પોંગલ પર્વ ક્યારથી થશે શરુ ? જાણો શું છે તેનું મહત્વ અને પૌરાણિક કથા

પોંગલ પર્વ ક્યારથી થશે શરુ ? જાણો શું છે તેનું મહત્વ અને પૌરાણિક કથા

image source

પોંગલ તમિલ હિંદુઓનો મુખ્ય તહેવાર છે. જે દર વર્ષે 14 અથવા તો 15 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં જાય છે ત્યારે ઉત્તર ભારતમાં મકર સંક્રાતિ ઉજવાય છે જ્યારે દક્ષિણ ભારત એટલે કે કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં પોંગલનો તહેવાર ઉજવાય છે.

અહીં લોકો સૂર્યને અન્ન અને ધનના દાતા માને છે અને ચાર દિવસ સુધી આ ઉત્સવ ઉજવે છે. દક્ષિણ ભારતમાં ધાનની ખેતી જ્યારે લણવામાં આવે છે ત્યારે આ ધાન ઉગવાનો ઉત્સવ અને ખુશી પ્રકટ કરે છે.

image source

આ ખુશી પ્રકટ કરવા માટે પોંગલનો પર્વ મનાવવામાં આવે છે અને સાથે જ પ્રાર્થના કરવામાં આવે છે આગામી વર્ષમાં જ્યારે ખેતી કરવામાં આવે ત્યારે પણ ખેતી સારી થાય. આ તહેવાર મનાવવાની પરંપરા દ્રવિડોના સમયથી ચાલતી આવે છે.

કેવી રીતે થાય છે પોંગલની ઉજવણી?

પોંગલનો તહેવાર હોય ત્યારે લોકો પોતાના ઘરને શણગારે છે. ઘરના દરવાજા પર રંગોળી કરે છે અને એકબીજાને મીઠાઈ ખવડાવે છે અને આ પર્વની શુભકામના એકબીજાને આપવામાં આવે છે. સમૃદ્ધિ માટે વર્ષા, ધૂપ, ઈન્દ્રદેવ, સૂર્ય તથા ખેતિહર મવેશિયોની આરાધના કરવામાં આવે છે.

image source

આ તહેવારના પહેલા દિવસે કચરાને બાળવામાં આવે છે તે એક પ્રતીક તરીકે હોય છે કે આ દિવસથી લોકો પોતાના જૂના વિચારોથી પણ મુક્ત થાય છે. બીજા દિવસે માતા લક્ષ્મીની પૂજા થાય છે અને ત્રીજા દિવસે પશુ ધનની પૂજા કરવામાં આવે છે.

ચોથા અને અંતિમ દિવસે માતા કાળીની પૂજા થાય છે. આ મહિનામાં બધા શુભ કાર્ય કરવામાં આવે છે. આ પર્વની ઉજવણી દક્ષિણ ભારતમાં દિવાળીના તહેવારની જેમ ધામધૂમથી થાય છે.

પોંગલનો અર્થ

image source

તમિલમાં પોંગલનો અર્થ થાય છે તોફાન કે વિપ્લવ. પોંગલના દિવસે સૂર્ય ભગવાનને જે ભોગ ધરવામાં આવે છે તેને પગલ કહેવાય છે અને તમિલ ભાષામાં આ શબ્દનો અર્થ થાય છે સારી રીતે ઉકાળવું. આ દિવસે ચોખા, દૂધ, ઘી, ખાંડને એક સાથે બાફી અને સૂર્ય ભગવાનને ભોગ ધરવામાં આવે છે.

પોંગલની પૌરાણિક કથા

image source

તમિલ માન્યતાઓ અનુસાર પોંગલનો પર્વ મનાવવાની કથા ભગવાન શિવ સાથે જોડાયેલી છે. મટ્ટૂ જે ભગવાન શંકરના નંદી અને વાહન છે. તેમણે એક વખત કોઈ ભુલ કરી અને તેમને આ ભુલના કારણે ભગવાન શંકરએ પૃથ્વી પર મોકલી દીધા. તેમને શંકર ભગવાને કહ્યું કે તે માનવ જાતિ માટે અન્ન પેદા કરે.

image source

ત્યારથી મટ્ટૂ પૃથ્વી પર રહે છે અને કૃષિ કાર્યમાં લોકોને મદદ કરે છે. એટલા માટે જ આ દિવસે ખેડૂતો પોતાના બળદની જોડીને સ્નાન કરાવી અને તેના શીંગડામાં તેલ લગાવે છે અને વિવિધ શણગાર કરી તેમને સુશોભિત કરે છે. ખેડૂતો બળદની પૂજા પણ કરે છે. બળદ સાથે ગાય અને વાછરડાની પણ પૂજા કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ