સિરિયલના પાત્રોથી સાવ અલગ છે આ સ્ટાર્સની લાઈફસ્ટાઈલ, આ અભિનેત્રીઓ રહી નથી શકતી સિગરેટ પીધા વિના જરા પણ…

જેમ જેમ સમય બદલાઇ રહ્યો છે તેમ તેમ સામાન્ય લોકોથી લઈ ટીવી સ્ટાર્સની જીવન જીવવાની રીત પણ બદલાઈ રહી છે. વર્ષો પહેલા એક સમય એવો હતો જ્યારે સ્ત્રીઓ દારૂ અને ધૂમ્રપાન કરવાથી દૂર રહેતી હતી. આ સિવાય સમાજમાં એવી મહિલાઓને માન-સન્માન ન મળતું જે દારૂ પીતી હોય કે ધૂમ્રપાન કરતી હોય.

image source

જો કે હવે આવી માન્યતા સમાજમાં રહી નથી. સમય અને જીવનશૈલી ખૂબ બદલાઈ છે. હવે તો સમાજના હાઈ પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જીવતી મહિલાઓ પણ ધૂમ્રપાન કરે છે અને દારૂ પણ પીવે છે. ટીવી જગતની પણ આવી કેટલીક અભિનેત્રીઓ છે જે પડદા પર નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં સિગરેટ પીવે છે અને એટલું જ નહીં તે તેની વ્યસની પણ છે.

સુમોના ચક્રવર્તી

image source

તમે સુમિના ચક્રવર્તીને તો ઓળખતા જ હશો, ટીવી સીરીયલમાં કામ કર્યા બાદ સુમોનાને કપિલ શર્મા શોથી ખાસ ઓળખ મળી છે. હાલ દર્શકોને હસાવતી સુમોનાએ ઘણી સિરીયલોમાં સંસ્કારી બહુની ભૂમિકા પણ ભજવી હતી. પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ બોલ્ડ છે. તે સિગરેટ પીવાની પણ વ્યસની છે. તેની સિગરેટ પીતી તસવીરો ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ છે.

કરિશ્મા તન્ના

image source

કરિશ્મા તન્ના તાજેતરમાં ખતરૌં કે ખિલાડી સીઝન 10 માં જોવા મળી હતી અને તે આ શોની વિજેતા પણ બની હતી. કરિશ્મા તન્ના અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે કરિશ્માને પણ સિગરેટ પીવાની લત છે. તે પણ ઘણી વખત સિગરેટ પીતી કેમેરામાં કેદ થઈ છે.

સુરભી ચંદના

image source

કલર્સ ટીવીના પ્રખ્યાત શો નાગિન 5 માં સુરભી ચંદના નાગીન બાનીના પાત્રમાં જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે સિરિયલોમાં સુરભી ચંદના સંસ્કારી રોલ જ ભજવશે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે સિગરેટ પીવાની વ્યસની છે.

ટીના દત્તા

image source

ટીના દત્તાએ કલર્સ ટીવીની ફેમસ સિરિયલ ઉતરનમાં કામ કર્યું હતું. આ સિરિયલમાં તેણે સંસ્કારી દીકરી, વહુ અને પત્ની બની લોકોનું દિલ જીતી લીધું હતું પરંતુ તે હકીકતમાં ખૂબ બોલ્ડ છે. અને તેને દારુ તેમજ સિગરેટ પીવાની પણ આદત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ