અભિનેતા ટર્ન રાજનેતા શત્રુઘ્નએ પોતાની સંપત્તિ જણાવતાં દીકરી પાસેથી કરોડો ઉધાર લીધા હોવાનું કબૂલ્યું…

ફિલ્મી દુનિયાથી દૂર જઈને રાજકારણમાં પ્રવેશેલા શત્રુઘ્ન સિંહાએ પટના સાહિબ બેઠક વિશે દાવો કર્યો છે. તેઓ આ વર્ષની ચૂંટણીમાં ક્યાંથી લડશે તે હવે જાણ કરશે. તેઓ વર્ષ 2009માં પ્રથમ વખત એમ.પી. બન્યા પછી, શત્રુઘનએ પાંચ વર્ષમાં 115 કરોડથી વધુની સંપત્તિ બનાવી હતી.

2014ના ચૂંટણી સોગંદનામામાં, તેમણે તેમની સંપત્તિ 132 કરોડની જાહેરાત કરી હતી. ચાલો તેમની મિલકતનો કુલ આંકડો જોઈએ તો તમને નવાઈ પામશો.

હકીકતમાં શત્રુઘ્ન સિંહાના સોગંદનામા અનુસાર, તેઓ કારના ખૂબ જ શોખીન છે. તેમના પોતાના કાર કલેક્શનમાં સૌથી સસ્તી ગાડી એમ્બેસેડર જેની કિંમત છે ફક્ત 26,000 રૂપિયાનો સમાવેશ થાય છે, જેમાં પત્ની પૂનમની મર્સિડીઝ જે 57 લાખની છે તેને 2013માં ખરીદી કરી હતી.

શત્રુઘનની પાસે ટોયોટા ફોર્ચ્યુનર, ટોયોટા કેમ્રી, ઇનોવા, મહિન્દ્રા સ્કોર્પિયો, હોન્ડા એકકોર્ડ અને હોન્ડા સિટી જેવી કાર છે.

તેટલું ઓછું હોય તેમ, શત્રુઘ્ન સિંહા જ્વેલરી રાખવામાં પણ પત્નીથી આગળ છે. તેમની પાસે 87 લાખથી વધુ કિંમતી ઘરેણાં છે, જ્યારે પત્ની પાસે આશરે માત્ર 80 લાખની જ્વેલરી છે.


વધુમાં, સૂત્રો તરફથી એવા અહેવાલ પણ મળ્યા છે કે એ.ડી.આર. અહેવાલ મુજબ, શત્રુઘ્ન સિંહાએ રૂ. 17 કરોડની લોન લીધી છે. આમાં તેમણે એસ.બી.આઈ. પાસેથી 1.15 કરોડ અને એલ.આઈ.સી. પાસેથી 95 લાખ લોન લીધેલ છે. સાથોસાથ પિતાએ અભિનેત્રી પુત્રી સોનાક્ષી પાસેથી પણ કેટલાક નાણાંની ઉધારી કરી છે, સોનાક્ષી પાસેથી 10 કરોડ, પુત્ર કુશ પાસેથી 56.7 લાખ અને અન્ય બે લોકો પાસેથી ઋણ લીધું છે.

શત્રુઘ્નએ મુંબઇથી લઈને પુણે સુધી અને દિલ્હી, ગુરુગ્રામ અને પટનામાં 9 ફ્લેટ – બંગલા ખરીદ્યા છે. જુહુ, મુંબઇમાં બાંધવામાં આવેલ ‘રામાયણ’ નામનો બંગલો 57 કરોડની અંદાજિત કિંમત ધરાવે છે. તેઓ આ બંગલાનો ઉપયોગ રહેણાંક અને ઑફિસ બંનેમાં કરે છે. શત્રુઘ્નએ સન 1972માં આ બંગલો ખરીદ્યો હતો અને તે સમયે તે 10 કરોડની કિંમતનો હતો.