વાંચો સલ્લુની ગર્લફ્રેન્ડનું લિસ્ટ, અને જાણો હાલમાં કઇ એક્ટ્રેસનુ નામ જોડાયેલુ છે તેની સાથે

સલમાન ખાન પોતાની સહઅભિનેત્રીઓ સાથેના અફેરને કારણે હંમેશા રહે છે ચર્ચામાં. હાલ આ અભિનેત્રીઓ સાથે તે ગાઢ –મિત્રતા ધરાવે છે

સલમાન ખાન પોતાની કિશોરાવસ્થાથી જ એક દિલફેંક યુવાન રહ્યો છે. તે 16 વર્ષની ઉંમરથી પ્રેમ સબંધમાં રહ્યા કર્યો છે. તેની પ્રથમ ગર્લફ્રેન્ડ દાદામૂનીથી જાણીતા અશોક કુમારની દીકરીની દીકરી હતી. તે વખતે સલમાને હજુ તો કારકીર્દીની શરૂઆત પણ નહોતી કરી અને તે વખતે તે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો.

image source

કોઈ કારણસર આ સંબંધ આગળ ન વધી શક્યા ત્યાર બાદ સલમાનનું નામ પોતાની ઘણી બધી સહઅભિનેત્રીઓ સાથે જોડાયું છે જો કે તે આજે પણ કેટલીક ખાસ મહિલા મિત્ર ધરાવે છે જે કોઈ પણ સંજોગોમાં તેની સાથે ઉભા રહેવા તૈયાર રહે છે. ચાલો જાણીએ સલમાનની તેવી જ કેટલીક ક્લોઝ ગર્લફ્રેન્ડ્સ વિષે.

કરીના કપૂર ખાન

image source

થોડા સમય પહેલાં ટીનએજ કરીના અને સલમાનની તસ્વીર વાયરલ થઈ હતી. તે કરીશ્મા અને સલમાનની એક ફિલ્મના સેટ પર લેવામાં આવી હતી. આમ કરીના સલમાન એકબીજાને ઘણા લાંબા સમયથી જાણે છે. સલમાને કરીના સાથે પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. અને તેઓ સારા મિત્રો પણ છે. તેણીએ ફિલ્મ દબંગ 2માં સલમાન સાથે એક આઇટમ સોંગ પણ કર્યું હતું જેનો તેણે એક રૂપિયો પણ ચાર્જ નહોતો કર્યો. પણ તેના બદલામાં સલમાને તેણીને એક બીએમડબલ્યુ કાર ગિફ્ટ કરી હતી.

પ્રીટી ઝિંટા

image source

સલમાન ખાન અને પ્રિતિ ઝિંટાએ ઘણી બધી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. આજેં પ્રીટી ઝીંટા ફિલ્મોમાં કામ નથી કરી રહી પણ તેમ છતાં પોતાના સોશિય મિડિયા અકાઉન્ટ તેમજ આઈપીએલમાં પોતાની ટીમ ધરાવતી હોવાથી તેણી આજે પણ પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ છે. તમને જણાવી દઈએ કે પ્રીટી અને સલમાન એકબીજાના સારા મિત્ર છે. થોડા સમય પહેલાં જ્યારે સલમાનને કાળિયારના શિકાર કેસ હેઠળ જેલમાં રહેવાનો અવસર આવ્યો હતો ત્યારે પ્રિટિ તેને મળવા જેલમાં પણ ગઈ હતી.

કેટરીના કૈફ

image source

કેટરીના કૈફની કેરિયરમાં સલમાન ખાનનો બહોળો ફાળો રહ્યો છે. આ બન્નેના અફેરની ચર્ચા પણ થોડા વર્ષો પહેલાં ઉડી હતી પણ ત્યાર બાદ રનબીર કપૂર સાથેના કેટરીના કૈફના અફેરે સલમાન સાથેના અફેરની અફવાને નાબૂદ કરી દીધી હતી. જો કે ત્યાર બાદ રનબીર અને કેટરીના તો છુટ્ટા પડી ગયા અને હાલ રનબીર આલિયા સાથે અને કેટરીના વિકી કૌશલને ડેટ કરી રહી છે તેવું જાણવા મળ્યું છે.

image source

આ બધા વચ્ચે કેટરીના અને સલમાનની મિત્રતામાં કોઈ જ ફરક નથી પડ્યો. કેટરીના અને સલમાન ઘણી ફિલ્મોમાં એકબીજા સાથે કામ કરી ચૂક્યા છે. છેલ્લે આ બન્નેએ ભારત ફિલ્મમાં સાથે કામ કર્યું છે. જે એક સુપરહીટ ફિલ્મ સાબિત થઈ છે. કેટરીના અવારનવાર ખાન પરિવારના ઉત્સવો તેમજ પ્રસંગોમાં ભાગ લેતી જોવા મળે છે જે સલમાન અને કેટરીનાની ગાઢ મિત્રતા તરફ ઇશારો કરે છે.

સોનાક્ષી સિન્હા

image source

સોનાક્ષીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર સલમાન ખાન જ છે. તેણીએ દબંગ ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો અને આજે તેના ત્રીજા ભાગમાં પણ તેણી લીડ એક્ટ્રેસ તરીકે સલમાન ખાન સાથે જોવા મળી છે. સલમાન અને સોનાક્ષી એકબીજાના સારા મિત્રો છે અને સોનાક્ષી સલમાન માટે કંઈપણ કરવા તૈયાર છે, તો બીજી બાજુ સલમાન પણ સોનાક્ષીની મદદ માટે હંમેશા તૈયાર હોય છે.

મૌની રૉય

image source

મૌની રોયે એક્ટિંગની શરૂઆત જાણીતી ટીવી સીરીઝ ક્યોંકી સાસ ભી કભી બહુ થી થી કરી હતી. ત્યાર બાદ તેણી એકતા કપૂરની નાગીનથી ફરી ફેમસ થઈ હતી અને હાલ તેણી કેટલીક બોલીવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. પણ સલમાન સાથે તે સારા સંબંધ ધરાવે છે. તેણી સલમાનની બર્થ ડે પાર્ટીમાં પણ જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ