રવા ના તિરંગા ઢોકળાં – સાદા ઢોકળાં નહિ હવે બનાવો આ કલરફૂલ ઢોકળાં…

રવા ના તિરંગા ઢોકળા.. જે દેખાવ માં જેટલા સુંદર છે એટલા જ ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. ખૂબ જ સરળ અને જલ્દી થઈ બની જતા કલર વિનાનાં રવા ના તિરંગા ઢોકળાં માટેની રીત આ મુજબ છે.

સામગ્રી:-

2 કપ રવો

1 કપ દહીં


સૌ પ્રથમ રવો અને દહીં મિક્સ કરો .. જોઈએ તો થોડું પાણી ઉમેરો . અપાણે ખાલી રવો પલાળવા નો છે. ખીરા જેવું નથી કરવાનું. હવે આ બાજુ માં મૂકી દો . પછી એના 3 ભાગ કરી દો. 3 લેયર માટે.

ગ્રીન કલર ના લેયર માટે:-

1/2 ઝૂડી પાલક

2 લીલા મરચાં

1/2 ચમચી તેલ

ચપટી ખાવાનો સોડા

ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર


એક કડાઇ માં તેલ મુકો. ગરમ થાય એટલે સોડા, પાલક અને મરચાં ઉમેરો. 1 મિનિટ માટે સાંતળો. ઠંડુ થાય એટલે મિક્સર માં ગ્રેવી બનાવી લો.
હવે ઉપર પલાળેલો રવા નો 1 ભાગ લો એમાં પાલક ની ગ્રેવી ઉમેરો અને ઢોકળાં નું ખીરું હોય એટલું ઘટ્ટ હોય એવું બનાવી લો. એમાં ચપટી હિંગ અને મીઠું ઉમેરી ને મિક્સ કરો. અને બાજુ માં મૂકી દો.

ઓરેન્જ લેયર માટે:-


1 ગાજર સમારેલા

2 ટામેટાં સમારેલા

1/2 ચમચી તેલ

ચપટી હિંગ

મીઠું અને મરચું સ્વાદ અનુસાર

સૌ પ્રથમ કડાઈ માં તેલ મુકો થાય એટલે હિંગ, ગાજર અને ટામેટાં ઉમેરો. 1 મિનીટ તેજ આંચ પર સાંતળો. ઠંડુ થાય એટલે મિક્સર માં ગ્રેવી બનાવી લો. ઉપર થી રવા નો એક ભાગ લઈ ને તેમાં આ ઓરેન્જ ગ્રેવી ઉમેરી ને ખીરું બનાવી લો. ત્યારબાદ મીઠું અને મરચું ઉમેરી ને બરાબર મિક્સ કરો.

સફેદ કલર ના લેયર માટે:-

2 ચમચી તાજું છીણેલું ટોપરું કે સૂકું ટોપરા નું છીણ

મીઠું સ્વાદાનુસાર


પલાળેલા રવા નો ત્રીજો છેલ્લો ભાગ લઈ ને તેમાં ટોપરનું છીણ ઉમેરો અને મીઠું નાખી ને મિક્સ કરો. હવે 1 ચમચી ઇનો ( ENO) લો એના ત્રણ ભાગ કરી ને બધા લાયર માં મિક્સ કરી દો. એક ઢોકળાં ની થાળી માં તેલ લગાડો. સૌથી પહેલા ગ્રીન કલર નું ખીરું પાથરો. અને થાળી ને સ્ટીમર માં મુકો. 5 મિનિટ થાય એટલે થાળી નીકાળી ને લીલા લેયર ઉપર સફેદ ખીરું પાથરો. ફરીથી થાળી ને સ્ટીમર માં મુકો. બીજી 5 મિનિટ થવા દો. પછી સૌથી ઉપર ઓરેન્જ લેયર પાથરો અને હવે થાળી ને સ્ટીમર માં 10 -15 મિનીટ મધ્યમ આંચ પર થવા દો.પછી ગેસ બંધ કરી ને ઢોકળાં ને ઠંડા થવા દો. ઉપર એક ચમચી તેલ લગાવી દો એટલે સુકાય ના જાય.


ઢોકળાં ના લેયર પાતળા કરવા જેથી બધા

ઢોકળાં ઠંડા થાય એટલે ચપ્પુ થી કાપી લો .. અને ઇન્સ્ટન્ટ

ખાટી- મીઠી ચટણી કે ટોમેટો સોસ જોડે સર્વ કરો.

તમે ઇચ્છો તો તેલ, રાઇ, જીરુ ,તલ નો વઘાર કરી શકો છો.

આ ઢોકળાં સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. એક વાર જરૂર થઈ ટ્રાય કરજો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)