પ્લાસ્ટિકની ખાલી અને નકામી બોટલોમાંથીબનાવી નાખ્યું આખું ઘર, ભૂકંપ અને ગોળીબારની પણ નહી થાય કોઈ અસર ….!!

તાળા માટે પ્રખ્યાત ઉત્તરપ્રદેશનુ શહેર અલીગઢ એક આર્કિટેક્ટએ પ્લાસ્ટિકની નકામી બોટલના સદઉપયોગની ચાવી શોધી કાઢી છે.તેને એક વિશેષ રૂમ તૈયાર કરાવ્યો છે,જે પાણીની ખાલી બોટલો અને રાખ અને માટીથી બનાવવામા આવ્યો છે.“મે એકવાર એક સમાચાર વાંચ્યા હતા કે દિલ્હીનાં ગાજીપુરમા એક કચરાનો ઢગલો છે ને કુતુબમિનારથી પણ ઉંચો થવાનો છે.જ્યારથી મારા મગજમાં એ ફરી રહ્યુ હતુ કે કેવી રીતે આનો સદઉપયૌગ થાય.
પ્લાસ્ટિક તો પર્યાવરણને ખૂબ નુક્સાન પહોચાડે છે.એટલે મે તેનો સદઉપયોગ રૂમ બનાવવામાં કર્યો”કામથી આર્કિટેક્ટ આશના મિતલ જણાવે છે કે, ઉત્તરપ્રદેશમા અલીગઢ જિલ્લામાં રામઘાટ રોડ નિવાસી આશના અલીગઢ મુસ્લીમ વિશ્વ વિધાલયથી પોતાની ડિગ્રી મેળવી અને સિડનીના યૂએ નએ સડબલ્યુમાં માસ્ટરનો અભ્યાસ કરી રહી છે.તેના પિતા પણ આર્કિટેક્ટ હતા,આશનાને અનુસાર આર્કિટેક્ટમાં તેનુ રૂઝાન પપ્પાના ચાલતા થયુ હતુ.આશનાએ પોતાના ઘરમાં પહેલા તો આસપાસની ખાલી બોટલો એકઠી કરાવી પછી તેની અંદર રાખ અને માટી ભરી,જ્યાર બાદ ૪૫૦૦ બોટલોને જોડી ૧૦ ગુણ્યા ૧૨ ફૂટનો રૂમ તૈયાર થયો છે.આશના જણાવે છે કે,માટી અને રાખ ભર્યા બાદ બોટલો ઈંટ જેવી જ મજબૂત થઈ જાય છે.તેને એકની ઉપર એક જોડીને નિર્માણ કરવામાં આવે છે.કામ એટલુ સરળ નહોતુ,પહેલાતો કોઈ રાજગીર મિસ્ત્રી તૈયાર નહોતા થઇ રહ્યા.કોઈ રીતે તેને તૈયાર કર્યા.’ આશના આગળ જણાવે છે,બોટલોથી તૈયાર દરેક મોસમ પ્રમાણે સારુ છે. તેમા ન વધારે ઠંડી લાગશે ન ગરમી. તેની સૌથી મોટી ખૂબી તો એ છે કે ૯ રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત રહેશે.એવામાં પહાડો અને ભૂકંપ વધારે આવતા વિસ્તારો માટે ખૂબ સારુ છે”. આશનાની આ પ્લાસ્ટિક વિરુધ્ધ આ મુહિમ જો રંગ લાવે છે તો પર્યાવરણ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.દુનિયામાં પ્રદૂષણ બિમારીઓ નું મોટું કારણ છે.દર વર્ષે લાખો લોકો તેના કારણે જીવ ગુમાવે છે.ડબલ્યુએ ચઓ ના રિપોર્ટ અનુસાર ૨૦૧૬મા લગભગ ૧૫ વર્ષની નીચેની ઉમરના લગભગ છ લાખ બાળકોને વાયુ પ્રદુષણથી થનાર શ્વાસનળીમાં સંક્રમણથી જીવ ગુમાવવો પડ્યો હતો.આ મોતમા ભારત સૌથી ઉપર હતુ.”પ્લાસ્ટિકથી થનાર પ્રદુષણ બધી હદ પાર કરી ચૂક્યુ છે.દુનિયામાં ૨.૫ બિલિયન પ્લાસ્ટિક ટનનું વાર્ષિક ઉત્પાદન થાયછે. આ તે જ પ્લાસ્ટિક છે જે સડવામાં ૧૦૦૦ થી વધારે વર્ષ લે છે.પ્લાસ્ટિકની બોટલ વડે નિર્માણથી આપણે આ પ્રદુષણ પર કાબુ મેળવી શકીએ છીએ . આશનાને અનુસાર, આ નિર્માણ ગોળીથી પણ બેઅસર હોય છે.

લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અને પર્યાવરણને પ્રતિ જાગૃત થવાની અપિલ સાથે તે કહે છે,”આર્કિટેક્ટના સાત વર્ષની યાત્રામા આપણને એક મોટી ચીજ એ સમજમા આવી કે આપણે પર્યાવરણની સાથે મળીને નિર્માણ કરવુ જોઈએ .એક આર્કિટેક્ટના રૂપમા આપણા પર શક્તિ અને કર્તવ્ય બન્ને છે કે આપણે સરસ નિર્માણ કરીએ “.