ઇ-સિગારેટ તમારી હેલ્થને પહોંચાડે છે અધધધ..પ્રમાણમાં નુકસાન, વાંચી લો તમે પણ આ માહિતી

પોપકોર્ન લંગ ડીસીઝ વિષે જાણો અને અત્યારથી જ ચેતી જાઓ

લોકસભાએ થોડા સમય પહેલાં ઇલેક્ટ્રોનિક સીગારેટ્સ બિલ, 2019 પસાર કર્યું હતું. વાસ્તવમાં આ બિલ ઇલેક્ટ્રોનિક નિકોટીન સિગરેટની ડીલીવરી સિસ્ટમના કારણે ઉભી થઈ રહેલી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં માટે પસાર કરવામાં આવ્યું હતું.

image source

શું છે આ ઇ-સિગરેટ ?

આ એક પ્રકારનું ડિવાઈઝ છે જે સામાન્ય સિગરેટ જેવું જ દેખાય છે. ઇ-સિગરેટનો બહારનો ભાગ સિગરેટ અને સિગાર જેવો બનાવવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક સિગરેટ એક બેટરીથી ચાલતું ડીવાઇઝ છે જેમાં નિકોટીનનું મિશ્રણ મુકવામાં આવ્યું છે અને ત્યાર બાદ તેને ધુમાડામાં પરિવર્તિત કરવામાં આવે છે. આ ધૂમાડાને રેગ્યુલર સિગરેટની જેમ જ ફેફસામાં લેવામાં આવે છે.

image source

પણ તમને જણાવી દઈએ કે ઇ સિગરેટમાં તંમાકુ નથી હોતું તેમ છતાં તેનું સેવન કરનારાને એવું લાગે છે કે તેઓ અસલી સીગરેટ દ્વારા ધુમ્રપાન કરી રહ્યા છે. અને આ ઇ-સિગરેટનું નિકસાન રેગ્યુલર સિગરેટ કરતાં પણ વધારે નુકસાનકારક છે. અને માટે જ ભારત સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ તેની અવહેલના કરવા પર વ્યક્તિને ત્રણ વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે 18 સપ્ટેમ્બર 2019થી દેશમાં ઇ-સિગરેટના ઉત્પાદન, વેચાણ, નિકાસ, આયાત, જાહેરાતો તેમજ તેનો સ્ટોક કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પણ હવે તમને એ જાણવાની આતુરતા હશે કે આ સિગરેટ એટલું તે કેટલું નુકસાન કરી રહી છે કે તેના પર સીધો પ્રતિબંધ જ મુકવામાં આવી દીધો છે !

ઇ-સિગરેટ શરીરને કેટલી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે ?

image source

તંમાકુ એડિક્શનનો અભ્યાસ આજે ઘણી બધી યુનિવર્સિટિઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે દ્વારા જાણવા મળ્યું છે કે જ્યારે લોકો તમાકુવાળી સિગરેટ પીવે છે, ત્યારે તેઓ પોતાની અંદર ધૂમાડાના 7000 ઘટકો લે છે. જેમાંથી 70 જેટલા કેંસર જન્માવવા માટે જવાબદાર હોય છે. બીજી બાજુ ઇ સિગરેટમાં આ ઘટકોનું પ્રમાણ ઓછું હોય છે પણ સાથે સાથે તેમાં વપરાશકર્તાની જાણ બહાર વિવિધ નુકસાનકારક પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેમ કે કેટલીક બ્રાન્ડ ઇ-સિગરેટમાં ફોર્મલાડેહાઇડનો ઉપયોગ કરે છે, જે ખુબ જ જોખમી અને કેન્સર ઉત્પન્ન કરનારું છે.

હવે જાણીએ પોપકોર્ન લંગ ડીસીઝ વિષે

પોપકોર્ન લંગ ડીસીઝ એ વેપિંગથી થતો ગંભીર રોગ છે. વેપિંગ એટલે બાષ્પિભવન એટલે કે વરાળ લેવી અહીં ઇલેક્ટ્રોનિક સિગરેટના સંદર્ભમાં ધૂમાડો લેવો. પોપકોર્ન લંગ ડીસીઝ તમારા સ્વાસોચ્છ્વાસના માર્ગને એટલે કે એરવેઝને નુકસાન પહોંચાડે છે.

image source

EVALI એક પ્રકારની ઇ-સિગરેટ છે જેનાથી તેના વપરાશકર્તાના ફેફસાને ગંભીરે નુકસાન પહોંચી રહ્યું છે માત્ર યુએસએમાં તેના 2290 કેસ નેંધાયા છે અને 47 મૃત્યુ નોંધાયા છે. તમને એક સત્ય પ્રસંગ દ્વારા જણાવીએ કે આ ઇ-સિગરેટ શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે. એક 17 વર્ષિય યુવાન પાંચ મહિનાથી રોજ ફ્લેવર્ડ ઇ-સિગરેટ્સનું સેવન કરતો હતો જેના કારણે તેના શરીરના એરવેઝને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેનો સતત ચાર મહિના ઉપચાર કરવામાં આવ્યો હતો તેમ છતાં ડોક્ટર્સનું એવું કહેવું છે કે તે હજુ સંપુર્ણપણે સ્વસ્થ નથી તેના ફેંફસા ત્યાર બાદ પણ નબળા જ રહ્યા હતા.

પોપકોર્ન લંગ ડીસીઝ રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અથવા તો નાઇટ્રોજન ઓક્સાઇડ, એમોનિયા, વેલ્ટિંગ ફ્યુમ્સ અથવા તો ફુડ ફ્લેવરીંગ ફ્યુમ્સને શ્વાસમાં લેવાથી થાય છે. તેના લક્ષણોની વાત કરીએ તો ગળુ સુકાઈ જાય છે, ગળામાં સુકો કફ રહ્યા કરે છે, શ્વાસ ટુંકા થવા લાગે છે અને ગળામાં સસણી બોલવા લાગે છે.

શા માટે તેને પોપકોર્ન લંગ ડીસીઝ કેહવાય છે ?

image source

વાસ્તવમાં તેના નામ સાથે અમેરિકા સ્થિત પોપકોર્નની ફેક્ટરિઓ જવાબદાર છે. લગભગ આ સદીની શરૂઆતમાં યુ.એસ.એમાં આવેલા મિઝોરીની માઇક્રોવેવ પોપકોર્ન ફેક્ટ્રીના કામદારોમાં આ પ્રકારની ફેંફસાની સમસ્યા ઉભી થઈ હતી. જેને બ્રોન્કીઓલીટીસ ઓબ્લીટેરન્સ એટલે કે શ્વાસનળીનો સોજો કહેવાય છે. તપાસ દરમિયાન મેડિકલ પ્રેક્ટિશ્નરને જાણવા મળ્યું કે ડાયાસિટિલના (પોપકોર્નમાં બટરી ટેસ્ટ લાવવા માટે વપરાતો પદાર્થ) શ્વાસમાં જવાથી તેમની શ્વાસનળીઓને નુકસાન પહોંચ્યું હતું અને તેના કારણે તેમના ફેફસામાં બળતરા અને ચકામા પડતા હતા. આ શોધ થતાં જ મોટા ભાગના પોપકોર્ન ઉત્પાદનકર્તાએ આ પદાર્થનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. પણ બસ ત્યારથી જ આ રોગનું નામ પોપકોર્ન લંગ ડીસીઝ પડી ગયું.

ઇ-સિગરેટ્સના કેટલાક ઉત્પાદનકર્તાઓ પણ પોતાની વરાળમાં એટલે કે ધૂમાડામાં ફ્લેવર ઉમેરવામાં ડાયાસિટિલનો ઉપયોગ કરે છે. 2015માં કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે 51માંથી 39 ઇ-સિગારેટમાં આ પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હતો.

માટે જો તમારી આસપાસ તમારા ઘરમાં, તમારા મિત્રોમાં કે તમારા આડોશપાડોશમાં કોઈ ઇ-સિગરેટનું સેવન કરતું હોય તો તેમને સૌ પ્રથમ તો એ જણાવો કે તેનો ભારતમાં પ્રતિબંધ છે અને તેનાથી તેમની શ્વાસનળીને તેમજ ફેફસાને ગંભીર પ્રકારનું નુકસાન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ