દરેક ક્ષેત્રમાં તમારા બાળકને હોંશિયાર બનાવવુ છે? તો આપો આ બેઝિક જવાબદારીઓ…

બાળકોને નાનપણમાં જ આપો તેમના રૂમની જવાબદારી! વ્યવસ્થિત રહેવાથી જીવન પણ રહેશે વ્યવસ્થિત!!

image source

બાળકો જયારે નાના હોય ત્યારે માતા – પિતા જ બાળકોના રૂમનું ધ્યાન રાખતા હોય છે. બાળકોના રમકડાંને તેમની જગ્યાએ રાખવા, તેમની ચોપડીઓ વ્યવસ્થિત રાખવી, રૂમને સાફ રાખવું અને ન જાણે બીજું કેટલુંય કરવું પડતું હોય છે. જો બાળકોના બધા કામ માતા – પિતા જ કરે તો બાળકો લાપરવાહ અને બેજવાબદાર બનાવે છે. અને પછી બાળકો લાપરવાહ થઇ જાય તો તેમને જવાબદાર બનાવતા મુશ્કેલ થઇ જાય છે. અને એ જ કારણ હોય છે કે તેમનું જીવન અસ્ત – વ્યસ્ત થઇ જતું હોય છે. આ આદત માં બદલાવ આવે તે માટે શરૂઆત તમારે જ કરવી પડશે.

બાળકોને શિસ્ત શીખવવા માટે નીચેના રસ્તા અપનાવવા જોઈએ.

૧ – બાળપણથી જ શરૂઆત

image source

આ વિચારસરણી બિલકુલ ખોટી છે કે બાળક મોટું થશે એ આપોઆપ જ બધું કરતું થઈ જશે. તમારે જ આદત પડાવવી પડશે. બાળક જયારે નાનું હોય ત્યારે તેને રમકડાં તેમની જગ્યા પર અને કચરાને ડસ્ટબીનમાં નાખવા માટે જરૂર કહેવું જોઈએ.

૨ – હજુ પણ મોડું નથી થયું!!

image source

અંગ્રેજીમાં કહેવત છે કે “ઇટ્સ નેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ” તેનો અર્થ છે કે શરૂઆત કરવા માટે હજુ મોડું નથી થયું. જો આપણા બાળક મોટા થઇ ગયા છે તો તેમને કહો કે તેઓ તેમના રૂમને તેમાં માટે મુજબ રાખી શકે છે પણ એક શરતે કે તેમણે તેમના રૂમમાં સફાઈ રાખવી પડશે. એ માટે શરૂઆત માં એમને શીખવાડો કે કઈ રીતે રૂમને દરેક વસ્તુઓને તેમની જગ્યાએ વ્યવસ્થિત રાખી શકાય. મતલબ કે શરૂઆતમાં એમનો રમ સાફ રાખવામાં જો આપ મદદ કરશો તો આગળ જતા તે જાતે જ રૂમને સાફ રાખતા શીખી જશે.

૩ – બાળકોના પ્રમાણે વસ્તુઓ પસંદ કરો.

જો રૂમ બાળકોનું જ હોય તો તેમની પસંદ પ્રમાણે દરેક વસ્તુઓ પસંદ કરો. રૂમમાં પડદા થી લઇ ને ઓશિકા તેમજ પલંગ પણ રંગીન અને સુંદર હોવા જોઈએ જેથી કરીને બાળકો ને પસંદ આવે.

image source

જો ફર્નિચર વગેરે બાળકોનાઇ જરૂરત પ્રમાણે ન બનાવેલું હોય તો તેમાં ફેરફાર કરી શકાય. તેવામાં ફર્નિચરને અલગ – અલગ રંગથી કલર કરી શકાય. બાળકો દ્વારા બનાવેલા ક્રાફટ વગેરે તેમના રૂમમાં જ સજાવી શકાય. ધ્યાન રાખો કે રૂમમાં સમાન એવો હોય જેનો બાળકો જાતે જ સંભાળ રાખી શકે.

૪ – પલંગ વ્યવસ્થિત રાખવું જોઈએ.

image source

આર્મીમાં દરેક જવાનને સૌથી પહેલા તેમના પલંગને વ્યવસ્થિત રાખવાનું શીખવાડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉઠતાની સાથે જ પોતાના પલંગને વ્યવસ્થિત કરવું એ સુવ્યવસ્થિત દિવસ તરફ એક પગલું છે. અને ઓછામાં વધારે એવું કે વિખેરાયેલો પલંગ રૂમની શોભા ઘટાડી દેતો હોય છે. બાળકોને તેમનો પલંગ વ્યવસ્થિત રાખવાની આદત જરૂર પાડવો પણ એમને એમ ન લાગવું જોઈએ કે આ તેમની જોડે જબરદસ્તી કરાવવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં તેમની જોડે આ એક કોમ્પિટિશનની જેમ કરાવવું જોઈએ. ચાદરને કઈ રીતે સુવ્યવસ્થિત કરવી જોઈએ, ઓશીકાને કઈ રીતે મુકવા જોઈએ, કેટલા દિવસોના અંતરાલમાં ચાદર બદલવી જોઈએ, વગેરે બાબતો વિષે બાળકોને જણાવવું જોઈએ.

૫ – સામાન તેમની પહોંચ માં હોવો જોઈએ.

image source

કેટલીક વાર સામાન એટલો ઉપર કે એવી જાગ્યો મૂકી દેવામાં આવતો હોય છે કે જ્યાં બાળકોના હાથ ના પહોંચી શકતા હોય. બાળકોના કામની જે કોઈ બે વસ્તુ હોય તેના સુધી બાળકો આસાનીથી તે પહોંચી શકે તે રીતે મુકવી જોઈએ. જેમ કે રમકડાં મુકવા માટે કબાટ કે કોઈ બ જગ્યા સુધી તેમનો હાથ પહોંચવો જોઈએ. જો એમ ન હોય તો પછી રમકડાંનું વેર – વિખેર સ્થિતિમાં હોવું એ સ્વાભાવિક બાબત છે. સાથે – સાથે ડ્રોઈંગ બુક, સ્કેચ પેન, પેન્સિલ વગેરેને પણ તેમની નજરની સામે જ રાખવા જોઈએ. જેથી કરીને જરૂરત પડે ત્યારે તેઓ બીજા કોઈ સામાનને ફેંદયા વગર આસાનીથી તેમનું કામ કરી શકે. પુસ્તકો માટે કબાટના હોય તો તેમની એવી જગ્યાએ વ્યવાથીત રીતે મુકવા જોઈએ જ્યાં બાળકોના હાથ આરામથી પહોંચી શકે.

૬ – વધારાની વસ્તુઓને હટાવો

image source

રૂમ સાફ કાર્ય બાદ જે વસ્તુઓ વધારાની કે કામની ન લગતી હોય તેને હટાવી દેવી જોઈએ અથવા તો જરૂરતમંદ વ્યક્તિઓને આપી દેવી જોઈએ. શક્ય હોય તો આ કાર્ય બાળકો જોડે જ કરાવવું જોઈએ. તેના કારણે તેઓ અન્ય વિષે વિચારતા પણ થશે અને સંવેદનશીલ પણ બનશે.

૭ – છેલ્લું ચરણ

image source

જયારે બાળકો તેમના રૂમ તેમની પ્રમાણે સેટ કરી લે ત્યારે તેમના રૂમના કેટલા ફોટા ખેંચી લો. એ તસ્વીરોને તેમના સ્ટડી ટેબલ પાસે કે દરવાજા પર અથવા તો પલંગ ની પાસે લગાવવા જોઈએ. જેથી કરીને રૂમને અસ્ત – વ્યસ્ત જોઈને તેઓ સમજી જાય કે કઈ વસ્તુને ક્યાં મુકવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ