ઓછી ઊંઘથી સ્ત્રીઓને રહે છે આ મોટી બીમારીનુ જોખમ, જાણો જલદી તમે પણ

ઓછી ઉંઘ સ્ત્રીઓમાં હૃદય રોગનું તેમજ મેદસ્વીતાનું જોખમ વધારી શકે છે.

image source

હૃદય રોગ તેમજ મેદસ્વીતાનો સીધો જ સંબંધ છે તમારી ઉંઘ સાથેઃ જાણો મહત્ત્વની માહિતી

એક સામાન્ય અભ્યાસ પ્રમાણે જે સ્ત્રીઓની ઉંઘ નબળી હોય છે એટલે કે ઓછી હોય છે ગુણવત્તાસભર નથી હોતી તેઓ વધારે પડતો ખોરાક આરોગે છે, તેમજ તેઓ નીમ્ન ગુણવત્તાનો ખોરાક લે છે અને તેના કારણે તે મેદસ્વી બને છે અને તેથી પણ ખરાબ નબળી ઉંઘના કારણે સ્ત્રીઓને હૃદય રોગનું જોખમ પણ રહે છે.

image source

અગાઉ કરવામાં આવેલા અભ્યાસો પ્રમાણે જે લોકો ઓછી ઉંઘ લે છે તેમનામાં મેદસ્વીતા વધવાના, ટાઈપ ટુ ડાયાબીટીસ થવાના તેમજ હૃદય રોગના જોખમો વધવાની શક્યતા રહેલી છે. જ્યારે તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે સ્ત્રીઓના ખોરાકની ગુણવત્તા અને તેમની ઉંઘની ગુણવત્તા બન્ને તેના સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે.

image source

સામાન્ય રીતે સ્ત્રીઓ અવારનવાર પોતાની ઉંઘ દરમાયન ડીસ્ટર્બ થતી રહે છે, કારણ કે તેના પર જ આખા ઘરની જવાબદારીઓ રહેલી હોય છે પછી તે બાળકો હોય કે કુટુંબ હોય અને ઉંમર વધતાં જ્યારે તેણી મેનોપોઝલ હોર્મોન્સના કારણે પણ નબળી ઉંઘ લે છે આમ તેની ઉંઘની ગુણવત્તા સતત નીચી રહે છે.

image source

આ અભ્યાસમાં સ્ત્રીઓની ઉંઘની સાથે સાથે તેઓ કેવા પ્રકારનો ખોરાક લે છે અને તેની અસર તેમના પર શું થાય છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે જેમની ઉંઘની ગુણવત્તા યોગ્ય નથી અથવા ઓછી છે તેઓ વધારે પડતી ખાંડવાળો ખોરાક ખાય છે અને તેમને મેદસ્વીતા અને ડાયાબીટીસનું જોખમ રહેલું હોય છે. આ સિવાય જે સ્ત્રીઓને ઉંઘ આવતા વધારે સમય લાગે છે તેઓ વધારે પ્રમાણમાં કેલરી લે છે અને વધારે ખોરાક ખાય છે.

image source

આ અભ્યાસનું તારણ એ છે કે જે સ્ત્રીઓની ઉંઘની ગુણવત્તા નબળી છે તેઓ પોતાના ભોજન દરમિયાન વધારે ખોરાક આરોગે છે અને તેટલું જ નહીં પણ તેઓ અસ્વસ્થ ખોરાક પણ આરોગે છે. જેના કારણે તેઓ વધારે પડતી કેલરી શરીરમાં દાખલ કરે છે. જે સ્ત્રીઓ અનિંદ્રાનો ભોગ બનેલી હોય તેઓ વધારે પ્રમાણમાં ખોરાક ખાય છે.

image source

બીજી શક્યતા એ પણ છે કે તમારો અનહેલ્ધી ખોરાક તમારી ઉંઘની ગુણવત્તા પર નકાર્ત્મક અસર કરે છે. અને વધારે પડતું ખાવાથી તમને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓ પણ થઈ શકે છે અને તેના કારણે વળી પાછી તમારી ઉંઘ પર તેની અસર થાય છે. આમ ગુણવત્તા વગરની ઉંઘ અને ગુણવત્તા વગરનો ખોરાક એકબીજાને અસર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ