સફેદ મરચાથી સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ, જાણો તમે પણ અને કરો આ રીતે ઉપયોગ

કાળા મરચાં જ નહીં સફેદ મરચાંના ફાયદા વિષે પણ જાણો

image source

લાલ અને કાળું મરચું દરેક પોતાના રસોડામાં વાપરે છે. રસોઈમાં મુખ્ય રીતે આનો ઉપયોગ કરવામાં આવે છે પણ શું તમે જાણો છો સફેદ મરચું પણ ઘણા બધા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. આમાં વિટામિન,ફાઈબર,પ્રોટીન, આયરન,એંટી-ઓક્સિડેંટના ગુણોહોય છે. દખની મરચાં તરીકે ઓળખાતું આ મરચું આર્યુવેદમાં જડી-બુટ્ટી તરીકે વપરાય છે.

તો ચાલો આજે લાલ કે કાળા મરચાં વિષે નહીં પણ સફેદ મરચાંથી થતાં ફાયદા વિષે જાણીશું.

આંખો માટે સારું છે.

image source

આંખોમાં દુખાવો,બળતરા,અથવા ઓછું દેખાવની સમસ્યામાં સફેદ મરચું ફાયદાકારક છે. આના માટે સફેદ મરચું,બદામ,ખાંડ,વરિયાળી,અને ત્રિફળા વગેરેને પીસીને એની પાવડર બનાવીને રોજ એનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. અને સાથે જ આને લગતી બીજી સમસ્યા માઠી પણ છૂટકારો મળે છે.

શરદી-ઉધરસ

image source

શરદી-ઉધરસ,ગળામાં ખીચ-ખીચ જેવી તકલીફ હોય આનો પાવડર મધ સાથે મિક્સ કરીને લેવાથી આરામ મળે છે.

પેટ માટે ફાયદા કારક

image source

સફેદ મરચું પેટને લગતી સમસ્યા માથી છૂટકારો મેળવવા માટે બેસ્ટ છે. તમે આનો ઉપયોગ રસોઈમાં કે સલાડમાં કરી શકો છો આનું નિયમિત સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે અને સાથે જ પેટનો દુખાવો,એસિડિટી, કબજિયાત,અલ્સર,વગેરે જેવી બીમારીમાં રાહત આપે છે.

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે.

image source

ડાયાબિટીસના દર્દીઓ માટે રોજ 1 ગ્લાસ દૂધ સાથે જોડે મેથીના દાણા,હળદર,અને સફેદ મરચાનો પાવડરનું સેવન કરવું જોઇયે. આ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામા મદદ કરે છે.

હ્રદય રહે છે સ્વસ્થ

image source

રોજ સફેદ મરચું ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે જેના કારણે હાર્ટ એટેકનો ભય ઓછો થઈ જાય છે.

કેન્સર સામે આપે રક્ષણ

image source

આમાં વિટામિન,આયરન,એંટી-ઓક્સિડેંટ વગેરે પોષક તત્વો હોય છે. આનું રોજ સેવન કરવાથી શરીરમાં બંતા કેન્સર સેલ્સને બનતા રોકે છે.

સાંધાના દુખાવામાં ફાયદાકારક

image source

આમાંથી મળતા પોષક તત્વો શરીરમાં થતાં દુખાવામાં રાહત આપે છે. આનું સેવન રોજ કરવાથી મસલ્સમાં આવતો સોજો અને સાંધાના દુખાવામાં પણ આરામ આપે છે.

વજન ઘટાડે

image source

સફેદ મરચું શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ