ ગઈ કે આ હવે ક્યાં સુધી મારાથી ચૂપ રહેવાશે, કંઈક કરવું પડશે… એમ વિચારીને હરિયાણાના પોતાના ગામને કર્મભૂમિ બનાવીને તેમણે ધીમેધીમે માત્ર છોકરાઓને જ નહીં પરંતુ દીકરીઓને ભણાવવા ઉપર વધારે ભાર મૂક્યો.


તેમનું માનવું છે કે ઇતિહાસના કે પૌરાણિક સમયથી જોઈએ તો સ્વયંવર થતા કેમ કે પુરુષોની સંખ્યા કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી તેથી સ્ત્રીઓને હંમેશા પાછળ રાખવામાં આવતી હતી. આજના સમયમાં દીકરીઓને શિક્ષિત કરવી, પગભર કરવી અને દીકરીઓ પાછળ કેમ રહે? તેને સાથે જ નહીં આગળ ચાલવી જોઈએ. દીકરીઓ જ્યાં રહીને ભણી શકે, સુરક્ષિત રહી શકે અને પગભર થઈ શકે એવી શાળા બનાવવા માટે આ જીતેલ રાશિનો ઉપયોગ કરશે. નવીનનું કહેવું છે કે સડક ઉપર ચાલતાં ગરીબ બાળકો પણ પોતાના લાગે એજ જીવન છે. તેઓ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનના એક રીતે સમર્થક થઈ ગયા છે.

પત્નીને મળ્યા સોશિયલ મીડિયાથી…


નવીનના પત્ની દીપા ગોવાના છે અને તેઓ સોશિયલ મીડિયાથી મળ્યાં હતા. તેમના લગ્નને ૧૫ વર્ષ થઈ ગયા હતા. એમના લગ્ન નવીનના હાદસા થયા બાદ થયા હતા. દીપાજી તેમની શાયરી અને સકારાત્મક વિચારોથી ઇમ્પ્રેસ થઈને પ્રેમમાં પડ્યાં હતા. નવીને જણાવ્યું કે તેમના લગ્નમાં પરિવારના લોકો સિવાય માત્ર કેમેરામેન જ આમંત્રિત હતા. માતાપિતાનું હું કંઈજ નથી માનતો તેથી તેમણે જ મારી પસંદને માનીને સ્વીકારી લીધું. નવીનના માતાને પણ દીપા ગમી ગયાં હતાં અને તેમના લગ્ન શક્ય બન્યા. આ અદભુત જોડીએ તેમનું જીવન જરૂરિયાતમંદ બાળકો માટે વીતાવે છે. દીપાજીએ જણાવ્યું કે આ શાળામાં જોડાઈને બધું જ કામ કરવું પડે છે. સૌથી વધુ અને સૌથી મોટું કામ એ છે કે આ બાળકોને સાંભળવાની અને તેમને સમજવાની જરૂર છે. અનેક બાળકોને તેમની જરૂરિયાત મુજબ મદદ કરવાનો આ દંપતી પ્રયત્ન કરે છે.

મોટીવેશન મળે છે મને મારા કામથી…


નવીનનું કહેવું છે કે હું જીવન જીવવા આવેક એક માત્ર નાનો માણસ છું. ઇશ્વર એક જ છે, કોઈપણ જાતિ કે ધર્મનો કેમ ન હોય? મને માત્ર જીવનના સમય દરમિયાન જીવી લેવું છે. બાળકોને નવીનવી રીતો શોધીને એમની જરૂરિયાત મુજબ ભણાવવું અને પોતાની વ્હીલચેર સાથેની જિંદગીને સંભાળીને સ્વસ્થ રહીને જીવવું એ બંને સમાંતર ચાલે છે. જેને કરવા માટેનું મોટીવેશન પણ જાતે જ જાતને આપવું પડે છે. નવીને હોસ્પીટલ દરમિયાનના સમયની વાત કહી ત્યારે અમિતાભે પણ તેમના કુલીના સમયના એક્સિડન્ટ પછીના સંઘર્ષની પણ વાત કરી. આ સમયે બીગ બી પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા, એમણે કહ્યું કે સાજા થઈને આઈ.સી.યુ.માંથી ઘરે આવીને એક એક પગલું આગળ વધવું ખૂબ મુશ્કેલ હતું. પછી ફરીથી કામે જવું, એક્ટિંગ કરવી એ બધું જ જાતને સમજાવવું અને પ્રોત્સાહન આપવું ખૂબ અઘરું કામ છે.

૧૨,૫૦,૦૦૦ જીત્યાં આ પ્રેરણાત્મક દંપતી…


પતિ – પત્ની એમના ઉમદા કાર્યો અને ઉત્તમ વિચારો સાથે ૧૨,૫૦,૦૦૦ જેટલી રકમ જીતીને સૌને પ્રેરણાત્મક સંદેશાઓ આપીને આ મંચ પરથી રુક્સદ થયા. જેમાં છેલ્લા પ્રશ્નમાં તેમણે લાઈફ લાઈન લીધી ત્યારે એક્પર્ટ રીચાજીએ તેમને વસુધૈવ કુટુંબકમ જેવી વિચારસરણી દ્વારા કર્યા કરતા આ કપલને અભિનંદન આપ્યાં હતાં. આ રકમ જીત્યાં ત્યારે હુટર વાગી ગયું અને સૌએ તાળીઓથી આ વિજેતાઓને વધાવી લીધા હતાં. સમાજ સેવા કરીને ખુશી નથી મળતી, મને ક્રોધ આવે છે. મને દુખ થાય છે કોઈ માટે ભીખ માગવા માટે, મદદ કરવા ખ્યાતિ પામવી પડે છે, જેની આવશ્યકતા નથી. અમને ગ્લાની થાય છે, કેમ મારે આવું કરવું પડે છે? મને સમાજ સેવા કરીને આનંદ નથી થતો. આવનાર સમયમાં ભવિષ્યમાં બહેતર સમાજની ઇચ્છા કરું છું. અમિતાભે કેબીસી તરફથી સ્મૃતિ ચિન્હ પણ આપ્યું હતું.

સોની ટી.વીએ આ શોની વાત કરી સોશિયલ મીડિયામાં…


સોની ટીવીએ આ ખાસ એપિસોડની વાત કરતાં ટ્વીટ કર્યું, “ભૂતપૂર્વ સૈન્ય અધિકારી, સારા લેખક, સમાજસેવક અને સાહસિક રમતોમાં રેકોર્ડ ધારક – અમારા કરમવીર, નવીન ગુલિયા આગામી શોમાં આવશે. એવા હીરોને મળો જે યુવાનોને પ્રોત્સાહિત કરવા અને વંચિત બાળકોને મદદ કરવા માટે જાણીતા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ