શું તમે જાણો છો કેવી રીતે પડ્યું દશાનનનું નામ રાવણ? સાથે જાણો કેવી રીતે થઇ શિવ તાંડવઃ સ્રોતની રચના

ભગવાન શિવની આરાધના અને ઉપાસના માટે ઘણા સ્ત્રોતની રચના થઈ છે. એ બધા જ સ્ત્રોતોમાં શિવતાંડવ સ્તોત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. ધાર્મિક માન્યતા અનુસાર શિવતાંડવ સ્તોત્ર દ્વારા જે પણ ભગવાન શિવની સ્તુતિ મનથી કરે છે એને ક્યારેય પણ ધન અને સંપત્તિની કમી નથી થતી. શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ સ્તોત્ર દશાનન દ્વારા રચિત છે. ભગવાન શિવ દ્વારા જ દશાનનનું નામ રાવણ રાખવામાં આવ્યું હતું. તો ચાલો જાણી લઈએ કેવી રીતે થઈ શિવતાંડવ સ્તોત્રની રચના.

શિવ તાંડવ સ્તોત્રની પૌરાણિક કથા.

image source

રાવણના પિતાનું નામ વિશ્ર્વા હતું જે એક ઋષિ હતા. રાવણના સાવકા ભાઈ કુબેર હતા. પહેલા સોનાની લંકાનું રાજ્ય ઋષિ વિશ્રવાએ કુબેરને સોંપ્યું હતું પણ કોઈ કારણસર પોતાના કહેવા પર એ લંકાને ત્યાગીને હિમાલય જતા રહ્યા. કુબેરને જતા રહ્યા પછી સોનાની લંકા દશાનનને મળી ગઈ અને એ લંકાના અધિપતિ બની ગયા. જેવું દશાનનને લંકાનું રાજ્ય મળ્યું કે એમની અંદર અહંકાર ઉતપન્ન થવા લાગ્યો. ધીરે ધીરે એ એટલા ઘમંડી બની ગયા કે એમને સાધુ સંતો પર અનેક અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું.

image source

દશાનનના અત્યાચારો વિશે જ્યાંરે એમના ભાઈ કુબેરને ખબર પડી તો એમને દશાનનને સમજાવવા માટે પોતાનો એક દૂત મોકલ્યો. એ દુતે કુબેરને કહ્યા પ્રમાણે દશાનનને સત્યના રસ્તે ચાલવાની સલાહ આપી. કુબેરની સલાહ સાંભળી દશાનન ગુસ્સે થઈ ગયા અને અહંકાર તેમજ ક્રોધમાં આવીને એમને એ દૂતને બંદી બનાવી લીધો અને એ જ સમયે એમને પોતાની તલવારથી એ દૂતની હત્યા કરી નાખી.

image source

દૂતની હત્યા કર્યા પછી પણ દશાનનનો ગુસ્સો શાંત ન થયો. ગુસ્સામાં એ કુબેરની નગરી અલકાપુરી પર આક્રમણ કરવા નીકળી પડ્યો અને કુબેરની નગરીને વેરણછેરણ કરી નાખી. એ પછી પોતાના ભાઈ કુબેર પર પણ એમને ગદાનો પ્રહાર કર્યો. જેનાથી કુબેર ઘાયલ થઈ ગયા. કુબેરને સેનાપતિએ કોઈ રીતે કુબેરને નંદનવન પહોંચાડી દીધા જ્યાં વૈધોએ એમની સારવાર કરી જેનાથી એ સ્વસ્થ થઈ ગયા..

આવી રીતે થઈ શિવ તાંડવ સ્તોત્રની રચના.

image source

દશાનને કુબેરની નગરી તેમજ એમના પુષ્પક વિમાર બંને પર પોતાનો અધિકાર જમાવી લીધો. પુષ્પક વિમાનની એ વિશેષતા હતી કે એ ચાલકની ઇચ્છાનુસાર ચાલતું હતું અને એની ગતિ મનની ગતિ કરતા પણ ઝડપી હતી, એક દિવસ દશાનન પુષ્પક વિમાનમાં સવાર થઈને શારવન તરફ ચાલવા લાગ્યો, પરંતુ એક પર્વત પાસેથી પસાર થતા એના પુષ્પક વિમાનની ગતિ જાતે જ ધીમી થઈ ગઈ.પુષ્પક વિમાનની ગતિ ધીમી થઈ જવાથી દશાનને ઘણું આશ્ચર્ય થયું.

image source

ત્યાં જ અચાનક એની નજર સામે ઉભેલા વિશાળ શરીર વાળા નંદીશ્વર પર પડી. નંદીશ્વરે દશાનનને ચેતતા કહ્યું કે અહીંયા ભગવાન શંકર ક્રીડામાં મગ્ન છે એટલે તું અહીંયાંથી પાછો વળી જા પણ કુબેર પર વિજય મેળવીને દશાનન ખૂબ જ દંભી થઈ ગયો હતો. એને નંદીની વાત ન સાંભળી અને અહંકારમાં કહેવા લાગ્યો કે કોણ છે આ શંકર અને ક્યાં અધિકારથી એ અહીંયા ક્રીડા કરે છે? હું આ પર્વતનું નામ નિશાન જ ભૂંસી નાખીશ, જેના કારણે મારા વિમાનની ગતિને અવરોધ થયો.

image source

એટલું કહેતા જ એમને પર્વતના પાયા પર હાથ લગાવીને એને ઉચકવાની કોશિશ કરી. જેવો દશાનને પર્વતનો પાયો ઉચકવાની કોશિશ કરી કે ભગવાન શિવે ત્યાં બેઠા બેઠા જ પોતાના પગના અંગુઠાથી એ પર્વતને દબાવી દીધો જેથી એ સ્થિર થઈ ગયો. ભગવાન શંકરે આવુ કર્યું એના કારણે દશાનનની ભુજાઓ પર્વતની નીચે દબાઈ ગઈ. ક્રોધ અને પીડાના કારણે દશાનન બુમો પાડવા લાગ્યો. એની બુમો એટલી તેજ હતી કે એવું લાગવા લાગ્યું જાણે પ્રલય આવી જશે..

image source

ત્યારે દશાનનના મંત્રીઓએ ને શિવની સ્તુતિ કરવાની સલાહ આપી. પછી દશાનને જરા પણ વાર લગાડ્યા વગર સામવેદમાં ઉલ્લેખિત શિવના બધા જ સ્તોત્રોનું ગાન શરૂ કરી દીધું જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે દશાનનને ક્ષમા કરી દીધો અને એની ભુજાઓને મુક્ત કરી દીધી. દશાનન દ્વારા ભગવાન શિવની સ્તુતિ માટે જે સ્તોત્ર ગાવામાં આવ્યો હતો, સામવેદનો એ સ્તોત્ર રાવણ સ્તોત્ર કે શિવ તાંડવ સ્તોત્રના નામથી ઓળખવામાં આવે છે.

આવી રીતે પડ્યું દશાનનનું નામ રાવણ.

image source

દશાનને આ સ્તોત્ર ભયંકર દર્દન કારણે બુમો પાડીને ગાયું હતું અને આ ભીષણ બુમોને સંસ્કૃતમાં રાવ: સુશુરુણ કહેવામાં આવે છે. જ્યારે ભગવાન શિવ રાવણની સ્તુતિથી પ્રસન્ન થયા અને એના હાથને પર્વત નીચેથી મુક્ત કર્યા તો એમને દશાનનનું નામ રાવણ એટલે કે ભીષણ બુમો પાડવા માટે વિવશ શત્રુ રાખ્યું. કારણ કે ભગવાન શિવે રાવણને ભીષણ બુમો પાડવા માટે વિવશ કરી દીધો હતો. ત્યારથી જ દશાનનને રાવણ કહેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ