આ ઉપાયોથી ઘરમાં લાવો પોઝિટિવ એનર્જી, સાથે આ સંકેતોથી જાણી લો તમારા ઘરમાં ક્યાંક નેગેટિવ એનર્જી તો નથી ને?

મિત્રો, ઉર્જા એ બે પ્રકારની હોય છે. એક સકારાત્મક અને બીજી નકારાત્મક ઉર્જા. જો તમારા ઘરમા પણ નકારાત્મક ઉર્જા છે કે નહી તે આ રીતે જાણો. જેમ કોઇ વ્યક્તિમા પણ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના તરંગો હોય છે તેમ આપણા ઘરમાં પણ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના તરંગો હોય છે.

image soucre

જો તમારા ઘરમા સકારાત્મક તરંગ હોય તો સુખ અને શાંતિ બની રહે છે, જ્યારે તમારા ઘરમા નકારાત્મક ઉર્જા હોય તો મુશ્કેલીઓનુ પ્રમાણ પણ વધતુ જાય છે. અમુક સંકેત તમને કહી આપશે કે, તમારા ઘરમા નકારાત્મક ઉર્જા છે કે નહી. તો ચાલો આ વિશે આજના લેખમા આપણે થોડી વધુ માહિતી મેળવીએ.

image soucre

જો તમારા ઘરનો કોઇ સદસ્ય એકાએક ગંભીર બિમારીનો શિકાર બની જાય અને ઇલાજ કરાવ્યા બાદ પણ જો તે સાજો ના થાય તો ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધી ગયું છે તેમ કહી શકાય છે. નોકરી કે વ્યાપારમા જો તમે સંપૂર્ણ મહેનતથી કામ કરો છો પણ છેલ્લા સમયમાં તમારુ કામ અટકી જાય છે અથવા તો તમારા હાથમાં આવેલી તક તમારી પાસેથી છીનવાઇ જાય છે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે.

image soucre

દરેક સમયે આળસ થી ભરપૂર રહેવુ અને કોઇપણ કામ પર ફોકસ ના કરવુ એ પણ તમારા માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે. સામે ઘણી બધી તક હોય તેમ છતાં જો તમે તેનો ફાયદો ન ઉઠાવી શકવો અને વિચારવાની ક્ષમતા ગુમાવી બેસો છો તો તેનો અર્થ એવો થાય છે કે, ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધી ગયું છે. વારંવાર મગજમાં નકારાત્મક વાતો આવવી અથવા તો તમારુ મન વધારે પડતુ અશાંત રહેવુ તથા ઘરમાં પ્રવેશતાની સાથે જ રોવાનુ મન થવુ અને આત્મહત્યાના વિચારો આવવા તે પણ ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધારે હોવા પાછળનુ જવાબદાર કારણ છે.

image source

જો તમે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર ભગાડવા ઈચ્છતા હોવ તો ઘરના મુખ્ય દરવાજાને જ્યાંથી તમે એન્ટ્રી લો છો ત્યાંથી હંમેશા સાફ રાખો, જેથી નકારાત્મકતા તમારા ઘરમાં પ્રવેશી ના શકે. આ સિવાય ઘરની અંદરથી જ નહી પરંતુ, બહારથી પણ સાફ સફાઇ કરવી જોઇએ.

image source

જો તમે ઇચ્છો તો ગુરુવાર સિવાય બાકીના બધા દિવસ પાણીમા સમુદ્રી નમક ઉમરી અને તેનુ પોતુ કરી શકાય છે. તે નકારાત્મક ઉર્જા ભગાડવાનો શ્રેએક ષ્ઠ ઉપાય છે. ઘરમાં પૂજા પાઠ કરવાથી પણ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં સવાર-સાંજ પૂજા કરો અને ઘીનો દિવો કરો તો પણ નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ