નિયમિત વર્કઆઉટ કરતી વખતે રાખો આ ધ્યાન, તમારી સ્કિન માટે નહિં આપવો પડે સ્પેશિયલ ટાઇમ

નિયમિત વર્કઆઉટ કરતી યુવતિઓએ પોતાની ત્વચાની સંભાળ આ રીતે રાખવી જોઈએ

image source

હાલની લાઇફસ્ટાઇલને જોતાં માણસને ક્યાંય શરીરને કષ્ટ આપવાનો મોકો મળતો જ નથી. અને તેના કારણે શરીરના કેટલાક અંગો જામ થઈ જાય છે અને બેઠાડુ જીવનના કારણે શરીર મેદસ્વી પણ બની જાય છે.

પણ તમે તમારું શરીર ફીટ એન્ડ હેલ્ધી રાખવા માગતા હોવ તો તમારે નિયમિત વર્કઆઉટ કરવું જ જોઈએ જે તમને સ્વસ્થતો બનાવશે જ પણસાથે આનંદિત પણ બનાવશે.

image source

અને જે યુવતિઓ નિયમિત વર્કઆઉટ કરતી હોય અથવા કરવાનું વિચારતી હોય અથવા જેમને આળસ થતી હોય તેમને જણાવી દઈએ કે નિયમિત વ્યાયામ કરવાથી તમારી ત્વચા પર એક અનેરો ગ્લો આવે છે જે કોઈ ક્રીમ કે પછી બ્યુટીપાર્લરથી તમે ક્યારેય નહીં મેળવી શકો.

પણ વર્કઆઉટ કરતાં કરતાં પણ તમારે તમારી ત્વચાની સંભાળ તો રાખવી જ પડે છે નહીંતર તમારું શરીર તો સુડોળ અને સુંદર લાગશે જ પણ તેની સરખામણીએ તમારી ત્વચા ઝાંખી પડી જશે.

image source

તો આજે અમે તમને જણાવીશું કે વર્કઆઉટ કરતાં કરતાં અને કર્યા પહેલાં અને કર્યા પછી તમારે તમારી ત્વચાની સંભાળ કેવી રીતે લેવી.

વર્કઆઉટ કરતી વખતે તમારે ચહેરાને ન અડવું જોઈએ

image source

તમે જે જીમમાં વર્કઆઉટ કરતા હોવ છો તેના ઇક્વિપમેન્ટને ઘણા બધા લોકોએ વાપરેલું હોય છે ઘણા બધા લોકોના પરસેવા તેને અડ્યા હોય છે અને તેવા જ હાથ જો તમે તમારા ચહેરા પર લગાડશો તો તે તમારા ચહેરાની સ્કિનને પણ લાગશે અને બની શકે કે તેનાથી તમને ઇન્ફેક્શન થાય અથવા તો ખીલની સમસ્યા પણ સર્જાય.

તેની જગ્યાએ તમારે હંમેશા તમારી પાસે એક ચોખ્ખો નેપ્કીન રાખવો અને તેનાથી જ તમારા ચહેરાનો પરસેવો લૂછવો.

image source

વર્કઆઉટ કરતી વખતે વાળ ખુલ્લા ન રાખવા

સવાર-બપોર-સાંજ તમે જ્યારે પણ વર્કઆઉટ કરો ત્યારે તમારે તમારા વાળ બાંધેલા જ રાખવા. તે પછી ગમે તેટલા ટુંકા હોય કે પછી લાંબા હોય તમારે તમારા વાળ રબરબેન્ડ કે પછી હેરબેન્ડ વડે પાછળની તરફ બાંધી રાખવા.

image source

કારણ કે તમે વાળમાં વાપરેલી હેરપ્રોડક્ટ અને તમારો પરસેવો મળીને તમારી ચામડીના પોર્સને બ્લોક કરી દેશો

વર્કઆઉટ કર્યા બાદ પરસેવાવાળા વસ્ત્રો તરત જ બદલી લેવા

વર્કઆઉટ દરમિયાન સતત પરસેવો થતો રહે છે અને તે બધો જપરસેવો આપણા વસ્ત્રોમાં શોષાય છે. માટે વર્કઆઉટ કર્યા બાદ આ પરસેવાવાળા વસ્ત્રો તરત જ બદલી લેવા જોઈએ.

 

image source

કારણ કે તે જ વસ્ત્રો પહેરી રાખવાથી તે ઝેરી તત્ત્વોને છોડશે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડશે. અને બની શકે કે તમને શરીર પર પણ ખીલ થવા લાગે. વાસ્તવમાં તમારે વર્કઆઉટ કર્યા બાદ નાહી લેવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ.

વર્કઆઉટ કર્યા બાદ હંમેશા ચહેરો ધોઈ લેવો જોઈએ

image source

વર્કઆઉટ કર્યા બાદ ક્યારેય બેસી ન જવું જોઈએ કે પછી તમારા કામમાં વળગી ન જવું જોઈએ. સૌ પ્રથમ તમારે તમારો ચહેરો સાફ કરી લેવો જોઈએ તેના માટે તમે કોઈ હળવો ફેસવોશ પણ વાપરી શકો છો.

આમ કરવાથી તમારા ચહેરા પરના છીદ્રોમાં કચરો જામશે નહીં અને તેને પુરતો ઓક્સિજન મળી રહેશે. માત્ર ચહેરો સાફ કરવાની જગ્યાએ તમે નાહી પણ શકો છો.

image source

વર્કઆઉટ કરતી વખતે ચહેરો મેઅકઅપ રહીત હોવો જોઈએ

તમે જ્યારે પણ વર્કઆઉટ કરો ત્યારે તમારા ચહેરા પર કોઈપણ જાતનો મેકઅપ ન લગાવો અને જો સાંજના સમયે તમે ઓફીસથી સીધા જ વર્કઆઉટ કરવા જતા હોવ તો તમારે સૌ પ્રથમ તમારા ચહેરા પરનો મેકઅપ ઉતારી લેવો જોઈએ.

image source

કારણ કે જ્યારે તમારા ચહેરાનો મેકઅપ અને પરસેવો ભળશે તો તે સીધું જ તમારી ત્વચાને નુકસાન કરશે. અને જો તમે ઘર બહાર અથવા કોઈ ગાર્ડન વિગેરે એટલે કે ખુલી જગ્યામાં વર્કઆઉટ કરતા હોવ તો તમારે સનસ્ક્રીન ચોક્કસ લગાવવું જોઈએ.

પણ ઘરની બહાર નીકળતી વખતે નહીં પણ તે પહેલાં 15-20 મિનિટે તમારેસનસ્ક્રીન લગાવી લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ