આખું વર્ષ વાપરવા માટે લીલા વટાણા સ્ટોર કરવાની સાચી અને પરફેક્ટ રેસિપી…

આજે આપણે જોઇશું લીલા વટાણા સ્ટોર કરવાની સાચી અને પરફેક્ટ રીત. અત્યારે શિયાળાની સિઝનમાં વટાણા એકદમ ફ્રેશ મળે છે. થોડા દિવસો પછી મોંઘા પણ થઈ જશે. કદાચ બજારમાં મળશે પણ નહીં. આપણે આખું વર્ષ લીલા વટાણા ખાય શકીએ અને તેની દરેક આઈટમ બનાવી શકીએ તો તેના માટે આપણે ફ્રોઝન કરીશું.

આ ફ્રોઝન વટાણાથી તમે ઓફ સીઝનમાં સમોસા, લીલા વટાણા અને બટેકાનું શાક, પાઉંભાજી, પેટીસ, મટર પનીરની પંજાબી સબ્જી અને બીજી અનેક વાનગીઓ બનાવી શકશો. જયારે પણ આ વટાણા તમારે વાપરવા હોય ત્યારે ફ્રોઝન કરેલ વટાણા જરૂર પૂરતા કાઢી લેવા અને હૂંફાળા ગરમ પાણીમાં નાખીને કાઢી લેવું. આમ કરવાથી ઠંડક ઉડી જશે અને તમે ફ્રેશ ગ્રીન વટાણા વાપરી શકશો.

રીત-

1-આપણે પાંચ કિલો વટાણા ને સ્ટોર કરીશું. નાના અને મોટા તેને અલગ કરી લેવાના છે. પહેલા સૌથી મોટા અલગ કરીશું. અને પછી તેનાથી મીડીયમ હોય તેવા અલગ કરીશું.

2-હવે સૌથી નાના દાણા પણ અલગ કરી લઈશું. હવે આપણે વટાણા અને ફ્રોજન કરીશું. એક તપેલીમાં ગરમ પાણી કરી લઈશું. તેમાં આપણે થોડું મીઠું નાખીશું. આપણે પહેલા મોટા દાણા અંદર નાખીશું. આપણે પાણી બરાબર ઉકળવા દેવાનું છે.

3-આપણે વટાણાને સરસ ધોઈ લેવાના છે. હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે. સૌથી મોટા વટાણા છે તે પહેલા નાખીશું. ધીરે ધીરે બધા વટાણા ઉપર આવે એટલે સમજી જવાનું કે આપણા વટાણા ફ્રોઝન કરવાના લાયક થઈ ગયા છે.

4-તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક એક કરીને બધા વટાણા ઉપર આવવા લાગ્યા છે. હવે આપણે તેને કાઢી લઈશું. આપણા વટાણા બહુ ચઢી ના જાય એટલે વટાણા તરત જ કાઢી ઠંડા પાણી નાખી દેવાના.

5- જેથી વટાણા બફાવા ની પ્રોસેસ બંધ થઈ જાય. હવે મીડિયમ સાઇઝના વટાણા હતા તે ગરમ પાણીમાં એડ કરીશું. હવે વટાણા બધા ઉપર આવી ગયા છે તો તેને કાઢીને ઠંડા પાણી માં નાખી દઈશું.

6- હવે આપણે આ વટાણાને દુપટ્ટામાં અથવા કોઈ પણ કોટનનું કપડું હોય તેમાં ખુલ્લા કરી કોરા કરી લેવાના છે. પછી આપણે તેને સ્ટોર કરવાની પ્રોસેસ ચાલુ કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આવી રીતે દુપટ્ટામાં કે કોઈપણ કોટન કપડાં સુકવી કોરા કરી લેવાના.

7-તેને હાથમાં લઇ જોઈ લેવાના કે સુકાયા છે કે નહીં હાથમાં પાણી લાગે તો તેને થોડા કોરા કરી લેવાના. હવે વટાણા કોરા થઈ ગયા છે તો તેને ચમચાની મદદથી ભરી લઈશું.

8-હવે જે લોક વાળી કોથળી આવે છે તેમાં ભરી લેવાના છે. આવી બેગ ઈઝીલી માર્કેટમાં મળે છે. આપણે ધ્યાન રાખવાનું કે કોઈપણ બેગમાં વટાણા ભરીએ તો આખી કોથળી ભરવાની નથી. તેને હવા કાઢતા કાઢતા જ પેક કરી લેવાની.

9-જો તમે આ રીતે સ્ટોર કરશો તો તમારા વટાણા માં વાસ પણ નહિ આવે અને એક વર્ષ સુધી આવા તાજા જ રેહશે.

10-હવે આપણે ફ્રીઝરમાં ગોઠવી દઈશું. સૌથી પહેલા મોટા વટાણા નીચે રાખીશું. અને નાના વટાણા ઉપર રાખીશું. જેથી તેને પહેલા યુઝ કરી લેવાઈ. તો તમે પણ આ પરફેક્ટ રેસીપી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.