પોતાની હાઈટ ઓછી હોવાને કારણે હતા નિરાશ, એક દિવસ બદલાઈ ગયું જીવન…

જીવન તમને કઈ ક્ષણે ક્યાં લઈ જાય તે કહી શકાતું નથી. પાકિસ્તાનમાં રહેતી સનોબર અને તેના પતિ એ તેમના ઠીંગણાપણાને કારણે ક્યારેય સ્વપ્નામાં પણ નહોતું વિચાર્યુ કે તેમના પણ ક્યારેયલ લગ્ન થશે અને તેઓ પણ અન્યની જેમ સુખી લગ્ન જીવન ભોગવી શકશે. પણ હાલ તેઓ સરસ મજાનું દાંપત્ય જીવન માણી રહ્યા છે અ તેમને એક સુંદર મજાનો દીકરો પણ છે.


સનોબર જણાવે છે કે તેણીને તેણીના પતિની બહેને જ્યૂસની દુકાન પર જોઈ હતી અને તેણીએ જ તેની માતા પાસેથી તેમનો નંબર લઈ પોતાના ભાઈ માટે પહેલ કરી હતી. આમ લગ્ન માટે તેણીના પતિની માતાએ જ સંપર્ક કર્યો હતો. અને બીજા દીવસે તેઓ તેણીના ઘરે આવીને વાત પાક્કી કરી ગયા હતા. અને હવે તેઓ સુખી લગ્નજીવન માણી રહ્યા છે. તેણી પોતાના આ જીવન માટે ઇશ્વરની ખુબ જ આભારી છે. તેમણે ક્યારેય નહોતું વિચાર્યું પણ ઇશ્વરે તેમના લગ્ન પણ કરાવી દીધા અને તેમને એક સુંદર બજાનો દીકરો પણ આપ્યો.


આજે તેણી પોતાના જીવનથી ખુબ જ ખુશ અને સંતુષ્ટ છે.
જો કે આજે પણ તેમનું જીવન કંઈ સહેલું નથી. કારણ કે આજે પણ તેમની મજાક ઉડાવવામાં આવે છે. પણ તેમનું કુટુંબ અને તેમના મિત્રો તેમને સંપૂર્ણ સહકાર આપે છે અને તેમના જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આને જ જીવન કહેવાય તમેને તેમાં ડગલને પગલે પડકાર મળતા રહેશે તમે તેનો કેવી રીતે સામનો કરો છો તે મહત્ત્વનું. આ કપલ તમને શીખવે છે કે જીવનને કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે જીવંતતાથી જીવી જવું.


તેમને હંમેશા એ વાતનું દુઃખ રહ્યા કરે છે કે તેઓ માત્ર કદથી જ નાના છે બીજી કોઈ ખરાબી તેમનામાં નથી તો શા માટે લોકો તેમને ધૂતકારે છે ? શા માટે લોકો તેમની મજાક ઉડાવે છે ? ઘણીવાર તો એવું પણ બન્યું છે કે લોકો તેમની મજાક ઉડાવતા ઉડાવતા તેમના ઘર સુધી પહોંચી જાય છે. પણ તેમના પર આવી બધી બાબતની કોઈ જ અસર નથી થતી. ઉલટાના તેઓ ઓર વધારે મજબૂત બને છે. કારણ કેતેમનું એવું કહેવું છે કે અમારા માતાપિતાએ અમને એટલા આત્મવિશ્વાસથી મોટા કર્યા છે અને ભણાવ્યા ગણાવ્યા છે કે અમે આજે અમારા પગ પર ઉભા છીએ અને એક સુંદર જીવન જીવી રહ્યા છે.


કોણ કહે છે કે તમારે જીવન જીવવા માટે પર્ફેક્ટ જ બનવું પડે ? ઇશ્વરે તમને જે જીવન આપ્યું છે તેને તમારે ઉજવવાનું છે નહીં કે તેમાં ખોટો કાઢી કાઢીને તેને બરબાદ કરવાનું.


એક સાચ્ચા આત્મવિશ્વાસ જેવું જીવનમાં બીજું કશું જ નથી. અને આ યુગલ તમને શીખવી જાય છે કે યોગ્ય એટીટ્યુડ સાથે તમે તે સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરો છો. આ યુગલને જોઈને આપણને પણ આપણા જીવન પ્રત્યે એક આત્મવિશ્વાસ આવે છે અને આપણે પણ તેના માટે ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞભાવ અનુભવીએ છીએ.


આ કપલ તમને એક શીખ આપે છે અને તે એ છે કે જીવન એ એક ઉજવણી છે તેને ઉજવો તેને સેલિબ્રેટ કરો. અને ઇશ્વરે તમને જે આપ્યું છે તે પ્રત્યે કૃતજ્ઞભાવ રાખો.

સનોબરની આ લવ સ્ટોરીની વાયરલ થયેલી વિડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી હતી અને તેને લાખો વ્યુઝ મળ્યા છે અને તેને હજારો વાર શેયર પણ કરવામા આવી છે.