નાકની સર્જરી કરાવવાથી થાય છે આ અનેક ફાયદાઓ

નાકની સર્જરી કરાવતા પહેલા જાણી લો આ જરૂરી વાતો….

શરીરના કોઈ પણ બેડોળ ભાગને સુંદર બનાવવા માટે સર્જરી એક બેસ્ટ વિકલ્પ છે. જ્યારે કોઈ પણ અંગને આકારમાં લાવવાની વાત આવે ત્યારે લગભગ લોકો નાકની સર્જરી કરાવવાનું પહેલુ પસંદ કરતા હોય છે. ઘણા લોકોને શારીરિક તકલીફ જેવી કે પૂરતો શ્વાસ ના લઈ શકે , જરૂરત કરતાં મોટું માંશ હોય, તો ઘણા લોકો ચપટ નાકને અણીદાર અને સુંદર બનાવવા માટે સર્જરી કરાવતા હોય છે. આમ, જો તમે પણ નાકને લગતી કોઈ સર્જરી કરાવવા જઈ રહ્યા છો તો જાણી લો પહેલા તેની આ હકીકત વિશે…

image source

સૌથી પહેલા વાત કરીશું સર્જરી માટે થતો ખર્ચ

આમ તો દરેક હોસ્પિટલનો ચાર્જ અલગ અલગ હોય છે પણ લગભગ 40 હજારથી લઈને 2 લાખ સુધી તમે તમારી આર્થિક સ્થિતિ મુજબ પેકેજ નક્કી કરી શકો છો. આ વાતની પરમીસન તમને દરેક હોસ્પિટલ આપશે. પણ ધ્યાનમાં રહે કે, તમે શરીરના એકદમ સંવેદનશીલ ભાગ માટે જાઓ છો તો હંમેશા બેસ્ટ હોસ્પિટલ અને ડોક્ટર પસંદ કરો .

image source

તમને જણાવી દઇએ કે આ સર્જરી બે પ્રકારે થાય છે જેમાં એક છે રાયનોપ્લાસ્ટી અને બીજુ છે ક્લોઝ્ડ રાયનોપ્લાસ્ટી. આમ, જે લોકો એવુ ઇચ્છતા હોય કે, મારુ નાક એકદમ પરફેક્ટ અને સુંદર લાગે તો તેમના માટે રાયનોપ્લાસ્ટી સર્જરી તમારા માટે એક સારો ઓપ્શન છે. રાયનોપ્લાસ્ટી સર્જરીમાં નાકની આજુબાજુની ચામડી, હાડકાની લાઇન વગેરેની અસમતા દૂર થાય છે.

સર્જરીના ફાયદા

ખૂલીને શ્વાસ લઈ શકો

image source

જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એમના માટે આ સર્જરી ફાયદારૂપ છે. સર્જરી કરાવ્યા પછી આ તકલીફ દૂર થઇ જાય છે . જે લોકો નાકને શેપ આપવા માટે આ સર્જરી કરાવે છે એ લોકો સર્જરી પછી એમની જાતને એક આત્મ-વિશ્વાસ સાથે ભરી દેવી જોઇએ.

નસકોરામાં રાહત

જે લોકોને માંશનો ભાગ વધુ હોય એ લોકો રાત્રે જોરજોરથી નસકોરા બોલાવે છે એવા લોકોને પણ આ સર્જરી પછી ફાયદો થાય છે .

સાયનસની તકલીફ

image source

સાયનસની તકલીફવાળા લોકો માટે આ સર્જરી ખૂબ જ લાભદાયી છે. સાયનસને કારણે નાકની માંશપેશિયોમાં આવતા સોજાને કારણે થતાં દુખવામાં રાહત આપે છે

સર્જરી કરાવતા પહેલા જરૂરથી જાણીલો આ વાતો

ઘણી વાર સર્જરી પછી નાકમાંથી લોહી નીકળવું , નાકમાં ઇન્ફેકશન થવુ, નાકમાં સોજો આવવો તેમજ સામાન્ય દુખાવા જેવી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. એટલે આ બધી બાબતો વિષે પહેલેથી જ તમારા ડોક્ટર પાસેથી માહિતી મેળવી લો જેથી કરીને પાછળ થી કોઈ તકલીફ ના થાય.

image source

સર્જરી પછી આ રીતે રાખો સંભાળ

  • – સર્જરી પછી સખત મહેનત (હાર્ડ વર્ક )વાળું કામ કરવાનું ટાળો .
  • – ડોક્ટરને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુનું સેવન ના કરો .
  • – શરીરમાં ગરમી ઉત્પન્ન કરતી ચીજોથી દૂર રહો .
  • – કોઈ પણ પ્રકારનો દુખાવો કે બ્લીડિંગ (લોહી પડવું )થાય તો તરત જ હોસ્પિટલ પહોંચી જાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ