માથુ+પેટ+ગળાના દુખાવામાં તરત રાહત મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો

માથા – પેટ – ગળાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપાયો

image source

મોટા ભાગની બધી જ વ્યક્તિઓને માથા, પેટ કે ગળામાં અવારનવાર કોઈને કોઈ કારણસર પીડા થતી જ હોય છે. અને આ પીડા કોઈ સમય કે જગ્યા જોઈને નથી થતી બસ થઈ જ જાય છે. માટે જો તમે તેને દૂર કરવા માટે દવાનો સહારો લેતા હોવ તો હવેની વખતે દવા લેતા પહેલાં આ ઘરગથ્થુ ઉપાય અજમાવી લો. તે તમારી તકલીફ કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર કુદરતી રીતે દૂર કરશે તે પણ ખુબ જ ઝડપથી.

તો ચાલો જાણીએ આ ઘરગથ્થુ ઉપાયો વિષે.

image source

માથામાં થતાં દુઃખાવા માટે આ ઉપાયો અજમાવો

બરફ – આઇસ ક્યૂબ

image source

એક હાથરૂમાલ કે કપડામાં એક આઇસ ક્યૂબ લો અને તેને કાપડથી કવર કરીને તમારા ચહેરા પર ઘસો. જ્યાં સુધી તે પીગળે નહીં ત્યાં સુધી ઘસો. જો તમને બહું જ ઠંડુ લાગતું હોય તો તમે બ્રેક લઈને લગાવી શખો છો. તેમ કરવાથી તમને તરત જ રાહત મળશે.

લેવેન્ડરનું તેલઃ

તમે માથાના દુઃખાવાને દૂર કરવા માટે લેવેન્ડરના છોડના પાનને પાણીમાં ઉકાળીને તેની ચાનું સેવન પણ કરી શકો છો તેનાથી તમારા માથાના દુઃખાવામાં અસરકારક ઘટાડો થશે. આ ઉપરાંત તમે તમારા બન્ને લમણા પર લેવેન્ડરના તેલનું માલિશ કરીને પણ દુઃખાવાને દૂર કરી શકો છો. આ સિવાય તમે લેવેન્ડરના તેલનો ધૂપ પણ કરી શકો છો તેની પણ તમારા મન તેમજ મગજ પર હકારાત્મક અસર થાય છે.

પેટમાં થતાં દુઃખાવા માટે આ ઉપાયો અજમાવો

કેમોમાઇલ ટીઃ

image source

કેમોમાઇલ ટીમાં કોઈ પણ જાતનું કેફેઇન નથી આવતું અને તે એક અસરકારક ઘરગથ્થુ ઉપાય છે જેનાથી પેટનો દુઃખાવો દૂર થાય છે. તેના માટે તમારે ઉત્તમ ગુણવત્તાવાળી ચાનો ઉપયોગ કરવો.

આદુની ચા

image source

તેના માટે તમારે એક ઇંચ આદુનો ટુકડો લેવો, તેની છાલ ઉતારી નાખવી, તેને વાટી લેવું અને તેને એક – ડોઢ કપ પાણીમાં ઉકાળી લેવું. આદુનો આ ઉકાળો તમારા પેટની બેચેનીને તરત જ દૂર કરશે.

પેપરમીન્ટ ટીઃ

image source

પેપરમીન્ટનો ઉપયોગ સામાન્ય રીતે પાચન માટે કરવામાં આવે છે. કેમોમાઇલની જેમ પેપરમીન્ટ ટી પણ બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. પેપરમીન્ટની ચા પણ તમારા પેટના દુઃખાવાને અસરકારક રીતે દૂર કરવામાં તમારી મદદ કરે છે. અને સાથે સાથે જો તમને ઉબકા આવતા હોય તો તે પણ આ ચા પીવાથી નથી આવતાં.

ગળામાં થતાં દુઃખાવા માટે આ ઉપાયો અજમાવો

નાંસ લેવો

image source

આ એક પેઢીઓ જુનો ઉપાય છે, જે ઉધરસ, શરદી, ગળુ જામ થઈ જવું, ગળું દુઃખવું વીગેરે માટેનો અકસીરે ઉપાય છે. તે તમારા બંધ નાકને પણ ઝડપથી ખોલી નાખે છે. તેના માટે તમારે એક ઉંડું તપેલું કે પેન લેવું તેમાં પાણી ગરમ કરવા મુકવું. હવે એક રૂમાલ માથા પર ઓઢી લેવો અને તેમ જ તપેલા પર આવતી ગરમ વરાળનો નાસ લેવો.

મીઠાના પાણીના કોગળા

image source

હુંફાળા ગરમ પાણીમાં તમારે એક ચપટી સીંધાળુ મીઠું એટલે કે ફરાળી મીઠું ઉમેરવું અને તેના 5-6 વાર કોગળા કરવા. આમ કરવાથી ગળાનો દુઃખાવો બંધ થઈ જશે અને ગળુ ઘસાતું હશે તો તે પણ બંધ થઈ જશે. પણ પાણી વધારે પડતું ગરમ ન હોય તેનું ધ્યાન રાખવું અને તમે રસોઈમાં જે મીઠું વાપરતા હોવ તે ન વાપરવું.

પાયનેપલ

image source

પાઈનેપલમાં બ્રોમેલેઇન સમાયેલુ હોય છે જે એક પ્રકારનું એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્ત્વ છે. જો તમારું ગળુ સુકાઈ ગયું હોય, અથવા ઘસાઈ ગયું હોય તો તે એક અસરકારક ઉપાય છે. તેના માટે બે-ત્રણ પાઇનેપલના પીસ ચાવી જાઓ તરત જ અસર થશે.

image source

ઉપર જણાવેલા બધા જ નુસખાઓ ઝડપથી અસર કરે તેવા છે. માટે હવે જ્યારે તમે આ પ્રકારની પીડામાંથી છૂટકારો મેળવવા માટે દવા લેવાનું પસંદ કરો તે પહેલાં આ ઉપાયો ચોક્કસ અજમાવી લો. ઉપર જણાવેલા ઘરગથ્થુ નુસખાથી માત્ર તમારી પીડા જ દૂર નહીં થાય પણ તે ઉપરાંત પણ ઘણા લાભો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ